ગુજરાતમાં આજે કોરોનાના 1040 કેસ નોંધાયા, 14ના મોત
ગુજરાતમાં ધીરેધીરે કોરોના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1040 કેસ નોંધાયા છે. અને, કોરોનાને કારણે રાજયમાં કુલ 14 દર્દીના મોત થયા છે.
ગુજરાતમાં (Gujarat) કોરોના (Corona) કેસો જેટલી ઝડપથી વધ્યા તેટલી જ ઝડપથી ઘટી પણ રહ્યા છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,040 નવા કેસ નોંધાયા. જ્યારે કોરોનાથી 14 દર્દીઓનાં મૃત્યુ (Death) થયા છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લા અને શહેરમાં 350 કેસ સામે આવ્યા. અને કોરોનાથી 01 દર્દીનું મોત થયું છે. તો વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 234 નવા કેસ નોંધાયા. અને ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાના 80 નવા મામલા સામે આવ્યા અને 01 દર્દીનું નિધન થયું છે. રાજકોટ શહેર-જિલ્લામાં પણ કોરોનાના માત્ર 34 નવા કેસ મળ્યા અને એક પણ વ્યક્તિનું નિધન થયું નથી. ગાંધીનગરમાં 37 નવા દર્દી અને એક પણનું મોત થયું નથી. તો જામનગર જિલ્લામાં 10 નવા કેસ નોંધાયા, મોત એક નોંધાયું નથી-તો ભાવનગર જિલ્લામાં પણ કોરોનાના નવા 11 કેસ નોંધાયા, જયારે 3 દર્દીના મોત નિપજ્યા છે.
બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે વધુ 14 લોકોનાં મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,822 પર પહોંચી ગયો છે..તો પાછલા 24 કલાકમાં 2570 દર્દી સાજા થયાં છે. અત્યાર સુધીમાં 11 લાખ 92 હજાર 841 દર્દી ડિસ્ચાર્જ થયા છે.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12 હજાર 667 એક્ટિવ કેસ છે, જેમાંથી 84 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12 હજાર 553 દર્દીની હાલત સ્થિર છે.
આ પણ વાંચો : નવસારી નગરપાલિકાની વેરા વસૂલાતને લઈને નારાજગી, સુવિધા વગર વેરા વસુલાતનો સ્થાનિકોનો આક્ષેપ
આ પણ વાંચો : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાઃ સુરેન્દ્રનગર પાલિકાને 3.90 કરોડ અને કાલોલ પાલિકાને 2.95 કરોડ ફાળવાયા