HMPV વાયરસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. મળતી માહિતી મુજબ 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તમને જણાવી દઈએ કે બેંગ્લુરુમાં આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો જે બાદ બીજા બે કેસની પુષ્ટિ કર્નાટકામાં પણ થઈ છે ત્યારે હવે ગુજરાતમાં આ કેસ મળી આવતા હવે ગુજરાતીઓએ સાવધાની રાખવાની જરુરુ છે.
ગુજરાતમાં હવે આ ખતરનાક વાયરસે પગપેસારો કર્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર આજે આ વાયરસને લઈને ગાઈડલાઈન જાહેર કરી શકે છે. શું કરવું અને શું નહીં તેની જાહેર આજે થઈ શકે છે.
ગુજરાતમાં નોંધાયેલો આ પ્રથમ કેસ છે જે અમદાવાદમાં આવ્યો છે. 2 મહિનાના બીમાર થતા તેના સેમ્પલની જાજ કરવામાં આવી હતી જેમાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે. આ વાયરસ શિયાળામાં બાળકો અને વૃદ્ધોને વધારે સંક્રમિત કરે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 12:41 pm, Mon, 6 January 25