ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ નવા વર્ષના પહેલા દિવસે વહેલી સવારે ગાંધીનગર પંચદેવના મંદિરે દર્શન માટે પહોંચ્યા. પંચદેવ મહાદેવના દર્શન કરીને મુખ્યમંત્રીએ નવા વર્ષનની શરૂઆત કરી છે. ત્યારે આજે મુખ્યમંત્રી અનેક કાર્યક્રમ અને શુભેચ્છા મુલાકાત કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ ખાતે અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત 2078 ના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજ ના ત્રિમંદિર માં દર્શન પૂજનથી કર્યો છે. મુખ્યમંત્રીશ્રી આજે વહેલી સવારે પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. CM એ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ વર્ષ સૌની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રભુ પ્રાર્થના કરી છે.
સાથે જ તેમણે સમાજ વર્ગોની શકિત ક્ષમતા અને સૌના સહયોગથી આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત નો સંકલ્પ સિદ્ધ કરવા પણ નૂતન વર્ષે આહવાન કર્યું હતું.
જણાવી દઈએ કે CM સવારે ૧૦:૪૫ થી ૧૧:૪૫ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી ૧૦:૨૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.
મુખ્યમંત્રી નૂતન વર્ષના’ દિવસે બપોરે ૧૧:૫૦ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ લખ્યું કે ગરવી ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારુ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્દયપૂર્વકની શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન.
આ પણ વાંચો: ગ્રેડ પે આંદોલનમાં 500 થી વધુ પોલીસકર્મીઓ સામે ફરિયાદ! ધારાસભ્ય કિરીટ પટેલે ફરિયાદ રદ કરવા CM ને લખ્યો પત્ર
Published On - 7:53 am, Fri, 5 November 21