GUJARAT : હોળી નિમિતે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે, મહારાષ્ટ્રના પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ ફરજિયાત

|

Mar 26, 2021 | 3:07 PM

GUJARAT : કોરોના કહેર વચ્ચે હોળીના તહેવારને લઈ પ્રવાસીઓ માટે એસટી નિગમ વધારાની બસો દોડાવશે. તો મહારાષ્ટ્રથી એસટી બસમાં આવતા પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ કર્યા બાદ ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવશે.

GUJARAT : હોળી નિમિતે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે, મહારાષ્ટ્રના પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ ફરજિયાત
ફાઇલ

Follow us on

GUJARAT : કોરોના કહેર વચ્ચે હોળીના તહેવારને લઈ પ્રવાસીઓ માટે એસટી નિગમ વધારાની બસો દોડાવશે. તો મહારાષ્ટ્રથી એસટી બસમાં આવતા પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ કર્યા બાદ ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવશે.

હોળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જાય છે. જેમાં પંચમહાલ, દાહોદ તેમજ રાજસ્થાન તરફ મુસાફરોનું ટ્રાફિક વધારે હોય છે. જેને લઈ એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી પંચમહાલ તરફ જવા માટે ટ્રાફિક વધતાની સાથે રોજની 15 થી 20 બસનું એકસ્ટ્રા સંચાલન કરવામાં આવે છે. તો સુરતથી પણ 25 માર્ચથી 200 વધારાની બસો દોડાવવામાં આવશે.

એટલું જ નહીં પણ મુસાફરોની સંખ્યા વધે એટલે સ્વભાવિક છે કે ડેપો અને બસમાં પણ સંખ્યા વધવાની. જેને લઈને છેલ્લા થોડા દિવસથી એસટી ડેપો અને બસમાં સોસીયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર લોકો નજરે ચડ્યા હતા. ત્યારે હોડી ધૂળેટીને લઈને નિયમ ભંગ ન થાય માટે અધિકારી દ્વારા જરૂરી તમામ લોકોને નિયમ પાલન કરવા સૂચના આપી દેવાઈ છે. તેમજ લોકોને પણ નિયમ પાલન કરવા અપીલ કરાઈ છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર છે. જેને લઈ મહારાષ્ટ્રમાંથી આવતી એસટી બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના નિર્જર,ઉછલ અને સોનગઢ ખાતે કોરોના રિપોર્ટ કરવામાં આવે છે અને ત્યાર બાદ જ મહારાષ્ટ્રમાંથી આવતી એસટી બસને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે.

દર વર્ષે હોળી ધુળેટીના તહેવારમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાજસ્થાન જાય છે. તો ગત વર્ષે પણ હોળી ધુળેટીના તહેવારમાં 12 લાખ કિલોમીટર નું સંચાલન કર્યું હતું. તો 2,78000 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. તેમજ 3 કરોડ 43 લાખની આવક થઈ હતી. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે તેવી શક્યતાઓ અને નિયમ પાલન કરવી શકાય તેની સાથે એસટી નિગમ દવારા એકાત્રા બસોનું સંચાલન હાથ ધર્યું છે.

હાલ દેશભરમાં કોરોનાનો કહેર છે. ત્યારે હોળી જેવા તહેવારોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે. ત્યારે હોળીના તહેવારને લઇને લોકોને અગવડ ન પડે તેનું પણ ધ્યાન રાખી રહી છે. અને, લોકોને આ બાબતે સચેત રહેવા પણ સૂચન કરાયું છે. અને, પરપ્રાંતિય લોકોને વતન જવામાં મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે.

Next Article