
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આંધી સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી છે. અમદાવાદના નિકોલ પોલીસ મથકના PI કે.ડી. જાટ ત્રાસ આપતા હોવાના આરોપ લાગ્યા છે. બે PSIએ કંટાળીને આપઘાત કરવાનું કહેતા ખળભળાટ મચ્યો છે. PI વિરુદ્ધ ખાતાકીય તપાસનાં આદેશ અપાયા છે. NEET પરીક્ષા ચોરી કેસમાં ઉંડાણપુર્વક તપાસ સાથે શાળાની માન્યતા રદ કરવાની જેઠા ભરવાડની માગ છે. તેમણે કહ્યું, મોટા માથાની સંડોવણી વિના ષડયંત્ર શક્ય નથી.
રાજ્યના વાતાવરણમાં આજથી પલટો આવ્યો છે. આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ રહેશે. વરસાદી અસરને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક સ્થળે ગાજવીજ તો કેટલાક સ્થળે છુટોછવાયો વરસાદ વરસી શકે છે.
13 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગરહવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ. 14મેએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર જ્યારે 15મેએ જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને16મેએ ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, ડાંગમાં વરસાદ થશે.
ઈફકોના ડાયરેક્ટર પદની ચૂંટણીમાં રાદડિયાની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર. દિલીપ સંઘાણીએ પોતાનો જન્મ દિવસ અમરેલીમાં ઉજવ્યો. ફકોના ચેરમેન દિલીપ સંઘાણીના 71માં જન્મદિવસ નિમિત્તે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકીય વિવાદો વચ્ચે સહકારી નેતા દિલીપ સંઘાણીએ શક્તિ પ્રદર્શન કર્યું. આ અભિવાદન કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલા, નીતિન પટેલ, જયેશ રાદડીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ ગુજરાતના સહેલાણીઓ માટે હરવા ફરવાનું સ્થળ એટલે દાંડીનો દરિયા કિનારો. રંતુ આજે નવસારીના એક પરિવાર માટે રજાની મજા મોતની સજામાં પરિણમી છે. યાં રજાના દિવસે ફરવા માટે નવસારીના ખડસુપાથી ફરવા આવેલ પરિવારના 6 સભ્યો દરિયામાં નહાવા પડ્યા હતા પરંતુ ઉંડા પાણીમાં ગરકાવ થવાના કારણે ડૂબવા લાગ્યા. બાદ તંત્ર દ્વારા 2 લોકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યા. યારે હજુ 4 લોકોની શોધખોળની કવાયત હાથ ધરવામાં આવી છે. ચાનક પરિવારના 4 લોકો ડૂબી જવાના કારણે પરિવાર ઉપર આભ તૂટી પડ્યાની સ્થિતિ સર્જાઈ.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નીંદ્રામાં છે. કોટના બીચ પર ન્હાવા પડેલા પાંચ મિત્રો પૈકી બેના મોત થયા છે. મહિસાગર નદીના કિનારે આવેલા છે કોટના બીચ. બંને યુવકોના મૃતદેહને સ્થાનિકોએ રેસક્યુ કરી બહાર લાવ્યા હતા. જે બાદ પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક યુવકો તાંદલજાના હોવાનુ સામે આવ્યુ છે. હરણી બોટ દુર્ઘટના બાદ પણ જળાશયોમાં કોઈ સુરક્ષા બાબતે દરકાર લેવામાં આવતી ન હોવાનુ પ્રતિત થાય છે.
વલસાડના ફણસા ગામે અકસ્મતામાં ત્રણ યુવકોના મોત થયા છે. કારની ટક્કરે આવતા બાઈક પર ત્રણેય યુવકો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત થયુ જ્યારે અન્ય 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. મંદિરેથી દર્શન કરી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની રાજધાની પટનામાં મેગા રોડ શો કર્યો હતો. પીએમ મોદીનો આ રોડ શો શરૂઆતમાં 2 કિલોમીટર લાંબો થવાનો હતો, પરંતુ ભારે ભીડને જોતા તેને એક કિલોમીટર વધુ લંબાવવામાં આવ્યો. રોડ શોમાં પીએમ મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ તેમની સાથે જોવા મળ્યા. આ પહેલીવાર છે કે પટનામાં દેશના કોઈ વડાપ્રધાનનો રોડ શો યોજાઈ રહ્યો છે.
