સામાન્ય રીતે સાસુ-વહુની નોકઝોક ઘરની ચાર દિવાલ અંદર હોય છે. પરંતુ આ જ તકરાર ચૂંટણીના ચૌરે પહોંચે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે. આવી જ કંઈક પરિસ્થિતિ ગીર સોમનાથના ઉના તાલુકાના દેલવાડા ગામમાં સર્જાઈ છે, દેલવાડા ગામમાં સાસુ-વહુ સામ-સામે જંગે ચડ્યા છે. આ અન્ય કોઈ નહી પરંતુ ચૂંટણી જંગ છે.
દેલવાડામાં સરપંચ પદ માટે સાસુ-વહુએ સામ-સામે ઉમેદવારી નોંધાવી છે અને પોતપોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે ગામના મતદારો વિસામણમાં છે કે સાસુને મત આપવો કે વહુને મત આપવો.
સાસુ- વહુ બંને એક સાથે અને એક જ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનું કારણ પણ રોચક છે. જેમાં સાસુ જીવીબેન બામણીયાના પતિનું નિધન થયું છે. તેમના પતિની ઈચ્છા હતી કે જીવીબેન ગામનું સુકાન સંભાળે આથી જીવીબેને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તેમના વહુ પૂજાબેન બામણીયાના પતિ વિજયભાઇ બામણીયા અગાઉ સરપંચ હતા.
પરંતુ આ ટર્મમાં સરપંચ પદ મહીલાઓ માટે અનામત હોવાથી તેમણે તેમના પત્નિ પૂજાબેનને સરપંચ પદ માટે ચૂંટણી લડવા તૈયાર કર્યા છે. જો કે એક જ પરિવારના બે મહીલાઓ ઉમેદવારી નોંધાવી છે છતા મતદારો પણ મતદાન માટે સ્પષ્ટ છે.
મતદારોના જણાવ્યા પ્રમાણે વિકાસ કામને પ્રાધાન્ય આપે તેઓને જ મત આપશે હાલ તો હવે એ જોવાનું રહ્યું ઘરમાં શાસન ચલાવવા નોકઝોક કરતા સાસુ-વહુ બંનેમાંથી કોના હાથમાં ગામના શાસનની ધૂરા આવશે.
આ પણ વાંચો : રાહતના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર યુકે અને સિંગાપુરથી આવેલા 228 યાત્રીઓ કોરોના નેગેટિવ
આ પણ વાંચો : અમદાવાદ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં પોલીસને વધુ એક કડી મળી, આ રીતે ચલાવાતું હતું ડ્રગ્સ નેટવર્ક