Gujarat Top NEWS : જુઓ અત્યારસુધીના રાજયના મહત્વના સંક્ષિપ્ત સમાચાર

|

Jun 27, 2021 | 5:00 PM

Gujarat Top NEWS : જુઓ ગુજરાતના તમામ સમાચારો ટુંકમાં, કયાં શું થઇ રાજકીય હલચલ, કયાં થયો લૂંટનો પ્રયાસ, કયાં થયો વેક્સિનેશન અભિયાનનો ફિયાસ્કો

Gujarat Top NEWS : જુઓ અત્યારસુધીના રાજયના મહત્વના સંક્ષિપ્ત સમાચાર
સંક્ષિપ્ત સમાચાર

Follow us on

1.સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ધારણ કર્યો આપનો ખેસ

સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાયા, દિલ્લીના ઉપમુખ્ય પ્રધાન મનિષ સીસોદીયાએ સવાણીને આપનો ખેસ પહેરાવ્યો. મહેશ સવાણીએ કહ્યું કે, સેવાના કામ માટે રાજકારણમાં જોડાયો છું. સવાણી છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા.

2.AAPના મહિલા કોર્પોરેટરના પતિએ મનીષ સીસોદિયાના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આત્મવિલોપનનો પ્રયાસ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દિલ્હીના ઉપમુખ્ય પ્રધાન મનીષ સીસોદિયા સુરતની મુલાકાતે છે, ત્યારે મનીષ સીસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAPના મહિલા કોર્પોરેટરના પતિએ શરીરે કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે આ બાબતે હજુ કોઈ નિવેદન સામે આવ્યું નથી.

3.CM વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના ચરણોમાં ઝુકાવ્યું શીશ

મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં ગીર સોમનાથના પ્રવાસે છે. CMએ વેરાવળમાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરી અને સેમરવાવ ગામ ખાતે ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. ઉપરાંત સોમનાથ મહાદેવનાં ચરણોમાં શીશ ઝુકાવીને ત્રીજી લહેર ન આવે તે માટે પ્રાર્થના કરી.

4. ધ્રોલમાં માસ્ક દંડ બાબતે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ

જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં માસ્ક મુદ્દે વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો, પોલીસે એક વેપારીને માર મારતા મામલો પોલીસ અધિકારી સુધી પહોંચ્યો,જ્યારે ચેમ્બર ઓફ કોમર્સે ચ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ નોંધાવ્યો.

5.અમદાવાદના વસ્ત્રાપુરમાં વેક્સિનેશન અભિયાનનો ફિયાસ્કો
વસ્ત્રાપુરમાં વેક્સિન સેન્ટર પર પુરતા વેક્સિનનો જથ્થો ન હોવાથી લોકોને હાલાકી, છેલ્લાં ત્રણ દિવસથી વેક્સિનનાં જથ્થાને અભાવે લોકોને ધરમના ધક્કા.

6. વડોદરામાં સુપર સ્પ્રેડરને વેક્સિન આપવા માટે પોલીસ વિભાગે શરૂ કરી ઝુંબેશ

વડોદરામાં સુપર સ્પ્રેડરથી થતું કોરોના સંક્રમણ અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા વેક્સિનેશન ઝુબેંશ શરૂ કરવામાં આવી છે. જો રસી નહીં લીધી હોય તો સંચાલિત વાણિજ્યિક એકમો બંધ કરવાની પણ ચીમકી આપવામાં આવી , જો કે પોલીસના કડકાઇથી વેપારી આલમમાં નારાજગી જોવા મળી રહી છે.

7. પ્રેમલગ્ન કરનાર યુવકની માતાને મળી તાલિબાની સજા, 8 શખ્સોની ધરપકડ

છોટાઉદેપુર જિલ્લામાં પ્રેમ લગ્ન કરનાર યુવકની માતાને યુવતીના પરિજનોએ તાલિબાની સજા આપી. આટલું ઓછુ હોય તેમ યુવકની માતા સાથે જાહેરમાં સુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરાયું. અને, મહિલાને જાહેરમાં પેશાબ પીવડાવી અપમાનિત કરી, પોલીસે કાર્યવાહી કરીને યુવતીના પરિજનો સહિત 8 લોકોની ધરપકડ કરી છે.

8. અમદાવાદના ચાંદખેડામાં પૈસાની લેતી દેતીમાં અપહરણ

અમદાવાદના ચાંદખેડામાં પૈસાની લેતી દેતીમાં થયેલ અપહરણ મામલે ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓની ધરપકડ કરી.અપહરણ કરીને એક લાખની માંગણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ભોગ બનનારનો આબાદ બચાવ કરવામાં આવ્યો.

9. અમદાવાદના કૃષ્ણનગરમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, બે આરોપી ઝડપાયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો. બંદુકની અણીએ લૂંટારૂઓ દ્વારા સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ થયો. સોની વેપારીએ લડત આપીને લૂંટારૂઓને પકડી લીધા. પોલીસે સ્થળ પર પહોંચીને બે આરોપીની ધરપકડ કરી છે.

10. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનશે આલીશાન હોટલ

નર્મદા નિગમના રોકાણકારો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલ બનાવવામાં આવશે. મુખ્યત્વે, પ્રવાસીઓને આકર્ષવા માટે સરકારે પ્રયાસ કર્યો છે.

11. સાસણ ગીરમાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ

સાસણગીરના દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. શનિ-રવિની રજા હોવાથી પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો. કોરોના બાદ પ્રવાસન સ્થળો ખુલતા લોકોમાં અનેરો ઉત્સાહ.

12. જુનાગઢના આણંદપુર ગામમાં સિંહના ધામા

જુનાગઢના આણંદપુર ગામમાં 3 સિંહો ફરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે, વાડી વિસ્તારમાં સિંહ આવી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. મુખ્યત્વે ખાવાની શોધમાં અવાર નવાર સિંહો રહેણાક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે.

Next Article