હિજાબનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો, અમદાવાદ અને સુરતમાં મહિલાઓ દ્વારા રેલીનું આયોજન, અટકાયતો કરાઈ

| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:20 PM

હિજાબનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે, આજે અમદાવાદ અને સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે રેલી યોજાય તે પહેલાં જ પોલીસે આ રેલીના આગેવાનો અને મહિલાઓની અટકાયત કરી લેતાં રેલી યોજાઈ શકી નહોતી

હિજાબનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. આજે અમદાવાદ અને સુરતમાં મહિલાઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રેલી યોજાય તે પહેલાં જ પોલીસે આ રેલીના આગેવાનોની અટકાયત કરી લેતાં રેલી યોજાઈ શકી નહોતી. જોકે પાછળથી આ રેલી રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

સુરતમાં હીજાબ મુદ્દે પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. જેકો તમાં રેલીનો કોઈ ઉલ્લેખ નહોતો છતાં મહિલાઓ ઉમટી પડી હતી અને આયોજકો દ્વારા આઈપી મિશન સ્કૂલથી ચૌક બજાર સુધી હિજાબ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ રેલીના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ આવે તેવી આશંકા અને કોઈ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ રેલી કાઢનાર કેટલાકની પોલીસે અટકાયત પણ કરી હતી.

મીડિયા રીપોર્ટમાં જણાવાયું છે કે આ વિરોધને મુસ્લિમ સમાજના વિવિધ સમૂહો દ્વારા સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં ઝંપલાવેલી અસદુદ્દીન ઔવેસીના નેતૃત્વ વાળી પાર્ટી AIMIM દ્વારા આ રેલીને સમર્થન આપવામાં આવી રહ્યું છે. સુરતના AIMIM વિમેન સેલના અધ્યક્ષની અટકાયત બેદ તેમણે મહિલાઓને બહાર ન નીકળવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ અન્ય એક રેલીની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી, જે અનુસાર રેલી આઈપી મિશન સ્કૂલ પાસેથી શરુ થશે અને ગાંધી બાગમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે આવીને સમાપ્ત થશે. રુકસાના ખાને જણાવ્યું કે, આ રેલીનું આયોજન મહિલાઓના વિવિધ સમૂહો દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ રાજકીય પાર્ટીએ તેનું નેતૃત્વ નથી કર્યું.

હિજાબ પ્રકરણમાં અમદાવાદ પોલીસ દ્વારા કોંગ્રેસના અમદાવાદ માયનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખ એડવોકેટ અતીક સૈયદ અને નેતા સફફાન રાધનપુરીની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે રેલી પહેલા અટકાયત કરવામાં આવી છે. સુરતમાં ચોક બજાર મુગલીસરા રોડ પર કેટલી મહિલાઓ ભેગી થતા 20 જેટલી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત પ્રવાસે, “આગામી 25 વર્ષનું વિઝન ધ્યાન રાખીને અપાયેલું બજેટ”

આ પણ વાંચોઃ Ahmedabad: કાંકરિયા તળાવમાં હોરર હાઉસમાં આગ લાગી, શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન, જાણો કેટલુ નુકસાન થયુ