ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપની ભવ્ય જીત બાદ ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત

|

Oct 06, 2021 | 12:25 PM

ગૃહમંત્રી અમિત શાહ શુક્રવાર સુધીમાં ગુજરાત આવી શકે છે. સામાન્ય રીતે દર બીજા નોરતે અમિત શાહ માણસા ખાતે કરે છે દર્શન કરે છે. જેના પગલે તેવો માણસા ખાતે અમિત શાહ કુળદેવીના દર્શન 8 તારીખે કરે તેવી શક્યતા છે.

ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપની ભવ્ય જીત બાદ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. તેઓ 8 ઓક્ટોબરે કલોલના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ગૃહમંત્રી અમિત શાહ શુક્રવાર સુધીમાં ગુજરાત આવી શકે છે. સામાન્ય રીતે દર બીજા નોરતે અમિત શાહ માણસા ખાતે  દર્શન કરે છે. જેના પગલે અમિત શાહ કુળદેવીના દર્શન 8 તારીખે કરે તેવી શક્યતા છે.

ગુજરાતના પાટનગરની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામે સાબિત કર્યું કે ગુજરાત ભાજપનો ગઢ છે. પટેલ અને પાટીલની જોડીએ 2022ની વિધાનસભા પહેલાની સેમી ફાઇનલમાં જે રીતે વિજય મેળવ્યો છે. તેને જોતા લાગી રહ્યું છે કે આવનારી વિધાનસભામાં ભાજપ 150થી વધુ બેઠક જીતવાનો જે દાવો કરી રહ્યો છે તે મેળવીને ઝંપશે… તો કૉંગ્રેસ અને આપ માટે આ ચૂંટણીના પરિણામ નિરાશાજનક રહ્યાં, આમ આદમી પાર્ટીએ વિકલ્પ બનવાનો દાવો કર્યો હતો પરંતુ ભાજપે તેના પર ઝાડું ફેરવી દીધું..

ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી છે. ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સંસ્થાઓમાં જીત મુદ્દે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યું –

“જીત દર્શાવે ગુજરાતની પ્રજા અને ભાજપ વચ્ચેનું મજબૂત જોડાણ દર્શાવે છે”
“અમને વારંવાર આશીર્વાદ આપવા બદલ પ્રજાનો આભાર”
“ભાજપના તમામ કાર્યકર્તાઓના સખત પરિશ્રમના કારણે થયો વિજય”

તો કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા પ્રધાન અમિત શાહે જીત બદલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે –

“પ્રચંડ જીત દર્શાવે છે કે પ્રજાને ભાજપની વિકાસલક્ષી નીતિઓમાં વિશ્વાસ મજબૂત થઇ રહ્યો છે”
“ગુજરાત સરકાર ગરીબ, પછાત, વંચિત વર્ગ માટે સતત કાર્ય કરતી રહેશે”

ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ 44 બેઠકમાં ભાજપને 41 બેઠકો મળી.. તો કૉંગ્રેસને માત્ર 2 બેઠક અને આપને એક માત્ર બેઠક મળી. નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો ઓખા અને થરા નગરપાલિકામાં ભાજપની જ્યારે ભાણવડ નગરપાલિકામાં કૉંગ્રેસની જીત થઈ. ત્રણ નગરપાલિકાની 84 બેઠકોમાંથી ભાજપે 62 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસે 22 બેઠકો પર જીત મેળવી.

આ  પણ વાંચો : રાજકોટના જસદણમાંથી 24 લાખની કિંમતનું ગેરકાયદે બાયો-ડીઝલ ઝડપાયું

આ પણ વાંચો : નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં થનગનાટ, વિવિધ થીમ પર ગરબાની પ્રેક્ટિસ શરૂ

Published On - 11:34 am, Wed, 6 October 21

Next Video