દિલ્હીમાં ફરી એક ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. આ વખતે દિલ્હીની બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલને ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. ઈમેલની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આણંદ: ઉમરેઠમાં રખડતા શ્વાનનો આતંક. ઉમરેઠના દરેક વિસ્તારમાં શ્વાન લોકોને કરડતા હોવાની ઘટના બહાર આવી છે. કાકાની પોળમાં 8 વર્ષના બાળક પર રખડતા શ્વાને બાળક પર કર્યો હુમલો. ખડતા શ્વાનને પાલિકા દ્વારા પકડવાની કામગીરી ન થતી હોવાની આરોપ. તો 5 મહિનામાં 379 જેટલા લોકોને રસી હડકવાની રસી આપવામાં આવી
લોકસભા ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે. મોદીએ બિહાર પહેલા પશ્ચિમ બંગાળના બેરકપુર પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ ચૂંટણી રેલી કરી અને રાજ્યની ટીએમસી સરકાર અને INDIA ગઠબંધન પર નિશાન સાધ્યું. જનતાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે એક સમય હતો જ્યારે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં તેમણે મોટું યોગદાન આપ્યું હતું. એક સમય હતો જ્યારે બંગાળમાં ઘણી નવી વૈજ્ઞાનિક શોધો થઈ હતી. આજે ટીએમસીના શાસનમાં ઘણી જગ્યાએ બોમ્બ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલી રહ્યો છે. આજે, TMCના રક્ષણ હેઠળ ઘૂસણખોરો અહીં ફૂલીફાલી રહ્યા છે.. આ સાથે જ પીએમ મોદીએ લોકોને પોતાની પાંચ ગેરેન્ટી આપી.
અરવલ્લીમાં LCBએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. LCBએ રેડ કરીને 1.21 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. દારૂની હેરાફેરીમાં પોલીસની સંડોવણી આવી સામે. LCBએ. બાતમીના આધારે લીંબ ગામના ખેતરની ઓરડીમાંથી ઝડપી પાડ્યો હતો દારૂ. દારૂની હેરાફેરીમાં 5 આરોપીઓ પૈકી 2 પોલીસકર્મીઓ હોવાનું સામે આવ્યુ. સસ્પેન્ડ થઇને ફરજ પર પાછા. ફરેલા મહેશ ગઢવી અને અન્ય એક પોલીસકર્મીની સંડોવણી ખુલી. પોલીસે 2 પોલીસકર્મી સહિત પાંચેય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા
સુરતમાં બ્લાસ્ટની ધમકી આપનારાની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે રાતે 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. સુરત કંટ્રોલ રુમમાં ફોન કરી ધમકી આપી હતી. રાત્રે 11:55 કલાકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સુરતમાં બ્લાસ્ટની ધમકી આપનારાની ધરપકડ, ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી | TV9Gujarati#bombthreat #surat #arested #gujarat #tv9gujarati pic.twitter.com/a7zGw86xKb
— Tv9 Gujarati (@tv9gujarati) May 12, 2024
રાજ્યમાં મજબૂત પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના સંકેત મળ્યા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મજબૂત વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. આગાહી અનુસાર સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું વરસી શકે છે.
પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના ચકચારી કૌભાંડમાં વધુ બે આરોપીની અટકાયત કરવામાં આવી છે. ફરાર મુખ્ય આરોપી તુષાર ભટ્ટને પોલીસે ઝડપી પાડ્યો. તુષાર ભટ્ટને ૭ લાખ રોકડ આપનાર આરીફ વોરાની પણ અટકાયત થઈ છે. બન્ને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. પોલીસ અધિક્ષક કચેરી ખાતે બંને આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરાઇ છે.
અમદાવાદઃ નિકોલમાં વધુ એક PSIએ PI જાટ સામે ફરિયાદ કરી છે. PIનો ત્રાસ હોવાનો આરોપ લગાવ્યો છે. PSI રાજેશ યાદવે પોલીસ કંટ્રોલ રૂમ ફોન કર્યો અને કંટ્રોલ રૂમમાં ફોન કરીને આપઘાત કરવાની વાત કરી હતી. PI કે.ડી. જાટના ત્રાસથી આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતુ.
ક્રિકેટ બંદોબસ્તમાં દર વખતે મોકલતા હોવાનો આરોપ પણ લગાવ્યો. PI ખોટી રીતે હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ છે. હાલ ઉચ્ચ અધિકારી ઓ PSI સંપર્ક કરી પૂછપરછ શરૂ કરી છે.
રાજસ્થાન સ્કૂલ વિવાદને લઈને DEOની કારણદર્શક નોટિસ મળી છે. શાળાને બાળકોને પ્રવેશ આપવા DEO એ નિર્દેશ આપ્યા હતા. DEOની સૂચના છતા પ્રવેશ ન આપતા કારણદર્શક નોટિસ ફટકારી છે. ટ્રસ્ટી અને આચાર્ય સામે પગલા કેમ ન લેવાયા તે અંગે પણ ખુલાસો કરવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેવાકીય પ્રવૃત્તિની આડમાં નફાખોરી થતી હોવાનો ઉલ્લેખ છે.
