ગુજરાતે(Gujarat)કોરોના રસીકરણ(Corona Vaccination)અંગે અનેક ઉપલબ્ધિઓ મેળવ્યા બાદ હવે રાજયનું આરોગ્ય તંત્ર બાળકોની રસીની(Children)મંજૂરી મળતાની સાથે જ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપીને તેમને સલામત કરવાના પ્રયાસના વ્યસ્ત છે. જેમાં પણ જેવી જ કેન્દ્ર સરકાર( Central Government)બાળકોની રસી માટે મંજૂરી આપશે તેની સાથે જ બાળકોને 15 દિવસમાં જ રસીનો પ્રથમ ડોઝ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જેમાં મળતી માહિતી મુજબ ગુજરાતનું આરોગ્ય તંત્ર કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને વેક્સિન આપવા અંગે મંજૂરી મળ્યાના 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં બાળકોનું રસીકરણ કરવા તૈયારી કરી રહ્યું છે. આ માટે અંદાજે 8000 જેટલી ટીમોને કાર્યરત કરવામાં આવી છે.
ગુજરાતના 5થી 18 વર્ષની વયજૂથના અંદાજે 1.40 કરોડ બાળકો સરકારી ચોપડે નોંધાયેલા છે. બાળકોના વેકસીનેશન આપવાની મંજૂરી મળતા જ આરોગ્ય વિભાગની ટીમ શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને બાળકોને શાળા ખાતે વેકસીન આપવાનું આયોજન કરી રહી છે જેથી મોટાભાગના તમામ બાળકો વેકસીન મળી શકે. આ ઉપરાંત શાળાના ડેટાના આધારે તથા જિલ્લા શિક્ષણ અધિકારીના ડેટાના આધારે તમામ બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે.
રાજયમાં અત્યાર સુધીમાં 6 કરોડ 86 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપી ચૂકાયા છે. એવામાં હવે નાના બાળકોને વેક્સિન આપવાની તૈયારીઓ શરૂ કરી છે. કેન્દ્ર સરકારની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ થોડા દિવસો અગાઉ જ 5થી 18 વર્ષના બાળકો-યુવાનો માટેની વેક્સિનને મંજૂરી આપી છે. કોવેક્સિનના બાળકો પરના ટ્રાયલના પરિણામો કેન્દ્ર સરકારને સોંપ્યા હતા. જ્યારે એકસપર્ટ કમિટીએ પરિણામોના વિશ્લેષણ બાદ જણાવ્યું હતું કે, કોવેક્સિનથી બાળકોને કોઈ હાનિ નથી
હાલ દેશમાં બાળકો માટેની કુલ 4 રસી પર કામ ચાલી રહ્યું છે, જેમાંથી 2 રસીને મંજૂરી મળી ચૂકી છે. મંગળવારે મંજૂરી મેળવનાર કોવેક્સિનના બે ડોઝ અપાશે. ઝાયકોવ-ડી 12 વર્ષથી વધુ વયના લોકો માટે છે, જેના ત્રણ ડોઝ અપાશે. કંપનીએ મહિનામાં 1 કરોડ ડોઝ બનાવવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોવાવેક્સ રસીની દેશમાં 23 જગ્યાએ ટ્રાયલ ચાલી રહી છે. જ્યારે હૈદરાબાદની કંપની બાયોલોજિકલ-ઇ દ્વારા કોર્બેવેક્સ બનાવવામાં આવી રહી છે જેની દેશમાં 10 સ્થળે ટ્રાયલ થશે.
આ પણ વાંચો : ગુજરાત ATS ની પૂછપરછમાં ચોંકાવનારી વિગતોનો ખુલાસો, ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલાતી : સૂત્ર
આ પણ વાંચો : Ahmedabad: પગાર મુદ્દે વિરોધ કરતા સફાઈકર્મીઓની પોલીસે કરી અટકાયત, તો પોલીસ સ્ટેશનમાં જ દર્શાવ્યો જોરદાર વિરોધ
Published On - 4:02 pm, Tue, 26 October 21