ગુજરાતીઓને પાણીની સમસ્યાથી મળશે રાહત, પીવા અને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં મળી રહેશે પાણી

|

Aug 13, 2019 | 7:43 AM

રાજ્યમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે ભલે થોડો સમય માટે તકલીફ ઉભી થઈ હોય પરંતુ આ જ મેઘરાજાએ ગુજરાત પર કૃપા વરસાવી છે. મેઘરાજાની મહેર એવી છે કે ગુજરાતને આવતું આખું વર્ષ પીવાના કે સિંચાઇના પાણીની તકલીફ નહીં પડે. રાજ્યના સરદાર સરોવર સહિતના 205 જળાશયોમાં તેમની કુલ ક્ષમતાની તુલનાએ 72% જળ સંગ્રહ થયો છે. રાજ્યમાં […]

ગુજરાતીઓને પાણીની સમસ્યાથી મળશે રાહત, પીવા અને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં મળી રહેશે પાણી

Follow us on

રાજ્યમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે ભલે થોડો સમય માટે તકલીફ ઉભી થઈ હોય પરંતુ આ જ મેઘરાજાએ ગુજરાત પર કૃપા વરસાવી છે. મેઘરાજાની મહેર એવી છે કે ગુજરાતને આવતું આખું વર્ષ પીવાના કે સિંચાઇના પાણીની તકલીફ નહીં પડે. રાજ્યના સરદાર સરોવર સહિતના 205 જળાશયોમાં તેમની કુલ ક્ષમતાની તુલનાએ 72% જળ સંગ્રહ થયો છે. રાજ્યમાં હજુ ચોમાસુ ચાલી રહ્યું છે અને હજુ પણ વરસાદ થવાનો બાકી છે ત્યારે આ સમાચાર પ્રત્યેક ગુજરાતીને રાહતની લાગણી કરાવે તેવા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગુજરાતમાં મેઘમહેરને પગલે અત્યાર સુધીમાં સિઝનનો 83.12% કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 204 ડેમમાંથી 51 જળાશયો 100% પાણી ભરાતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 10 જળાશયોમાં 80%થી વધુ પાણીનો સંગ્રહ થતા એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 3 ડેમમાં 70% થી વધુ પાણી ભરાતા ચેતવણી આપવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નર્મદા ડેમનાં 2 દરવાજા ખોલ્યા, ડેમની જળસપાટી 131.86 મીટર પર પહોંચી, જુઓ VIDEO

કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદને પગલે કચ્છના 10 અને રાજકોટના 8 ડેમ 100% ભરાઈ ગયા છે. તો સુરેન્દ્રનગર, જામનગર અને દાહોદના 6 ડેમ પણ છલોછલ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, નવસારીના 2 ડેમ, ભરૂચના 3 ડેમ 100% ભરાયા છે. ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદને પગલે અહીં મોટા ભાગના ડેમમાં નહિવત પાણીનો સંગ્રહ થયેલો છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:38 am, Tue, 13 August 19

Next Article