Gujarat Municipal Election 2021 : 6 પાલિકાની ચૂંટણીમાં હાર બાદ અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાં

Gujarat Municipal Election 2021 : રાજ્યમાં છ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ અગ્રેસર છે. ત્યારે કોંગ્રેસના તમામ મહા પાલિકામાં સૂપડાં સાફ થયાં છે.

Gujarat Municipal Election 2021 : 6 પાલિકાની ચૂંટણીમાં હાર બાદ અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાં
Follow Us:
| Updated on: Feb 23, 2021 | 6:03 PM

Gujarat Municipal Election 2021 : રાજ્યમાં છ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ અગ્રેસર છે. ત્યારે કોંગ્રેસના તમામ મહા પાલિકામાં સૂપડાં સાફ થયાં છે. કોંગ્રેસનો રકાસ થવાથી શહેરના પ્રમુખોએ રાજીનામું આપવાની શરૂઆત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં સારુ પ્રદર્શન કર્યું છે. ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી વધુ ખરાબ થઇ છે. કોંગ્રેસની કારમી હાર બાદ અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરના કોંગ્રેસના શહેર પ્રમુખોએ રાજીનામાં આપ્યા છે.

શશિકાંત પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ

AHMEDABADમાં શશીકાંત પટેલનું રાજીનામું

અમદાવાદમાં ગત ચૂંટણી કરતાં પણ આ વખતે કોંગ્રેસને ખૂબજ ઓછી સીટો મળી છે. ટિકીટ ફાળવણીમાં પણ અમદાવાદમાં કોંગ્રેસમાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજીનામું ધરી દીધું હતું. પરંતુ 2015 કરતાં આ વખતે કોંગ્રેસને અમદાવાદમાં અડધાથી પણ ઓછી સીટો મળી છે. અને પક્ષના દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયાં છે. જેથી શહેર પ્રમુખ શશીકાંત પટેલે રાજીનામું આપ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

બાબુભાઇ રાયકા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ

SURATમાં બાબુભાઈ રાયકાએ રાજીનામું મોકલ્યું

સુરતમાં બાબુભાઈ રાયકાએ કોંગ્રેસના પરાજયને લઈને રાજીનામું આપ્યું છે. બાબુભાઈ રાયકાએ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે કે સુરતની જનતાના જનાદેશને સ્વીકારીને હું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. ભાજપ પર આક્ષેપ કરતા વોર્ડ 17ના કોંગ્રેસના ઉમેદવાર અને શહેર પ્રમુખ અશોક ડાંગરે કહ્યું કે, અમને પ્રજાનો ચુકાદો શિરોમાન્ય છે, પરંતુ એ નક્કી છે કે ભાજપ સત્તાધારી પક્ષ છે અને તેના દબાણથી જ પરિણામો આવ્યા છે.

અશોક ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ

BHAVNAGARમાં પ્રકાશ વાઘાણીનું રાજીનામું

ભાવનગરમાં કોંગ્રેસનો રકાસ થતાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું છે. હારની જવાબદારી સ્વીકારી જણાવ્યું છેકે, અણધાર્યા પરિણામથી દુઃખ સાથે ખેદની લાગણી અનુભવું છું. ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. માત્ર વોર્ડ નં.5ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી મળી છે. વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 12 ભાજપની પેનલનો વિજય થયો છે. ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ કરી છે. વોર્ડ નં. 1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે.

VADODARAમાં પ્રશાંત પટેલે હારની જવાબદારી સ્વીકારી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં 65 બેઠક પર ભાજપનો વિજય થયો છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે હારની જવાબદારી સ્વીકારીને પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું છે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">