મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગનો સર્વે, 247 સગર્ભા માતાઓને તમાકુ અને 47ને ધૂમ્રપાનનું વ્યસન

|

Sep 01, 2023 | 4:35 PM

મહેસાણા જિલ્લામાં સગર્ભા માતાઓના મરણ અટકાવવા માટે આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં તમામ એવી 19,852 જેટલી સગર્ભા માતાઓની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી . આ ચકાસણીમાં ચોકાવનારા એવા આંકડા સામે આવ્યા કે કેટલીક સગર્ભા માતાઓ પણ તમાકુ અને બીડી જેવા વ્યસનની બંધાણી થઈ ગઈ હતી, જેની સીધી અસર ગર્ભમાં રહેલા શિશુ પર પણ પડી રહી હતી .

મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગનો સર્વે, 247 સગર્ભા માતાઓને તમાકુ અને 47ને ધૂમ્રપાનનું વ્યસન
Mehsana News

Follow us on

Mehsana :  ગુજરાતમાં (Gujarat) સૌપ્રથમવાર એક એવો સર્વે કરાયો કે જેમાં સગર્ભા માતાઓ વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે આવો સર્વે કરાયો છે મહેસાણા જિલ્લામાં કે જ્યાં સગર્ભા માતાઓ વ્યસન કરતી હોવાનું અને ધૂમ્રપાન કરતી હોવાનું પણ આરોગ્ય વિભાગની તપાસમાં ખુલવા પામ્યું છે વ્યસન કરતી સગર્ભા માતાઓને યોગ્ય સારવાર પણ આપવાની શરૂ કરાઇ છે.

મહેસાણા જિલ્લામાં સગર્ભા માતાઓના મરણ અટકાવવા માટે આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં તમામ એવી 19,852 જેટલી સગર્ભા માતાઓની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી . આ ચકાસણીમાં ચોકાવનારા એવા આંકડા સામે આવ્યા કે કેટલીક સગર્ભા માતાઓ પણ તમાકુ અને બીડી જેવા વ્યસનની બંધાણી થઈ ગઈ હતી ,જેની સીધી અસર ગર્ભમાં રહેલા શિશુ પર પણ પડી રહી હતી .

આ પણ વાંચો : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું થયુ લોકાર્પણ

હીરો Super Splendor XTEC બાઇક આપે છે 69 kmpl ની માઇલેજ
PULL-UPS કરતી આ છોકરીના વીડિયોને કારણે મચી બબાલ, જાણો કેમ
ભારતના આ રાજ્યમાં વહે છે વિશ્વની સૌથી વધુ મીઠા જળની નદી
બપોરે કે સાંજે જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં, જુઓ Video
ગજબ ફાયદા, ચણાના લોટમાં કયું વિટામિન જોવા મળે છે? નિષ્ણાત પાસેથી જાણો
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે કરો આ ઉપાય

9,852 સગર્ભા માતાઓ પર થયો સર્વે

મહેસાણા જિલ્લામાં 19,852 સગર્ભા માતાઓની તપાસ થઈ. પૂછપરછમાં 247 એવી સગર્ભા માતાઓ હતી કે જે તમાકુનું વ્યસન કરતી હતી અને 47 એવી સગર્ભા માતાઓ હતી કે જે ધુમ્રપાન કરતી હતી . આ સર્વે છેલ્લા ત્રણ માસથી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. આ પ્રકારનો સર્વે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર મહેસાણામાં કરવામાં આવ્યો છે કે કેટલી સગર્ભા બહેનો વ્યસન કરે છે. મહેસાણામાં સામે આવેલા આંકડા જોતા હવે આ પ્રકારનું સર્વે સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવનાર છે.

સગર્ભા માતાઓ વ્યસન કરતી હોવાનો અચાનક આંકડો ક્યાંથી સામે આવ્યો એક આ સવાલ ઉભો થાય છે, ત્યારે આપને જણાવી દઈએ કે મહેસાણા જિલ્લામાં બે એવા કિસ્સા બન્યા કે જેને જોઈને મહેસાણા આરોગ્ય વિભાગે સફાળા એલર્ટ થઈને તમામ સગર્ભા માતાઓના આરોગ્યની ચકાસણીમાં વ્યસન કરે છે કે નહીં તેની પણ સર્વે શરૂ કરી દીધો.

જેમાં થોડા સમય અગાઉ ખેરાલુમાં એક સગર્ભા મહિલાનું મોત વ્યસન કરતી હોવાના કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતુ. તો બીજા એક કિસ્સામાં મહેસાણા જિલ્લામાં એક એવો બાળક જન્મ્યું હતું કે જન્મતાની સાથે જ ત્રણથી ચાર દિવસ તે કોમામાં રહ્યું હતુ અને કોમામાં રહેવાનું કારણ જનમતાની સાથે જ તે બાળકમાં રહેલું નિકોટીન ની વધુ માત્રા હોવાનું જાણવા મળ્યું હતું.જોકે, બાદમાં એ બાળકનું મૃત્યુ પણ થઈ ગયું હતુ.

ગર્ભમાં રહેલા બાળક માટે જોખમકારક માતાનું વ્યસ્ન

આ બાળકનો જન્મતાની સાથે જ શરીરમાં વધુ પ્રમાણમાં નિકોટીન કેવી રીતે આવ્યું તેની તપાસ કરતાં બાળકની માતા પણ ખૂબ વ્યસન કરતી હોવાનું જાણવા મળ્યું હતુ. આમ આ બે ગંભીર કિસ્સાઓને લઈને મહેસાણા આરોગ્ય વિભાગે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ એવો સગર્ભા માતા પણ વ્યસન કરે છે કે નહીં તેનો પણ સર્વે શરૂ કર્યો અને એમાં મહેસાણામાં 247 સગર્ભા માતાઓ તમાકુનું વ્યસની અને 47 સગર્ભા માતાઓ ધુમ્રપાન કરતી હોવાનું જાણવા મળ્યું હતુ.

આમ, મહેસાણા જિલ્લામાં વ્યસન કરતી એક સગર્ભા માતાનું મોત અને વ્યસન કરતી એક સગર્ભા એ જન્મ આપેલ બાળક માં નિકોટીનની વધુ માત્રા આ બંને કિસ્સાને ખૂબ જ ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ આરોગ્ય વિભાગ એ સગર્ભા માતાઓની તપાસ કરી. વ્યસન કરતી સગર્ભા માતાઓને યોગ્ય સારવાર પોષણ અને ફોલોપ પણ કરવાનું શરૂ કરી દીધું છે. જેની નોંધ રાજ્યકક્ષાએ લેવાતા હવે રાજ્યમાં પણ સગર્ભા માતાઓ વ્યસન કરે છે કે નહીં તેનો પણ સર્વે કરી યોગ્ય સારવાર આપવામાં આવશે.

આ પણ વાંચો : Mehsana Video : 84 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજનો મોટો નિર્ણય, સમાજના કેટલાક કુરિવાજો પર મુકાશે પ્રતિબંધ

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:58 pm, Thu, 31 August 23

Next Article