ગુજરાતમાં ઘટ્યું વરસાદનું જોર, આજે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે 2 ઓગસ્ટના રોજ, ગુજરાત પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જોકે 3 ઓગસ્ટ બાદ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે, તેમ છતાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં 7 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ઘટ્યું વરસાદનું જોર, આજે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
| Updated on: Aug 02, 2026 | 10:07 AM

ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા આજે 2 ઓગસ્ટના રોજ સવારે જાહેર કરેલ હવામાન બુલેટિન અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા હવે નબળું પડી ગયું છે. જોકે, તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે અને તે સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. જેના પગલે, આજે રવિવારના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મોનસૂન ટ્રફ હાલમાં બીકાનેર, ગુના, ડાલ્ટનગંજ અને બાંકુરા થઈને મણિપુર તરફ આગળ વધી રહી છે. ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ બિહાર સુધીનો ટ્રફ પણ યથાવત છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીનો ઓફ-શોર ટ્રફ પણ સક્રિય છે, જે પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જી રહ્યો છે. ઉત્તર-પૂર્વ આસામ અને દક્ષિણ-પૂર્વ હિમાચલ પ્રદેશ ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે.

ગુજરાતમાં આજે ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે આજે 2 ઓગસ્ટના રોજ, ગુજરાત પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જોકે 3 ઓગસ્ટ બાદ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે, તેમ છતાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં 7 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ ભારતમાં વરસાદનો માહોલ

કોંકણ અને ગોવામાં 2થી 7 ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ 2થી 7 ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર તેમજ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 2 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી ચેતવણી ઉચ્ચારી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Breaking News : રાજ્યના 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, સૌરાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ

Follow Us
Loading...
Unable to load recommendations.