Gujarat : પાછલા 24 કલાકમાં કોરોનાના નોંધાયા માત્ર 14 કેસ, મૃત્યુઆંક શૂન્ય

| Edited By: | Updated on: Aug 25, 2021 | 7:44 AM

પાછલા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 14 કેસ નોંધાયા છે. જ્યારે સતત ચોથા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

Gujarat : રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાની બીજી લહેર બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 14 કેસ નોંધાયા છે. જ્યારે સતત ચોથા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજ્યમાં હવે માત્ર 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 160 પર પહોંચી છે. જોકે સાજા થવાનો દર 98.76 ટકા પર સ્થિર થયો છે. મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં 5 કેસ નોંધાયા તો સુરતમાં 4 અને વડોદરામાં 3 કેસ નોંધાયા. જ્યારે ભાવનગર અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા.

રસીકરણની જો વાત કરીએ તો,પાછલા 24 કલાકમાં રાજ્યમાં 4.63 લાખ લોકોનું રસીકરણ કરાયું. જેમાં સૌથી વધુ સુરતમાં 49 હજાર લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 47 હજાર 647 લોકોનું રસીકરણ કરાયું. આ તરફ વડોદરામાં 23 હજાર અને રાજકોટમાં 19 હજાર 463 લોકોને રસીના ડોઝ અપાયા. આમ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 4 કરોડ 36 લાખને પાર પહોંચ્યો છે.

દેશમાં કોરોનાની શું સ્થિતિ ?

દેશમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસમાં વધારો થયો છે. દેશમાં એક દિવસમાં નવા 37 હજાર 607 કેસ નોંધાયા છે. આ સાથે જ સક્રિય કેસની સંખ્યા 3.25 કરોડથી વધુ થઈ છે. કાળમુખો કોરોના વધુ 647 લોકોને ભરખી ગયો. અત્યાર સુધી દેશમાં કોરોનાથી 4 લાખ 35 હજાર 788નાં મોત થયા છે. દેશમાં 24 કલાકમાં સારવાર બાદ 33 હજાર 970 લોકો સાજા થયા છે. દેશમાં કુલ નોંધાયેલા કેસના 65 ટકા કેસ ફક્ત કેરળમાં નોંધાયા છે. કેરળમાં કોરોનાના 24 હજાર 296 નવા કેસ નોંધાયા છે. અન્ય રાજ્યોમાં કેસ ખૂબ ઘટી ગયા છે. પરંતુ કેરળમાં હજુ પણ સ્થિતિ થાળે નથી પડી.

Follow Us
Loading...
Unable to load recommendations.