Gujarat Top News: રાજ્યમાં વેક્સિનેશન, વરસાદ કે રાજપરિવારની મિલકતના વિવાદ અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમાં

|

Sep 04, 2021 | 4:05 PM

રાજ્યમાં વેક્સિનેશનના પ્રથમ ડોઝની કામગીરી,બિલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનનો ફરી પ્રારંભ,રાજપરિવારની મિલકતના વિવાદ, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં વેક્સિનેશન, વરસાદ કે રાજપરિવારની મિલકતના વિવાદ અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમાં
Gujarat Top News

Follow us on

1. રાજ્યમાં વેક્સિનેશનના પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરવા ગૃહપ્રધાન અમિત શાહે કરી ટકોર

અમદાવાદ જિલ્લા અને શહેરમાં 30 સપ્ટેમ્બર પહેલા વેક્સિનેશનના પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરવા માટે ગૃહપ્રધાન અમિત શાહએ ટકોર કરી છે, ત્યારે રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને આ કામગીરી 30 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થાય તે માટે રાજ્ય દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: 30 સપ્ટેમ્બર પહેલા વેક્સીનેશનના પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરવા ગૃહપ્રધાન અમિત શાહની ટકોર, વહીવટી તંત્ર સજ્જ બન્યું

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

2. રાજકોટ જિલ્લાના 92 ગામોમાં 100 ટકા વેક્સીનેશન, જેતપુરના સર્વાધિક 22 ગામોમાં રસીકરણ પૂર્ણ

રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સીનેશનની કામગીરી તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી થકી રાજકોટ જિલ્લામાં વિવિધ તાલુકાના અનેક ગામોમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થયેલ છે. ઉપરાંત જેતપુર તાલુકાના 22 ગામોમાં રસીકરણ પુર્ણ થયુ છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : જિલ્લાના 92 ગામોમાં 100 ટકા વૅક્સીનેશન, જેતપુરના સર્વાધિક 22 ગામોમાં રસીકરણ પૂરૂ

 

3. રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક વધારો, રાજ્યમાં નવા 16 કેસ નોંધાયા

રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 16 કેસ નોંધાયા છે. જ્યારે બે સપ્તાહ બાદ રાજ્યમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Gujarat : કોરોનાના કેસમાં આંશિક વધારો, રાજ્યમાં નવા 16 કેસ સાથે એકનું મોત

 

4. રાજ્યમાં સાત સપ્ટેમ્બરે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સાત સપ્ટેમ્બરથી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. રાજ્ય પર સર્જાયેલા સરક્યુલેશનના લીધે સાત સપ્ટેમ્બરે રાજ્યભરમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Gujarat : વરસાદને લઇને ફરી ખુશખબર, 7 સપ્ટેમ્બરે રાજયમાં વરસાદી માહોલ જામશે : હવામાન વિભાગ

 

5. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી શરૂ થશે

કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ધસારો જોવા મળતા સાંજની ઓ.પી.ડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા સોમવારથી સાંજની ઓપીડી પણ દર્દીઓ માટે શરૂ કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી શરૂ થશે

 

6. બિલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનનો ફરી પ્રારંભ, સાંસદ સી.આર.પાટીલે લીલીઝંડી બતાવી ટ્રેનનો શુભારંભ કરાવ્યો

બીલીમોરાથી વઘઈ સુધી ચાલતી નેરોગેજ ટ્રેન સ્થાનિક લોકોનો વિરોધ, ધારાસભ્યોની રજૂઆતો અને રેલવે વિભાગની સલાહકાર સમિતિના હોદ્દેદારોની ઉગ્ર રજૂઆતોના પગલે ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં સાંસદ સી.આર.પાટીલે લીલીઝંડી બતાવીને ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો: Navsari : બિલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનનો ફરી પ્રારંભ, સાંસદ સી.આર.પાટીલે ટ્રેનને લીલીઝંડી બતાવી

 

7. રાજકોટના આર.કે.ગ્રુપના બેનામી આર્થિક વ્યવહારોનો આંક 400 કરોડ સુધી પહોંચવાની આશંકા

RK ગ્રુપમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત્ છે. આર.કે.ગ્રુપના બેનામી આર્થિક વ્યવહારોનો આંક 400 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં RK ગ્રુપ પાસેથી એક બેગ ચેક અને કોથાળાઓ ભરીને દસ્તાવેજો મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે આર.કે.ગ્રુપના 25 લોકરો સીઝ કર્યા હતા.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  RAJKOT : આર.કે.ગ્રુપના બેનામી આર્થિક વ્યવહારોનો આંક 400 કરોડ સુધી પહોંચી શકે છે

 

8. રાજપરિવારની મિલકતના વિવાદ અંગે માંધાતાસિંહે કહ્યુ “ભત્રીજાએ વારસાઈ મિલકતમાં કરેલી માગ ગેરવ્યાજબી “

રાજકોટના રાજપરિવારની મિલકતને લઈને જે વાતો ચાલી રહી છે તે અંગે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે તેમના ભત્રીજાએ વારસાઈ મિલકતમાં કરેલી માગ ગેરવ્યાજબી અને પાયાવિહોણી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : ભત્રીજાએ વારસાઇ મિલકતમાં કરેલી માગ ગેરવ્યાજબી અને પાયાવિહોણી : માંધાતાસિંહ

 

9. ભાવનગર જિલ્લામાં રોગચાળો વકર્યો, શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો

ભાવનગરમાં કોરોનાના કેસો ઘટતા હવે મચ્છરજન્ય રોગોના કેસોમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં જિલ્લામાં ડેન્ગ્યુના 80 કેસ સર.ટી.હોસ્પિટલમાં સારવારમાં આવ્યા. ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર કે સિન્હાએ જણાવ્યુ હતુ કે, ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: BHAVNAGAR : શહેર અને જિલ્લામાં રોગચાળામાં વધારો, સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી ડેન્ગ્યુના 20 કેસો મળ્યા

 

10. રાજકોટમાં નકલી દવાના કેસમાં બોગસ ડોકટર સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

રાજકોટ શહેરના શ્રમજીવી સોસાયટી પાસે ઓશો હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટવાળી દવાના કેસમાં પોલીસે નકલી ડૉક્ટર અને તેની પત્ની સામે ગુનો દાખલ કર્યો છે. તેમની સાથે સંકળાયેલા આરોપી પ્રિન્સ દઢાણિયા સામે પણ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  RAJKOT : નકલી દવાના કેસમાં 7 ધોરણ સુધી ભણેલા બોગસ ડોકટર અને પત્ની સહીત 3 સામે ગુનો નોંધાયો

 

Next Article