
તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘દશેરા’ અંધશ્રદ્ધા પર આધારિત એક શક્તિશાળી અને રોમાંચક કહાની લઈને આવી છે. ફિલ્મની પહેલી જ ફ્રેમ પ્રેક્ષકોને પ્રાચીન, રહસ્યમય દુનિયામાં લઈ જાય છે. કહાનીની શરૂઆત ડાંગના રહસ્યમય અને ઘન જંગલોથી થાય છે, જ્યાં જંગલના દેવી રક્ષક ‘વાઘમાતા’ ની ગાથા જીવંત થાય છે.
ઇમોશનલ સ્ટોરી અને કલાત્મક રજૂઆત ધરાવતી આ ફિલ્મનું દરેક સીન ખાસ છે, બ્રેથટેકિંગ VFX અને અદ્ભૂત સિનેમેટોગ્રાફી ઘણી વાર પ્રેક્ષકોનો શ્વાસ અડવી નાખે છે.
ફિલ્મ દરમિયાન અનેક સીનનો ઈમ્પેક્ટ એટલો ગહન છે કે પ્રેક્ષકોને એકદમ ચોંકાવી રાખે છે. ખાસ કરીને વાઘમાતાની ગર્જનાને પ્રેક્ષકો તરફથી અદ્ભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. એ ક્ષણોને સ્ક્રીન પર જોતા આંખો ભીની થઈ જાય એવી લાગણી સર્જાય છે. કલાકારોના પ્રભાવશાળી અભિનયે ફિલ્મને એક અલગ જ લેવલ પર લઈ ગઈ છે અને દર્શકો સતત ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે.
ફિલ્મનું નિર્માણ અશ્તર ફિલ્મ્સ, મહામાયા સ્ટુડિયો અને 360 આઈના સંયુક્ત બેનર હેઠળ થયું છે, જ્યારે દિગ્દર્શક ચિન્મય નાયક અને વિરજ દવેના માર્ગદર્શન હેઠળ ફિલ્મને ભવ્ય રીતે સ્ક્રીન પર રજૂ કરવામાં આવી છે. ફિલ્મની મુખ્ય કાસ્ટમાં, કાર્તિક, જગદીશ ઇટાલિયા, પૌરવિ જોષી, ઉન્નતિ શીર્ષથ, સુન્દરમ પ્રસાદ, જીતેન્દ્ર સુમરા, યુગ ઇટાલીયા સહિતના કલાકારોનો સમાવેશ થાય છે.
‘દશેરા’ માત્ર ભક્તિનો અનુભવ નથી કરાવતી, પરંતુ માનવીય લાગણીઓની એક ગહન સફર પર લઈ જાય છે. દ્રશ્યોની જીવન્તતા, સંગીત, રહસ્ય અને ભાવનાઓ, બધું મળીને ફિલ્મને પ્રેક્ષકો માટે એક અવિસ્મરણીય સિનેમેટિક અનુભવ બનાવી દે છે.
Kinjal Dave Engagement : ગુજરાતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી, જાણો કોણ છે ધ્રુવિન શાહ, જુઓ વીડિયો
Published On - 8:20 pm, Sun, 7 December 25