Gujarat : 8 મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે, ખુલ્લામાં યોજાતા લગ્નપ્રસંગોમાં 300 મહેમાનોને મંજૂરી

રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ 150 વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ 300ની સંખ્યામાં યોજી શકાશે. 8 મહાનગરો સહિત 27 શહેરોમાં તા.11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 10 થી સવારે 6 સુધી રહેશે.

Gujarat : 8 મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે, ખુલ્લામાં યોજાતા લગ્નપ્રસંગોમાં 300 મહેમાનોને મંજૂરી
Gujarat: Night curfew will be enforced in 8 metros, 27 cities till February 11 from 10 pm to 6 am
| Edited By: | Updated on: Feb 03, 2022 | 8:27 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા

રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ 150 વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ 300ની સંખ્યામાં યોજી શકાશે. 8 મહાનગરો સહિત 27 શહેરોમાં તા.11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો (Night Curfew) અમલ રાત્રે 10 થી સવારે 6 સુધી રહેશે.

• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના (Corona) સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય (Guideline) લેવામાં આવ્યા છે.

• આ નિર્ણયો આવતીકાલે એટલેકે તા. 4થી ફેબ્રુઆરી 2022થી અમલમાં આવશે અને તા. 11 મી ફેબ્રુઆરી 2022ના સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.
• રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
• બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે.
• રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 300 વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે.
• લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50 ટકા પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે .
• કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ તા.11 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.
• હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.
• હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે.

• મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તા. 4 થી ફેબ્રુઆરી 2022થી દરરોજ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

• રાત્રિ કર્ફ્યૂ હાલની જે સમયાવધિ તા.4-4-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા 11 ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.
• તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ 4થી ફેબ્રુઆરીથી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કર્ફ્યૂનો અમલ તા. 11 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે.
• રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી 11 ફેબ્રુઆરી 2022ના સવારે 6 સુધી અમલમાં રહેશે.


આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના 7606 કેસ નોંધાયા, 34ના મોત

આ પણ વાંચો : Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા

Published On - 7:41 pm, Thu, 3 February 22