ગુજરાત ઉપર બે દિવસ સંકટના વાદળો ઘેરાયેલા રહેશે, જાણો સેટેલાઇટ તસ્વીરની મદદથી કયાં પડશે ભારે વરસાદ ?

|

Sep 30, 2021 | 12:01 PM

ગુજરાત ઉપર હજુ સંકટના વાદળો ઘેરાયેલા રહેશે, સેટેલાઇટ તસ્વીરમાં દેખાઇ રહ્યું છેકે ગુજરાતના દરિયાકાંઠે ગુલાબ વાવાઝોડાની અસર જોવા મળશે. જેને પગલે ભારે પવન અને ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસર હેઠળ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહેલું શાહિન વાવાઝોડુ વધુ તીવ્ર બનશે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો એક ઓક્ટોબરે પવનની ઝડપ 150 કિલોમીટર સુધીની થઈ શકે છે. વાવાઝોડાની અસરતળે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની વકી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને આણંદમાં મેઘરાજા ધોધમાર વરસે તેવી શક્યતા છે. રાજ્યના વિવિધ જિલ્લામાં NDRFની 17 ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડબાય રહેવા આદેશ કરાયો છે.

સેટેલાઇટ તસ્વીરમાં શું દેખાઇ રહ્યું છે ?

ગુજરાત ઉપર હજુ સંકટના વાદળો ઘેરાયેલા રહેશે, સેટેલાઇટ તસ્વીરમાં દેખાઇ રહ્યું છેકે ગુજરાતના દરિયાકાંઠે ગુલાબ વાવાઝોડાની અસર જોવા મળશે. જેને પગલે ભારે પવન અને ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વરસાદી વાદળો છવાયેલા સેટેલાઇટ તસ્વીરમાં જોઇ શકાય છે. અને, આ વાદળો છેક પાકિસ્તાન-ઇરાન સુધી ઘેરાયેલા તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. જેના આધારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના દેખાઇ રહી છે. આ તમામ સંભાવનાને પગલે તંત્ર એલર્ટ થયું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે બે દિવસ ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની 17 ટીમ તૈનાત

Next Video