Breaking News : મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી 28 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે.

Breaking News : મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
Monsoon 2025
| Updated on: Jun 25, 2025 | 7:56 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી 28 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાય છે.

માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

અંબાલાલ પટેલે કરી અતિભારે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 25 જૂનથી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યના પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. જુલાઈની શરૂઆતમાં પણ રાજ્યમાં ભારે વરસાદના એંધાણ કરવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈમાં પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. 1 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:54 am, Wed, 25 June 25