ઘરમાં 25 લાખની ચોરી થતા મકાનમાલિકને આઘાત લાગ્યો, હૃદયરોગનો હુમલો ઉપડતા મોત નીપજ્યું

|

May 29, 2021 | 8:43 PM

ભરૂચ જિલ્લામાં અંતરિયાળ અછાલીયા ગામે ઘરમાં ચોરીની ઘટનાથી આઘાત લગતા આધેડને હૃદયરોગનો હુમલો ઉપડતા તેમનું મોત નીપજ્યું હતું.

ઘરમાં 25 લાખની ચોરી થતા મકાનમાલિકને આઘાત લાગ્યો, હૃદયરોગનો હુમલો ઉપડતા મોત નીપજ્યું
25 લાખની મત્તાની ચોરી થતા મકાનમાલિક આઘટના કારણે મૃત્યુ પામ્યા

Follow us on

ભરૂચ જિલ્લામાં અંતરિયાળ અછાલીયા ગામે ઘરમાં ચોરીની ઘટનાથી આઘાત લગતા આધેડને હૃદયરોગનો હુમલો ઉપડતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદભૅ પોલીસે ઘરમાં ચોરી અને ઘર માલિકના અકસ્માત મૃત્યુની ચોપડે નોંધ કરી તપાસ હાથ ધરી છે. ૨૫ લાખની ચોરી થતા ઘર મલિક આઘત સહન કરી શક્ય ન હતા.

ઉમલ્લા પોલીસ અનુસાર સુરતના વતની પ્રકાશચંદ્ર જશવંતસિંહ રાવનો પરિવાર દર વર્ષે વૈશાખ વદ આઠમના દિવસે પોતાના વતન અછાલિયા ખાતે નવચંડી યજ્ઞ કરે છે. હાલ તેઓ યજ્ઞ માટે વતન અછાલિયા આવ્યા હતા. ગઈકાલે રાતે પ્રકાશચંદ્ર રાવ અને તેમના પત્ની દક્ષાબેન રાત્રે ઘરમાં સુતા હતા ત્યારે તસ્કરો ત્રાટક્યા હતા.રોકડા રૂ.ત્રણ લાખ અને સોના ચાંદીના વિવિધ દાગીનાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. રાતે ત્રણેક વાગ્યે દક્ષાબેનની આંખ ઉઘડતા તેઓ રસોડા તરફ ગયા હતા જેમણે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો જોતા તરત પ્રકાશચંદ્રને જગાડ્યા હતા.

ઘરમાં તપાસ કરતા ૨૫ લાખની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરીની ઘટનાથી પ્રકાશચંદ્રને આઘત લાગ્યો હતો અને તેઓ ફસડાઈ પડયા હતા. મહિલાએ ફળિયામાં રહેતા અન્ય લોકોને મળે બોલાવ્યા હતા. ઘટનાના પગલે પ્રકાશચંદ્ર રાવને હોસ્પિટલ ખસેડની તજવીજ હાથ ધરાઈ હતી જોકે હ્રદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મૃતક પ્રકાશચંદ્રના પુત્ર જયકુમાર પ્રકાશચંદ્ર રાવે આ અંગે ચોરીની આ ઘટનામાં બેગમાં મુકેલ રોકડા ત્રણ લાખ રોકડ તેમજ સોના-ચાંદીના ઘરેણા મળીને કુલ રૂ.૨૫ લાખની મતાની ચોરી અને પિતાના અકસ્માત મૃત્યુની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Article