રાજ્યના આ શહેરોમાં વાયુ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં અરજી, રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

|

Sep 17, 2021 | 10:43 PM

અમદાવાદ, અંકલેશ્વર, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોના લોકોને વાયુ પ્રદૂષણથી થતી સમસ્યાઓને લઈને અજરદારે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમજ આ વિશે કોર્ટ સમક્ષ વિગતો મૂકી હતી.

રાજ્યના મહાનગરો અને અન્ય શહેરોના વાયુ પ્રદૂષણનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદ, અંકલેશ્વર, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોના લોકોને વાયુ પ્રદૂષણથી થતી સમસ્યાઓને લઈને અજરદારે હાઈકોર્ટ સમક્ષ વિગતો મૂકી હતી. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે શહેરોમાં પ્રદૂષણના માપદંડ કરતાં 3 થી 4 ગણું વઘારે પ્રદૂષણ થાય છે. અરજદારે હાઈકોર્ટ સામે વાયુ પ્રદૂષણને ડામવા માટે નક્કર પગલાં લેવા જરૂરી હોવાની વાત રજૂ કરી હતી. પ્રદૂષિત હવાથી બગડતા લોકોના સ્વાસ્થ્યનો મુદ્દાને હાઈકોર્ટે ગંભીર ગણીને રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ ઈશ્યુ કરી છે.

જાહેર છે કે સમયે સમયે પ્રધુષણ વધી રહ્યું છે. જેની અસર માનવ સ્વાસ્થ્ય પર પડી રહી છે. આવામાં એક નાગરિકે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જેમાં આ અરજદારે હાઇકોર્ટ સમક્ષ વાયુ પ્રદૂષણથી થતી સમસ્યાઓને લઈને સમક્ષ વિગતો રજૂ કરી હતી. અરજદારના કહેવા પ્રમાણે શહેરોમાં જે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તેનાથી 3 થી 4 ગણું વધારે પ્રદૂષણ થઈ રહ્યું છે.

વાયુ પ્રદૂષણ સ્વાસ્થ્ય પર ખુબ અસર કરે છે તે સૌ કોઈ જાણે છે. પ્રદૂષણથી ઓક્સિજન સાથે ખરાબ હવા પણ શરીરમાં પ્રવેશે છે જે ફેફસાં માટે ખુબ હાનીકારક હોય છે. આ ઉપરાંત ઘણા રોગનું કારણ પણ દુષિત હવા હોય છે. શ્વસન પર પણ ખરાબ હવા અસર કરે છે. જેની ઈફેક્ટ મગજ પર પણ થાય છે. એટલું જ નહીં પરંતુ ગર્ભવતી મહિલા અને બાળકો માટે પણ આ ખુબ જોખમી સાબિત થાય એમ છે.

આ પણ વાંચો: વૃક્ષારોપણ, ખેડૂત-મહિલા સમ્માન, અંગદાન રજિસ્ટ્રેશન: PM Modi ના જન્મદિવસ પર બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમો

આ પણ વાંચો: Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ

Next Video