Gujarati Video : રાજવી પરિવારે MGVCLની કાર્યવાહીને ખોટી ગણાવી વકીલ મારફતે નોટીસ મોકલી

Gujarati Video : રાજવી પરિવારે MGVCLની કાર્યવાહીને ખોટી ગણાવી વકીલ મારફતે નોટીસ મોકલી

| Edited By: | Updated on: Mar 14, 2023 | 9:58 AM

વકીલ તરફથી MGVCLને મોકલેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે MGVCL તરફથી જે લાખો રૂપિયાનો દંડ અને બિલ ફટકારવામાં આવ્યું છે તે ગેરકાયદે છે.

છોટાઉદેપુર નગરના કુસુમ વિલાસ પેલેસ ખાતે તા 2 ફેબ્રુઆરીના રોજ વીજ કંપની દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંગે ગેરરીતિ જણાતા વીજ કંપની દ્વારા રાજવી પરિવારને રૂપિયા 16.56 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. જે બાબતે રાજવી પરિવારના પુત્ર જય પ્રતાપસિંહ ચૌહાણે MGVCLને વકીલ મારફતે નોટિસ ફટકારી છે. જેમાં નોટિસ પરત ખેંચી વીજ પૂરવઠો ફરી શરૂ કરવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Chotaudepur : ઓરસંગ નદીમાં થતા બેફામ રેતી ખનનથી નદી 20 ફુટ ઊંડી થઈ, જળસ્તર પણ ગયા નીચે, ઉદ્યોગપતિઓએ MLA-MPને કરી રજૂઆત

વકીલ તરફથી MGVCLને મોકલેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે MGVCL તરફથી જે લાખો રૂપિયાનો દંડ અને બિલ ફટકારવામાં આવ્યું છે તે ગેરકાયદે છે. સાથે જ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજવી પરિવારની છબી બગાડવા માટે જાણી જોઈને આ કૃત્ય કરવામાં આવ્યું છે.

તો બીજી તરફ MGVCLના અધિકારીનું કહેવું છે કે રાજવી પરિવાર તરફથી જે નોટિસ મોકલવામાં આવી છે, તેનો જવાબ પણ તેઓ પેનલ એડવોકેટ મારફતે આપશે.

ગેરકાયદેસર રીતે વીજળી વાપરતા શંકાસ્પદ મીટર કબ્જે કરવામાં આવ્યા

સુરતમાં જે લોકોએ બિલ ભર્યા ન હતા તેમના મીટર તો જપ્ત કરવામાં આવ્યા હતા, આ સાથે સાથે જે મીટરમાં વીજ ચોરી થતી હોય તેવું લાગતાં તે મીટરો પણ કબ્જે કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારના ઓપરેશન આગામી દિવસમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.

Published on: Mar 14, 2023 08:54 AM