નારણ કાછડિયાની બગાવત બાદ ભરત સૂતરિયાનો લેટર બોમ્બ સામે આવ્યો છે. અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. નારણ કાછડિયાની બગાવત પર ભરત સૂતરિયાએ આકરા પ્રહાર કર્યા છે. હવે ભરત સૂતરિયાએ સાંસદ નારણ કાછડિયાને નિશાને લીધા છે. અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સૂતરિયાએ કાછડિયાને ખુલ્લો પત્ર લખ્યો છે. નારણ કાછડિયાની ટિકિટ કપાવા પર ભરત સૂતરિયાએ કટાક્ષ કર્યો અને કહ્યુ કે આપ સારી રીતે જાણો છો તમારી ટિકિટ કપાવવા પાછળનું કારણ શું છે?
તમે પાર્લામેન્ટ્રી બોર્ડનું પણ અપમાન કર્યું છે. મેં તમને અનેકવાર માર્ગદર્શન બદલ થેંક્યું કીધું છે.
#Gujarat BJP to take action against the controversies in #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/szUpw3nZnI
— Tv9 Gujarati (@tv9gujarati) May 12, 2024
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મીની બસમાં આગ લાગી છે. મીની બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. બસ સુરતથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. મિની બસમાં સવાર તમામ વ્યક્તિઓ આબાદ બચાવ થયો છે. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ અને એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે.
વડોદરામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સામુહિક ચોરીનો કેસ થયો હતો. શિનોરની BL પટેલ શારદા વિનય મંદિર સ્કૂલમાં સામુહિક ચોરી થઇ હતી. જેમાં 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. 600 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. CCTV ને આધારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 117 વિદ્યાર્થીઓને પરિણામ જાહેર કરવા અંગે બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે. સંચાલક તરીકે ફરજ બજાવતા સ્કુલના આચાર્યને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આજથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. આગામી બે દિવસ છુટોછવાયો વરસાદ થઈ શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યુ છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદી ઝાપટાંની આગાહી કરી છે. કેટલાક સ્થળે ગાજવીજ તો કેટલાક સ્થળે છુટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે. મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદ થશે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. ગઈકાલે રાજ્યના 6 શહેરોમાં 41 ડિગ્રી તાપમાન હતુ.
મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવશે. ડેમના પાંચ દરવાજા રીપેર કરવાના હોવાથી 11 વાગ્યાથી પાણી છોડવામાં આવશે. બે દરવાજા બે ફૂટ પર ખોલી 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે. મોરબી અને માળીયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે. જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપરુ સહિતના ગામોને એલર્ટ કરાયા છે.
કેદારનાથ બાદ હવે ઉત્તરાખંડમાં પણ બદ્રીનાથ ધામના દરવાજા ખુલી ગયા છે. વૈદિક મંત્રોચ્ચાર અને ‘બદ્રી વિશાલ લાલ કી જય’ના નારાઓ વચ્ચે રવિવારે સવારે 6 વાગ્યે બદ્રીનાથ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા છે અને તેને જોતા બદ્રીનાથ ધામને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે. બ્રહ્મમુહૂર્તમાં ગણેશ અને દ્વાર પૂજા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, આર્મી બેન્ડની મધુર ધૂન વચ્ચે, ભક્તો ભગવાન બદ્રી વિશાલનો જયઘોષ કરતા જોવા મળ્યા હતા. પ્રથમ દિવસે 32 હજાર ભક્તોએ કેદારનાથના દર્શન કર્યા, જે પોતાનામાં એક રેકોર્ડ છે.
Devotees throng Shri #BadrinathDham after the doors were opened today at 6 am amidst the melodious tunes of the Army Band, with complete rituals, Vedic chanting and slogans of ‘Badri Vishal Lal Ki Jai’. #Uttrakhand #TV9News pic.twitter.com/bJvPodgCfo
— Tv9 Gujarati (@tv9gujarati) May 12, 2024
સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. રોજાસર ગામે લગ્ન પ્રસંગે જમણવારમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. લીંબડીના રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે. ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે. 30થી વધુ બાળકોને દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે. હાલ તમામ બાળકોની તબિયત સ્વસ્થ હોવાની માહિતી છે.
Published On - 7:33 am, Sun, 12 May 24