Gujarat Video: ચોમાસાને લઈ હજુ રાહ જોવી પડશે ! હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી

|

Jun 21, 2023 | 6:04 PM

Ahmedabad: ગુજરાતમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ છૂટા છવાયા વરસાદી ઝાપટા રહેશે. જો કે ચોમાસાને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

Ahmedabad: ગુજરાતવાસીઓએ ચોમાસા માટે હજુ પણ જોવી પડશે રાહ. ચોમાસું ક્યારે આવશે તેને લઈ હજુ પણ કોઈ સ્પષ્ટતા કરવામા નથી આવી. મુંબઈમાં ચોમાસાનું આગમન થાય પછી જ ગુજરાતમાં ચોમાસું આવશે. જોકે ભેજવાળા વાતાવરણના કારણે આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. વાદળો ઘેરાશે પણ વરસાદ પડવાની સંભાવના નહિવત છે.

આ પણ વાંચો : Cyclone Biporjoy : હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડા બાદ ચોમાસાને લઈને કહી આ મોટી વાત, જુઓ Video 

ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટતા નહીં

રાજ્યના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે.  બિપરજોય વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ ખેંચાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. દર વર્ષે 1 જૂનથી કેરલમાં ચોમાસુ બેસી જતુ હોય છે, જો કે આ વર્ષેે કેરલમાં પણ 8 જૂન બાદ ચોમાસાનું આગમન થયુ છે ત્યારે ગુજરાતમાં ક્યારે ચોમાસુ આવશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video