GUJARAT : દિપન ભદ્રનને પ્રમોશન, હિમાંશુ શુક્લાનો રો (RAW)નો રસ્તો ક્લિયર

|

Dec 23, 2021 | 3:24 PM

વર્ષ 2007 બેચના દિપન ભદ્રન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હિમાંશુ શુક્લાના અનુગામી બન્યા હતા. હિમાંશુ શુક્લાએ ક્રાઇમ બ્રાન્ચની જે આભા ન માત્ર ગુજરાત પણ પાડોશી રાજ્યમાં ઉભી કરી હતી તેને યથાવત રાખવાની મહત્વની જવાબદારી ભદ્રન પર હતી.

GUJARAT : દિપન ભદ્રનને પ્રમોશન, હિમાંશુ શુક્લાનો રો (RAW)નો રસ્તો ક્લિયર
દિપન ભદ્રન-હિમાંશુ શુકલા (ફાઇલ)

Follow us on

ગુજરાત સરકારે 22 ડિસેમ્બરની રાત્રે 7 આઈ.પી.એસને (IPS) ડીએસપી ટુ ડીઆઈજીના પ્રમોશન આપ્યાં. આ પ્રમોશન (Promotion)સાથે જ ગુજરાત એટીએસના (Gujarat ATS)ડીઆઈજી હિમાંશુ શુક્લાનો રોમાં જવાનો રસ્તો ક્લિયર થઇ ગયો છે. રાજ્યના સિનિયર અધિકારીઓનું માનીએ તો હિમાંશુ શુક્લાની (Himanshu Shukla)ડિટેક્શનની માસ્ટરી અને ગુનેગારોના નેટવર્ક પર મજબૂત પક્કડ છે. આ પકડ હવે માત્ર ગુજરાત કે ભારત પુરતી જ નથી રહી, પરંતુ તેમનું નેટવર્ક મીડલ ઇસ્ટના દેશો સુધી ફેલાયેલું છે.

ગુજરાત એટીએસ જેવી સંવેદનશીલ જગ્યા માટે (Deepan Bhadran)ભદ્રનની નિમણૂંક નક્કી જ હતી પરંતુ પ્રમોશન “કાંટો” હતો

શુક્લાએ પોતાના નેટવર્કનો પરિચય આપતા અંડરવર્લ્ડથી માંડીને વિદેશ ભાગી ગયેલા આતંકીઓને પકડી લાવવાના અનેક કેસમાં સફળતા મેળવી છે. એટલું જ નહીં, દેશમાં ડ્રગ્સના એન્ટ્રન્સ પોઇન્ટ બની ગયેલા રાજ્યના 1600 કિમી લાંબા દરિયાકાંઠા પર પણ તેમણે પોતાનું મજબૂત નેટવર્ક બીછાવી છેલ્લા પાંચ વર્ષમાં 5500 કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડી આતંકીઓની કમર તોડી પાડી હતી. ઉપરાંત હિમાંશુ શુક્લા (Himanshu Shukla) જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હતા ત્યારે પણ તેમણે લૂંટ, ધાડ, અપહરણ અને ખંડણી માંગવા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશથી આવતી ગેંગના સાગરીતોને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. આમ તેમની કાર્યક્ષમતાને જોતા કેન્દ્રની મોદી સરકારે તેમના પર રો (રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ) માટે પસંદગી ઉતારી હતી.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

સૂત્રોનું માનીએ તો રોમાં અલગ અલગ ડિવિઝન એટલે કે, નક્કી કરેલા દેશના સમૂહ પ્રમાણે વિભાગો આપવામાં આવ્યાં છે. જેમાં પાકિસ્તાન સિહિતના મીડલ ઇસ્ટના દેશોની જવાબદારી ડીઆઈજી હિમાંશુ શુક્લાને સોંપાય તેવી ચર્ચા છે. જો કે, વાત એ છે કે, ભદ્રનને પ્રમોશનથી હિમાંશુ શુક્લાનો (Himanshu Shukla) રસ્તો કેવી રીતે ક્લિયર થયો? હકિકતમાં ગોધરાકાંડ પછી રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો બાદ ગુજરાત પણ આતંકીઓના લીસ્ટમાં ટોપ ટેનમાં હતુ. હરેન પંડ્યાની હત્યા અને વર્ષ 2007માં રામોલમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે આતંકીઓએ ઘડેલા કાવતરા ઉપરાંત 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની ઘટનાઓએ આ બાબતના પુરાવા આપ્યા હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ થયો.ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હતા અભયસિંહ ચુડાસમાં. બ્લાસ્ટ કેસની તપાસમાં ચુડાસમાએ પોતાની ટીમમાં રાજ્યના કેટલાક અધિકારીઓને પસંદ કરીને બોલાવ્યાં. જેમાં હાલના એડી. પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી અને હિમાંશુ શુક્લા પણ હતા. બન્ને અધિકારી બ્લાસ્ટ કેસની તપાસમાં ખરા ઉતર્યા. ત્યાર બાદ રાજ્યના પોલીસ વિભાગની સ્થિતિ બદલાઇ અને અભયસિંહ ચુડાસમા બાદ હિમાંશુ શુક્લાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો હવાલો સોંપાયો.

