Head clerk paper leak : અસિત વોરાના રાજીનામા સહિતની માગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ઊતર્યા ઉપવાસ પર

|

Dec 22, 2021 | 2:37 PM

આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે કર્યો છે કે હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલા પેપર-લિક કૌભાંડના પકડાયેલા આરોપીઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અગાઉ થયેલા કૌભાંડો પણ ભાજપના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવ્યા છે.

Head clerk paper leak : અસિત વોરાના રાજીનામા સહિતની માગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ઊતર્યા ઉપવાસ પર
Aam Adami Party

Follow us on

હેડ ક્લાર્કની(Head Clerk) ભરતી(Recruitment) માટેનું પેપર લીક(Paper leak) થવાના કારણે 88 હજાર ઉમેદવારો(Candidates)ના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે. જેને લઇને ઠેર ઠેર વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. આ વિરોધમાં હવે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ના સભ્યો પણ જોડાયા છે. યુવાનોને ન્યાય અપાવવાની હુંકાર સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ તથા મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર ઊતર્યા છે.

યુવાનોને ન્યાય અપાવવા માગ કરી

આમ આદમી પાર્ટીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સમક્ષ ગુજરાતના યુવાધનને ન્યાય મળે તે માટે માગ કરી છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે કર્યો છે કે હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલા પેપર-લિક કૌભાંડના પકડાયેલા આરોપીઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અગાઉ થયેલા કૌભાંડો પણ ભાજપના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પેપર ફૂટવાની આ લગભગ નવમી ઘટના છે. આમ આદમી પાર્ટીએ સી.આર. પાટીલને ઉલ્લેખીને જણાવ્યુ કે તેમણે જાહેરમાં એવું નિવેદન આપ્યું હતુ કે ભાજપના કાર્યકર્તાઓને જ નોકરી મળવી જોઈએ, ત્યારે તેમના હાથ હેઠળ આવા કૌભાંડો થાય એમાં નવાઈ શું ?

આમ આદમી પાર્ટીની માગ

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આમ આદમી પાટીએ ગુજરાતની જનતા અને ગુજરાતના બેરોજગાર યુવાનો વતી સરકાર સમક્ષ યુવાનોને ન્યાય અપાવવાના હેતુથી કેટલીક માગણી મુકી છે. જેમાં તેમણે ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા અને અસિત વોરા સહીત પેપર લિક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ ઉપર કાયદેસરની કાયદાકીય કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા માગ કરી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ અગાઉના પેપર લિકને કારણે રદ થયેલી પરીક્ષા સહિતના તમામ વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતના વળતર તરીકે રૂપિયા 50,000 ચુકવવા પણ માગ કરી છે

આમ આદમી પાર્ટીની માગ છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને કોઈ પ્રમાણિક અને નિષ્પક્ષ અધિકારીની નિમણુંક કરવામાં આવે. આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતીની રચના કરી એને તપાસ સોંપવામાં આવે. તેમજ અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી ગુજરાતના બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માગ કરી છે.

ઉપરોક્ત માગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: બ્રિજ ધરાશાયી થતાં ઔડાનું તંત્ર દોડતું થયું, જાણો અધિકારીઓએ બ્રિજની ગુણવત્તા વિશે શું કહ્યું

આ પણ વાંચો: ABVP ની રેલીમાં નિયમોનો ઉલાળ્યો: વટ પાડવા કાર્યકરોએ લોકોના જીવ મુક્યા જોખમમાં, રાજકોટ પોલીસનું મૌન

Next Article