ગુજરાતમાં કોરોનાના વળતા પાણી, માત્ર 43 નવા કેસ નોંધાયા, 2 દર્દીના મોત

| Edited By: | Updated on: Mar 07, 2022 | 10:56 PM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત થયા છે. રાજયમાં હવે ધીરેધીરે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. અને, કોરોનાની સ્થિતિ અંકુશમાં હોવાનું લાગી રહ્યું છે.

ગુજરાતમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) નવા 43 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત (Death) થયા છે. રાજયમાં હવે ધીરેધીરે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. અને, કોરોનાની સ્થિતિ અંકુશમાં હોવાનું લાગી રહ્યું છે.

રાજયમાં જિલ્લાવાર કોરોનાની સ્થિતિ પર એક નજર કરીએ તો, અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા, વડોદરામાં કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા, સુરતમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા, ગાંધીનગર જિલ્લામાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા. તો  અરવલ્લી, બનાસકાંઠા, જામનગર, રાજકોટ અને સાંબરકાંઠા જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે. આ સિવાયના રાજયનાં તમામ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. કોરોનાને કારણે રાજકોટ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે, આમ રાજયમાં આજે કોરોનાને કારણે 2 દર્દી મોતને ભેંટયા છે.

રાજયમાં હાલ કોરોનાના કુલ 813 એકટીવ કેસ છે. જેમાં 06 દર્દી વેન્ટીલેટર પર છે. જયારે 807 દર્દીઓની હાલત સ્થિર છે. રાજયમાં કુલ ડિસ્ચાર્જ દર્દીઓનો આંકડો 12,11, 555 પહોંચ્યો છે. આ સાથે રાજયમાં કોરોનાનો રીકવરી રેટ 99.04 ટકા જેટલો છે. જયારે રાજયમાં અત્યારસુધી કુલ મૃત્યુઆંક 10,937 પહોંચી ગયો છે.

 

આ પણ વાંચો : Surat: માથાભારે દબાણકર્તાઓ વિરૂદ્ધ સ્થાનિકોમાં આક્રોશ, ચૌટા બજારમાં સ્થાનિકો દ્વારા રસ્તા વચ્ચે ગાડીઓ પાર્ક કરતાં વિવાદ

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઇટન્સ જેસન રોયના સ્થાને આ ચાર T20 નિષ્ણાત ખેલાડીઓને લઇ શકે છે, મેગા ઓક્શનમાં વેચાયા વગર રહી ગયા હતા

 

 

 

Published on: Mar 07, 2022 07:35 PM