હિમાંશુ શુક્લાએ ક્રાઇમ બ્રાન્ચમાં રહી સ્થાનિક ગુનેગારો ઉપરાંત પરપ્રાંતિય ગેંગને રાજ્યમાંથી નાબૂદ કરવા અનેક સફળતા મેળવી. પ્રકાશ સોની હત્યા કેસ, શિવરંજની પાસેના હિતેષ ઝવેરી હત્યા કેસ અને નિરમા વાળા કરસનભાઇના ઘરે લૂંટનો પ્રયાસ કરવા જેવી ઘટનાઓમાં હિમાંશુ શુક્લાએ મહત્વની ભૂમિકા ભજવી. ઉપરાંત જયંતી ભાનુશાળી કેસથી માંડીને રવિ પૂજારી અને આશારામ કેસના સાક્ષીઓની હત્યાના આરોપીઓને પકડી પાડવામાં પણ મહત્વની તપાસો કરી આરોપીઓને પકડી પાડ્યા. આ પૈકી અનેક ઓપરેશન ગુજરાત બહાર થયા. તેમનું નેટવર્ક મજબૂત બન્યુ અને રાજ્ય સરકારે તેમની કામગીરી જોતા તેમને હવે અમદાવાદથી હટાવી આખા ગુજરાતની સુરક્ષા કરતી એટીએસની મહત્વની જવાબદારી સોંપી.

એટીએસમાં ફરજ દરમિયાન તેમણે વર્ષોથી વોન્ટેડ રહેલા અનેક આતંકીઓને પકડ્યા. સૌથી મહત્વની કાર્યવાહી તેમણે “નોર્કો ટેરરીઝમ” પર કર્યું. હજારો કરોડના ડ્રગ્સ અને ખેપીયાઓને પકડી આતંકીઓની કમર તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ બધી કાર્યવાહી જોતા હાલની મોદી સરકારે તેમના પર રોની પસંદગી ઉતારી હતી. પરંતુ ગુજરાત એટીએસની તેમની જગ્યા પર તેમનો પૂરક ન મળે ત્યાં સુધી કેન્દ્ર સરકાર તેમને દિલ્હી બોલાવવા માંગતી નહોતી. હવે પ્રમોશન આવી ગયા છે માટે તેમનો રોનો રસ્તો લગભગ ક્લિયર થઇ ગયો છે.

એટીએસ માટે (Deepan Bhadran )ભદ્રન જ કેમ?
વર્ષ 2007 બેચના દિપન ભદ્રન (Deepan Bhadran)અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હિમાંશુ શુક્લાના અનુગામી બન્યા હતા. હિમાંશુ શુક્લાએ ક્રાઇમ બ્રાન્ચની જે આભા ન માત્ર ગુજરાત પણ પાડોશી રાજ્યમાં ઉભી કરી હતી તેને યથાવત રાખવાની મહત્વની જવાબદારી ભદ્રન પર હતી. દિપન ભદ્રન આ વાત પર ખરા ઉતરવાની પહેલી પરીક્ષા કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી અને ગેંગને પકડીને આપી. જે મહેનત હિમાંશુ શુક્લા અને ટીમે કરી હતી તેને દિપન ભદ્રને અંજામ સુધી પહોંચાડી. આ ઘટના બાદ ભદ્રન અને શુક્લાની કેમેસ્ટ્રી મજબૂત બની. અનેક ઓપરેશનોને ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે પાર પાડ્યા.

જેનું સૌથી મોટુ ઉદાહરણ ઝાંક જીઆઈડીસીમાંથી પકડાયેલા ડ્રગ્સનો કેસ છે. ક્યારેક ક્રાઈમ બ્રાન્ચે મેન પાવર આપી એટીએસની મદદ કરી તો ક્યારેક એટીએસએ મજબૂત બાતમી આપી ક્રાઈમ બ્રાન્ચની મદદ કરી. દીપન ભદ્રન હિમાંશુ શુક્લાના પગલે ચાલી નીકળ્યા અને તેમણે પણ ગુનેગારો સુધી પહોંચવાના તમામ કાવાદાવા શીખી લીધા. રાજ્ય સરકારને ભદ્રનને અજમાવવા માટે જામનગરના મોસ્ટ વોન્ટેડ જયેશ પટેલનો કેસ તેમને સોંપ્યો. સ્પેશિયલ ટાસ્ક માટે તેમને જામનગર મોકલ્યા અને ગણતરીના મહિનામાં જ દીપન ભદ્રને ઇન્ટરપોલની મદદથી વિદેશમાં કુખ્યાત જયેશ પટેલની ધરપકડ કરાવી.

ત્યારથી જ એટીએસ માટે ભદ્રનનું નામ ચર્ચાવા લાગ્યુ હતુ. બીજી તરફ હિમાંશુ શુક્લાની રોમાં જવાની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ તેમના અનુગામી તરીકે ભદ્રનને ત્યારે જ એટીએસ લેવાય કે જ્યારે દીપન ભદ્રનને ડીઆઈજીનું પ્રમોશન મળે. 22 ડિસેમ્બરની સાંજે રાજ્ય સરકારે જે 7 આઈપીએસને પ્રમોશન આપ્યા તેમાં દીપન ભદ્રનનું નામ આવતા જ હવે હિમાંશુ શુક્લાનો દિલ્હી જવાનો માર્ગ મોકળો બની ગયો છે.

આ પણ વાંચો : શું સુષ્મિતા સેન અને રોહમન શૉલનું થઇ ગયુ છે બ્રેકઅપ ? બોયફ્રેન્ડે છોડ્યુ અભિનેત્રીનું ઘર

Published On - 3:18 pm, Thu, 23 December 21

Next Article