Gujarati Video : સી આર પાટીલે મનસુખ વસાવાને જાહેર મંચ પરથી કીધા કાચા કાનના, સાંભળો શું છે કારણ

|

Mar 11, 2023 | 1:38 PM

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લોકસભા ચૂંટણીને લઈ સાંસદોને આડકતરી ચીમકી આપી છે.સી આર પાટીલે કહ્યું છે કે 6 ટર્મના સાંસદે પોતાનું જનસંપર્ક કાર્યાલય ખોલ્યું નથી. તેમણે કાર્યકરોની અને મતદારોની રજુઆત સાંભળવા અને પ્રશ્નો હલ કરવા કાર્યાલય જરૂરી વાત હોવા ઉપર ભાર મુક્યો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લોકસભા ચૂંટણીને લઈ સાંસદોને આડકતરી ચીમકી આપી છે. ભરૂચમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ બેઠકના સતત 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાની આગામી લોકસભા ચૂંટણીમાંટિકિટને લઇને પાટીલનો આડકતરો ઇશારો પ્રદેશ અધ્યક્ષે કર્યો છે. સી આર પાટીલે કહ્યું છે કે 6 ટર્મના સાંસદે પોતાનું જનસંપર્ક કાર્યાલય ખોલ્યું નથી. તેમણે કાર્યકરોની અને મતદારોની રજુઆત સાંભળવા અને પ્રશ્નો હલ કરવા કાર્યાલય જરૂરી વાત હોવા ઉપર ભાર મુક્યો હતો. પાટીલે કટાક્ષ મનસુખ વસાવા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં જન સંપર્ક કાર્યાલયનું મહત્વ સજાવટ નિવેદન બાદ આપવામાં આવતા સાંસદ નજર ઝુકાવી ગયા હતા.

 

પક્ષ આદેશ કરે તો સાતમી વાર ચૂંટણી લડીશ : મનસુખ વસાવા

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભ દરમ્યાન સાંસદ મનસુખ વસાવાએ જનસંપર્ક  કાર્યાલયનું મહત્વ સમજાવ્યું હતું જોકે વસાવાનું પોતાનું જ જનસંપર્ક કાર્યાલય ન હોવાની પ્રદેશ અધ્યક્ષે ટકોર કરી હતી. આ અવસરે સાંસદ માટે ચીમકી સાથે વધુ એક ટર્મ માટેની તૈયારીનો ઈશારો પણ સમજવામાં આવી રહ્યો હતો. સાંસદ મનસુખ વસાવાને જયારે આ બાબતે પૂછવામાં આવતા તેમણે લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે કહ્યું હતું કે પક્ષ આદેશ કરે તો સતત સાતમીવાર ચૂંટણી લડવા તેઓ તૈયાર છે.

 

Published On - 1:27 pm, Sat, 11 March 23

Next Video