સીધા વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં દિલ્હી-કર્ણાટકને પાછળ રાખતું ગુજરાત, 2024માં 7.3 બિલિયન યુએસ ડોલરનું FDI થયું

|

Jul 05, 2024 | 2:11 PM

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સીધા વિદેશી મૂડીરોકાણના પ્રવાહમાં વૃદ્ધિના મુખ્ય કારણો જોઈએ તો, ગુજરાતમાં સ્થપાનારા ઉદ્યોગો માટે અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ સરકારી નીતિઓ અને યોજનાઓ તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સમાવેશ થાય છે.

સીધા વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં દિલ્હી-કર્ણાટકને પાછળ રાખતું ગુજરાત, 2024માં 7.3 બિલિયન યુએસ ડોલરનું FDI થયું

Follow us on

ગુજરાતે મૂડીરોકાણ આકર્ષવા માટે ઊભા કરેલા ક્લસ્ટર-આધારિત ઔદ્યોગિક વસાહતો, જાહેર કરાયેલ નવી ઔદ્યોગિક નીતિ અને રાજ્ય સરકારના સતત પ્રયાસને કારણે, વિતેલા નાણાકીય વર્ષ 2023-2024માં ગુજરાતે 7.3 બિલિયન યુએસ ડોલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ (FDI) પ્રાપ્ત કર્યું છે.

જે ગયા નાણાકીય વર્ષ 2022-2023ની સરખામણીએ 2.6 બિલિયન યુએસ ડોલર વધુ છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા અનુસાર આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ ગુજરાતમાં જોવા મળ્યો છે.

ગુજરાતમાં ગયા નાણાકીય વર્ષ 2022-2023માં ગુજરાતે 4.7 બિલિયન અમેરિકન ડોલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ મેળવ્યું હતું તેની સામે નાણાકીય વર્ષ 2023-2024માં 7.3 બિલિયન અમેરિકન ડોલરનું નવું સીધુ વિદેશી મૂડીરોકાણ મેળવ્યું હતુ. જે પાછલા વર્ષ કરતા 2.6 બિલિયન અમેરિકન ડોલર વધુ છે.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

ટકાવારીની દ્રષ્ટિએ નાણાકીય વર્ષ 2022-2023ની સરખામણીએ નાણાકીય વર્ષ 2023-2024માં મળેલ સીધુ વિદેશી રોકાણ 55 ટકા જેટલું વધુ છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગુજરાતે સીધા વિદેશી મૂડીરોકાણ આકર્ષવાની બાબતે, દિલ્હી અને કર્ણાટકને પાછળ રાખ્યું છે.

ગુજરાતને સતત પ્રાપ્ત થઈ રહેલા સીધા વિદેશી મૂડીરોકાણ અંગે, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુનિશ્વિત કરી રહ્યા છે કે, રાજ્યમાં રોકાણ અને વ્યવસાય માટે અત્યાધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીના વિશેષ પ્રયાસોને કારણે, ગુજરાતે સેમિકન્ડક્ટર જેવા મોટા ક્ષેત્રોમાં પણ મોટું ઓદ્યોગિક મૂડી રોકાણ પ્રાપ્ત કર્યું છે. જે આવનારા વર્ષોમાં આનાથી પણ વધુ જોવા મળે તેવા સતત પ્રયાસ થઈ રહ્યાં છે.”

ગુજરાતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ વધવાના કારણો

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સીધા વિદેશી મૂડીરોકાણના પ્રવાહમાં વૃદ્ધિના મુખ્ય કારણો જોઈએ તો, ગુજરાતમાં સ્થપાનારા ઉદ્યોગો માટે અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ સરકારી નીતિઓ અને યોજનાઓ તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ખુબ જ વિકસેલા ક્લસ્ટર-આધારિત ઔદ્યોગિક વસાહતો, જેવી કે GIFT સિટી, સાણંદ GIDC, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન પણ સીધા વિદેશી મૂડીરોકાણના પ્રવાહને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ જ કારણે ગુજરાતમાં નાણાકીય વર્ષ 2024માં સેમિકન્ડક્ટર સેક્ટર જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ મોટાપાયે મૂડી રોકાણ પ્રાપ્ત કર્યું છે.

Published On - 1:46 pm, Fri, 5 July 24

Next Article