Gujarat Top News: રાજ્યમાં રૂપાણી સરકારે લીધેલ નિર્ણય,હોય કે પછી રાજ્યમાં વરસાદ અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

|

Jul 18, 2021 | 4:10 PM

રાજ્યમાં ક્યા શહેરમાં થઈ મેઘમહેર,સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટીએ મારી બાજી,ક્યા શહેરમાં મેધાની ઈનિંગથી જનજીવન થયું પ્રભાવિત,CM રૂપાણીએ ક્યા શહેર માટે લીધો મહત્વનો નિર્ણય, મહત્વના સામચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં રૂપાણી સરકારે લીધેલ નિર્ણય,હોય કે પછી રાજ્યમાં વરસાદ અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News

Follow us on

1.CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, રાજકોટ શહેરમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવામાં આવશે

CM રૂપાણીએ રાજકોટ શહેરમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય લીધો છે. જેમાં, રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ માં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: ખુશખબર : Rajkot શહેરમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો સીએમ રૂપાણીનો નિર્ણય

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2.વલસાડમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, વાપીમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ

વલસાડ સહીત દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઇ, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે.વાપીમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ઉમરગામ માં 1 ઇંચ અને કપરાડા માં 1.84 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: VALSAD : વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાપીમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ

3.કોરોનાકાળમાં પણ સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની એકમાત્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી

ગુજરાતમાંથી GTU એકમાત્ર ટેક્નિકલ યુનિવર્સિટી છે. જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અલ્બાનિયા , ચાડ , ડિજીબોટી, ઈરાક સાઉથ આફ્રિકા , સીરીયા લેઓન , ટોગો જેવા 8 નવા સહિતના કુલ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં GTU સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : કોરોનાકાળમાં પણ સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની એકમાત્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી

4.નવસારીના ગણદેવીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતા, બંધારા ઉપર ફરી વળ્યા વેગણિયા નદીના પાણી

નવસારીના ગણદેવીમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ગણદેવી નગરમાં આવેલ બંધારા ઉપર વેગણિયા નદીના પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે, ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં વેગણિયા નદી ઓવરફ્લો થઈ હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: NAVSARI : ગણદેવીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતા બંધારા ઉપર ફરી વળ્યા વેગણિયા નદીના પાણી

5. જામનગર જિલ્લામાં બારે મેઘ ખાંગા, એક કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો

જામનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું.એક કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા, શહેરના ટાઉન હોલ, લાલ બંગલા સર્કલ, ક્રિકેટ બંગલા, જોલી બંગલા, પંચેશ્વર ટાવર સહીતના વિસ્તારોમાં રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો: Jamnagar : તોફાની વરસાદથી અનેક જગ્યાએ નુકસાની, એક કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો

6.તાપીનાં ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની શરૂઆત, ચોમાસુ પાકને મળ્યું જીવનદાન

તાપી જિલ્લાના વાલોડ, ડોલવાલ અને વ્યારા સહિતનાં ગ્રામીણ વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે. લાંબા વિરામ બાદ વરસાદ થતા ચોમાસુ પાકને જીવનદાન મળ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Tapi : ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની શરૂઆત, ખેડૂતોએ રાહત અનુભવી

7.અમદાવાદમાં જિલ્લા પંચાયતના નાયબ હિસાબનીશ સામે 7 કરોડની ઉચાપતની નોંધાઈ પોલીસ ફરિયાદ

અમદાવાદ જિલ્લા પંચાયતના નાયબ હિસાબનીશ સામે 7 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરનાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકોની રજા અને બાળકોની ફી ના 7 કરોડ રૂપિયા બારોબાર સગેવગે કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.હાલ,પોલીસે ફરિયાદના આધારે હિસાબનીસની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD :જિલ્લા પંચાયતના નાયબ હિસાબનીશ સામે 7 કરોડની ઉચાપતની પોલીસ ફરિયાદ, કારંજ પોલીસે શોધખોળ હાથ ધરી

8.બારડોલીમાં વરસાદને કારણે વૃક્ષ સાથે 3 વીજપોલ ધરાશાયી, વરસાદથી અનેક વિસ્તાર પ્રભાવિત

દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘ મહેર જોવા મળી રહી છે.ત્યારે બારડોલીમાં ભારે વરસાદને પગલે તલાવડી વિસ્તાર,ભરવાડ વસાહત,આશાપુરી મંદિર વિસ્તાર ,મુદિત સર્કલ,RTO રોડ, તેમજ સુગર ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા.ઉપરાંત શહેરમાં વૃક્ષ સાથે 3 વીજપોલ ધરાશાયી થતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

9. ઉમરગામમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જન જીવન ખોરવાયું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.વરસાદને પગલે ઉમરગામના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું.

આ સમાચાર વિગતવાર વાંચો: Valsad: ઉમરગામમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જન જીવન ખોરવાયું

10. જુનાગઢમાં જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ

જુનાગઢ જિલ્લાના માંગરોળ, માણાવદર, કેશોદ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો: JUNAGADH : સતત ત્રીજા દિવસે વરસાદથી ખુશીનો માહોલ, જિલ્લાના માંગરોળ, માણાવદર અને કેશોદમાં વરસાદ

 

Next Article