ઈડર પાવાપુરી મંદીરના જૈનમુનીની દુષ્કર્મના આરોપસર ધરપકડ, કોર્ટમાં રજૂ કરી પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા

|

Sep 19, 2020 | 4:23 PM

સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક આવેલા પાવાપુરી જલ મંદીરના જૈન મુની દ્વારા મહિલા પર દુષ્કૃત્ય આચરવાને લઈને ફરિયાદ ઈડર પોલીસ મથકે નોંધાઈ હતી. ઈડર પોલીસે આરોપી જૈન મુનીની ધરપકડ કરીને સ્થાનિક કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તપાસ માટે સાત દિવસના રીમાન્ડ પર સોંપવા માટે માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેમને સબજેલમાં મોકલી આપ્યા હતા. […]

ઈડર પાવાપુરી મંદીરના જૈનમુનીની દુષ્કર્મના આરોપસર ધરપકડ, કોર્ટમાં રજૂ કરી પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા

Follow us on

સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક આવેલા પાવાપુરી જલ મંદીરના જૈન મુની દ્વારા મહિલા પર દુષ્કૃત્ય આચરવાને લઈને ફરિયાદ ઈડર પોલીસ મથકે નોંધાઈ હતી. ઈડર પોલીસે આરોપી જૈન મુનીની ધરપકડ કરીને સ્થાનિક કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તપાસ માટે સાત દિવસના રીમાન્ડ પર સોંપવા માટે માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેમને સબજેલમાં મોકલી આપ્યા હતા. પાવાપુરી જલ મંદીર છેલ્લા ત્રણેક માસથી સાધુઓની લંપટ લીલાને લઈને વિવાદે ચઢ્યુ છે. જૈન મુની મહારાજો સંયમને વરેલા હોય છે. પરંતુ અહીં જૈન મહારાજ દ્વારા જ મહીલાઓની સાથે છેડછાડ કરતા હોવાના અને દુષ્કૃત્ય આચરતા હોવાના આક્ષેપોને લઈને જૈન સમાજમાં વિવાદની ચર્ચા ચાલી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જૈન મંદીરના બે મહારાજ વિરુદ્ધ બે માસ અગાઉ સુરતની એક મહિલાએ છેડછાડના આક્ષેપ કર્યા હતા અને બંને મહારાજની છેડછાડને લગતા વીડિયો પણ જે તે સમયે વાયરલ થયા હતા અને ત્યારબાદ વધુ એક મહીલાએ પણ પોલીસ સમક્ષ નિવેદન આપતા પોલીસે બંને મહારાજની ધરપકડ કરી હતી અને બાદમાં છુટકારો થયો હતો. હજુ આ વિવાદ શમ્યો નથી, ત્યાં જ પાવાપુરી સ્થિત જૈન મુની રાજતિલક મહારાજ વિરુદ્ધ સુરેન્દ્રનગરની એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ઈડર પોલીસે સુરેન્દ્રનગરની મહીલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી અને આ દરમ્યાન જ તેણે સ્થાનિક એડીશનલ સેશન કોર્ટમાં નિવેદન આપ્યુ હતુ. બાદમાં પોલીસે રાજતિલક જૈન મહારાજની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દુષ્કૃત્યના કેસમાં ઈડર પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી સાત દીવસના રીમાન્ડ વધુ તપાસ માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી. પરંતુ કોર્ટે જૈન મુનીના રીમાન્ડ નકાર્યા હતા અને સબજેલ ખાતે મોકલી અપાયા હતા. જૈન મહારાજની લીલાઓને લઈને હવે સ્થાનિક જૈન સમાજ પણ ઉકળી ઉઠ્યો છે અને રોષે ભરાયેલા જૈન સમાજ દ્વારા સાચી તપાસ હાથ ધરવા માટે રજુઆતો હાથ ધરાઈ છે અને જો મુની દોષિત હોય તો કડક સજા કરવા માટે માંગ કરવામાં આવી છે. પાવાપુરી મંદીરના ટ્રસ્ટી ડૉ.આસિત દોષીએ પણ જૈન મુની વિરૂદ્ધ આ ત્રીજી મહીલા સામે આવી હોવાને લઈને સાચી અને ન્યાયીક તપાસ સાથે પોલીસ કાર્યવાહી કરવા માંગ કરીને મુની સામે રોષ પ્રગટ કર્યો હતો અને મુનીને સંસાર અપનાવી લેવા માટે માંગ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:41 pm, Sat, 29 August 20

Next Article