હજુ મે મહિનો શરૂ થયો નથી અને મે મહિનાની ગરમીનો (Heat Wave) અનુભવ થવા લાગ્યો છે. દેશના ઘણા ભાગોમાં સૂર્ય તપવા લાગ્યો છે. આ સાથે જ રાજ્યોના અનેક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા મુજબ હજુ આગામી પાંચ દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી શકવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસોમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ આગામી 5 દિવસોમાં રાજ્યમાં હિટવેવની અસર પણ રહેશે. કેમ કે તાપમાન 41 ડિગ્રી ઉપર નોંધાશે અને 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.
આગામી બેથી ત્રણ દિવસ હીટવેવનું જોર વધતાં ગરમીનો પારો 43 ડિગ્રી કે તેથી વધુ નોંધાવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા લોકોને હીટ સ્ટ્રોકથી બચવા સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ગરમ પવનોની અસરથી રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. બે દિવસ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના કેટલાંક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વખતે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો હેરાન થઈ ગયા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે પવનની દિશા બદલાતા હવામાનમાં ફેરફાર આવ્યો છે. પહેલા અરબી સમુદ્રથી પવન ફૂંકાતા ફેજના કારણે અને પવનના કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો આવતા ગરમીમાં આંશિક રાહત મળી હતી. જોકે હવે સૂકા પવન ફૂંકાવાના કારણે તાપમાનમાં ફરી એકવાર વધારો થશે. તાપમાનમાં બદલાવ આવતા આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હિટવેવ રહેશે અને 2 દિવસ બાદ ગરમીમાં અસહ્ય વધારો થશે. આગામી બેથી ત્રણ દિવસ હીટવેવનું જોર વધતાં ગરમીનો પારો 44 ડિગ્રી કે તેથી વધુ નોંધાવાની શક્યતા છે. જે આ સિઝનનું સૌથી વધુ તાપમાન માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Kutch: કંડલા નજીક CFSમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં DRIએ ઉત્તરાખંડના ઇમ્પોર્ટરની પંજાબથી ધરપકડ કરી