ગુજરાતના દરિયા કિનારે એન્ટી ડ્રગ્સ ઓપરેશનની સફળ કામગીરી બદલ ATS SP સુનિલ જોશી કોસ્ટગાર્ડ DGના હસ્તે સન્માનિત, જુઓ VIDEO

ગુજરાતના દરિયા કિનારે એન્ટી ડ્રગ્સ ઓપરેશનની સફળ કામગીરી બદલ ATS SP સુનિલ જોશી કોસ્ટગાર્ડ DGના હસ્તે સન્માનિત, જુઓ VIDEO

Pinak Shukla
| Edited By: | Updated on: Aug 31, 2023 | 11:44 AM

ભારતીય કોસ્ટગાર્ડ સાથે મળીને ATS દ્વારા ચલાવાયેલા ઓપરેશનના પ્રતાપે ગુજરાતના દરિયાકિનારે અને વિવિધ વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. જેને ધ્યાનમાં લઈને ભારતીય કોસ્ટગાર્ડના ડાયરેકટર જનરલ રાકેશ પાલ દ્વારા ATSના SP સુનિલ જોશીનું મેડલ તેમજ પ્રમાણ પત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ દ્વારા તેમનું અને ટીમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

Gujarat: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ સાથે વિવિધ એજન્સીઓને મળતા ઈનપુટના આધારે ગુજરાતના દરિયા કિનારે ઉતરતા અને વિવિધ વિસ્તારોમાં ઠલવાતા ડ્રગ્સ નેટવર્કનો (Drugs) મોટાપાયા પર પર્દાફાશ થયો છે. ગુજરાતની વિવિધ સિક્યુરિટી એજન્સીઓ સાથે ATS એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ દ્વારા પોતાના ખાસ નેટવર્કનો ઉપયોગ કરીને ડ્રગ્સના કાળા કારોબારની ઘણા અંશે કમર તોડી નાખવામાં આવી છે.

ભારતીય કોસ્ટગાર્ડ સાથે મળીને ATS દ્વારા ચલાવાયેલા ઓપરેશનના પ્રતાપે ગુજરાતના દરિયાકિનારે અને વિવિધ વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. જેને ધ્યાનમાં લઈને ભારતીય કોસ્ટગાર્ડના ડાયરેકટર જનરલ રાકેશ પાલ દ્વારા ATSના SP સુનિલ જોશીનું મેડલ તેમજ પ્રમાણ પત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ દ્વારા તેમનું અને ટીમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Dakor: ડાકોરમાં VIP દર્શનને લઈ મોટા સમાચાર, દિવ્યાંગો સહિત 3 ગામોના લોકોને નિઃશુલ્ક દર્શનની આપી છૂટ

જણાવવું રહ્યું કે ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકિનારે નેવી બાદ કોસ્ટગાર્ડ સતત વાંધાજનક કામગીરીનો પર્દાફાશ કરતી આવી છે. ATSના સહયોગને લઈ કોસ્ટગાર્ડને મળેલા બળના પ્રતાપે આંતરરાષ્ટ્રીય સરહદથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ સતત નાકામયાબ બનાવવામાં આવી છે.

કોસ્ટગાર્ડ ડીજી દ્વારા આ જ રીતે વધારે સહયોગ સાથે કઈ રીતે વધારેને વધારે દરિયા કિનારે ચુસ્તતા વર્તાય અને વાંધાજનક પ્રવૃતિઓ પર લગામ લાગે તે માટે જોઇન્ટ ઓપરેશન પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">