
સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા. કુલ 71 પ્રધાનોએ શપથ લીધા. 27 OBC અને 10 પ્રધાનો SC છે. ગુજરાતના 4 પ્રધાનોને રિપીટ કરાયા છે. અમિત શાહ, મનસુખ માંડવિયા, એસ. જયશંકર અને જે.પી. નડ્ડાએ પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા. ગુજરાતમાંથી બે નવા ચહેરાઓને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યુ છે. સી.આર. પાટીલને અને નિમુ બાંભણિયાને મોદીમંડળમાં સ્થાન મળ્યુ છે. ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ગ્રામિણ વિસ્તારોમાં ચોમાસા જેવો જ માહોલ સર્જાયો છે. જમ્મુ-કાશ્મીરના શિવખોડી ગુફાના દર્શન માટે જતાં શ્રદ્ધાળુંઓની બસ પર આતંકવાદી હુમલો થયો છે. 10 લોકોના મોત થયા છે.
Published On - 7:26 am, Mon, 10 June 24