
કચ્છ જિલ્લાના ભુજના સુરમંદિર સિનેમા ઘરમાં આગની ઘટના બની છે. આગ લાગતા લોકોમાં અફરાતરફીનો માહોલ જોવા મળ્યો છે. આગના લીધે ધુમાડાઓના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જો કે ઘટનાની જાણ થતા 4 જેટલા ફાયર ફાઇટર ધટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.
સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી ટ્રકો ફસાયા હોવાની ઘટના બની છે. રણમાં વરસાદ અને વાવઝોડાને લીધે 100થી વધુ ટ્રક ફસાયા છે. મીઠું રણમાંથી બહાર લઈ જવા ટ્રકો રણમાં ગયા હતા. ત્યારે અચાનક વરસાદથી રસ્તાઓ બંધ થઈ જતા ટ્રકો ફસાયા હતા. અગરીયાઓને રણમાં પીવાના પાણીના ફાંફા છે.
વડોદરામાં કોંગ્રેસના પૂર્વ ઉપ પ્રમુખે પોતાના શરીર પર પટ્ટા મારીને વિરોધ નોંધાવ્યો છે. સ્માર્ટ મીટર અંગે વિરોધ નોંધાવવા શરીર પર પટ્ટા માર્યા છે. જનતાની વાતને વાચા આપવા અનોખો વિરોધ કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યો કે “ગરીબ લોકોને સ્માર્ટ મીટર અંગે કોઇ જાણકારી નથી” સ્માર્ટ મીટર નંખાવવા બળજબરી થશે તો આંદોલનની ચીમકી ઉઠાવી છે. ગાંધીનગર સુધી આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલના કેસમાં દિલ્હી પોલીસે આરોપી બિભવ કુમારની ધરપકડ કરી છે. પોલીસે બિભવ કુમારની સીએમ હાઉસમાંથી ધરપકડ કરી છે. સમગ્ર મામલામાં બિભવ કુમાર પર સ્વાતિ માલીવાલ પર મારપીટ કરવાનો આરોપ છે. પરંતુ બિભવ કુમારે કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે.
વડોદરાના સુભાનપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા પાડ્યા છે. કંપનીના કોમ્પ્યુટર, દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ જપ્ત કર્યા છે. IT અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન અને સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલી કંપની પર ITના દરોડા પાડ્યા છે.
વાપી GIDCમાં મોટી દુર્ઘટના થતા બચી. વાપી GIDCની આરતી ઇન્ડસ્ટ્રીમાં ગેસ લીકેજની ઘટના બની. આજુબાજુની કંપનીના કામદારો બહાર દોડી આવ્યા હતા. વાપી પોલ્યુશન વિભાગે ગેસ ગળતરની ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં મદ્નેસાનો સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો થયો છે. દરિયાપુર ખાતે આવેલી સુલતાન મહોલ્લામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો થયો છે.આચાર્ય બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવતા હતા. મદ્નેસા બંધ હોવાથી શિક્ષક પુરાવારૂપે ફોટો લઇ રહ્યા હતા.મદ્નેસાનો ફોટો પાડી રહેલ શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો છે. શિક્ષણ વિભાગના આદેશને પગલે આચાર્ય સર્વે કરવા પહોંચ્યા હતા.
સ્વાતિ માલીવાલ પર મારપીટના આરોપના કેસમાં દિલ્હીના સીએમ કેજરીવાલના PA વિભવ કુમારની દિલ્હી પોલીસે અટકાયત કરી છે.
#WATCH दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल के पूर्व PS बिभव कुमार को AAP सांसद स्वाति मालीवाल से मारपीट मामले में दिल्ली पुलिस ने हिरासत में लिया है।
(वीडियो सिविल लाइंस से है।) pic.twitter.com/Dn7aYdmL2M
— ANI_HindiNews (@AHindinews) May 18, 2024
આંધ્રપ્રદેશમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. અનંતપુર જિલ્લાના ગુંટી મંડલના બચુપલ્લી ગામ નજીક NH 44 પર એક કારે કાબૂ ગુમાવતા અને એક લારી સાથે અથડાતાં ચાર લોકોના મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતક અને ઘાયલ વ્યક્તિઓ એક જ પરિવારના છે.
રાજકોટ: RTOની કામગીરી શંકાના દાયરામાં છે. ડ્રાઈવિંગ ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપશું તેવી પોસ્ટ વાયરલ થઇ છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી દાવો કર્યો છે કે ટેસ્ટ વગર ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના લાયસન્સ કઢાવી અપાય છે. રાજદિપસિંહ ડાભી નામના શખ્સ વિરુદ્ધ બી ડિવિઝનમાં આરટીઓ તંત્રએ અરજી કરી છે. અરજીના આધારે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા જિલ્લામાં કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો છે. 42 ડિગ્રી ગરમીના કારણે એક પ્રૌઢનું મોત થયુ છે. અન્ય 2 લોકોને પણ ગભરામણ થતા હોસ્પિટલ ખસેડાયા છે.
અલકાપુરી ગરનાળા, પોલિટેક્નિક પાસેથી પસાર થતા લોકો પડી ગયા છે. હજી આગામી 4 દિવસ હીટવેવની આગાહી છે. માતા-વૃદ્ધો અને બાળકોને સાચવવા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે.
આજે ફરી અગનભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહેજો. આજે પણ રાજ્યના 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે. આઠ શહેરોમાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. કેટલાય શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહી શકે છે. સૌરાષ્ટ્રથી લઈ કચ્છમાં હીટવેવની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે. સુરત અને વલસાડમાં પણ હીટવેવનું અનુમાન છે. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
વડોદરા: સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLએ મોટો નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર લગાવવા પર MGVCLએ બ્રેક લગાવી છે. ફરિયાદીને ત્યાં ચેક મીટર લગાવી તપાસ કરાશે. સામેથી અરજી કરનાર સોસાયટી અને કચેરીઓમાં જ સ્માર્ટ મીટર હાલ લગાવાશે. આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના આક્ષેપ બાદ MGVCLએ આ હંગામી નિર્ણય કર્યો છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રોશન સિંહ સોઢી એટલે કે ગુરચરણ સિંહ આખરે 25 દિવસ બાદ ઘરે પરત ફર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેની શોધખોળ ચાલી રહી હતી, પરંતુ પોલીસ તેને શોધી શકી ન હતી. અભિનેતાના પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગુરચરણ સિંહના પિતા તેમના પુત્રની ગેરહાજરીથી ખૂબ જ પરેશાન હતા. અભિનેતાએ જણાવ્યું કે તે દૂનિયાથી દૂર ધાર્મિક યાત્રા પર નીકળ્યો હતો.
‘तारक मेहता का उल्टा चश्मा’ फेम एक्टर गुरुचरण सिंह 17 मई को घर लौट आए हैं। वे 22 अप्रैल को लापता हो गए थे। पुलिस द्वारा उनका बयान कोर्ट में दर्ज करा दिया गया है। गुरुचरण सिंह ने कहा है कि वह आध्यात्मिक यात्रा पर घर से दूर चले गए थे: दिल्ली पुलिस
(फोटो सोर्स: दिल्ली पुलिस) https://t.co/yzfHSPFVja pic.twitter.com/uyz9k1bsWl
— ANI_HindiNews (@AHindinews) May 18, 2024
હરિયાણાના નુંહમાં મોટી દુર્ઘટના બની છે. શ્રદ્ધાળુ ભરેલી બસમાં આગ લાગતા 9 મુસાફરો જીવતા ભૂંજાયા છે. આગની દુર્ઘટનામાં 24 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઈજાગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બસમાં 55થી વધુ મુસાફરો સવાર હતા. મથુરા અને વૃંદાવનમાં દર્શન કરી મુસાફરો પરત ફરી રહ્યા હતા. કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર આ દુર્ઘટના બની છે. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ મથુરાથી જલંધર જઈ રહી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં પવન સાથે પડેલા વરસાદના કારણે ખેતરો ખેદાન-મેદાન થયા છે. વરસાદ અને પવનના કારણે ઊનાળુ પાકમાં ભારે નુક્સાન થયું છે.બાજરી, તલ સહિતના ઊનાળુ પાકનો સોથ વળી ગયો છે. ભારે પવનના કારણે ખેતરમાં તલનો પાક આડો પડી ગયો છે. તો બીજી તરફ લીંબુ, દાડમ, સરગવા જેવા બાગાયતી પાકોમાં પણ ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની વર્ષભરની મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી થાન અને વઢવાણ પંથકમાં વરસાદના કારણે સૌથી વધુ નુક્સાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતોની માગણી છે કે સરકાર જલદી સરવે કરાવી સહાય જાહેર કરે.
રાજકોટઃ જસદણના આટકોટમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. ભારે પવન ફૂંકાતા વાડી વિસ્તારમાં મકાનના પતરા ઉડ્યા છે. પતરૂ વાગતા એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અનેક વીજ થાંભલા અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે.
અમરેલી જિલ્લામાં સતત પાચમાં દિવસે માવઠું પડ્યુ, સાવરકુંડલા અને ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધારીના સરસિયા, મોરજર માણાવાવ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલાના વંડા, વાશિયાળી, મેકડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
Published On - 7:16 am, Sat, 18 May 24