ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માગ સાથે ડિજીટલ અભિયાન શરૂ, હેશટેગ સાથે હજારો ટ્વીટ થતા ટ્રેન્ડમાં આવ્યો મુદ્દો, ચૂંટણીનો બહિષ્કાર કરવાની યુવાનોએ આપી ચીમકી

|

Jul 16, 2020 | 10:54 AM

ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે કે જેમાં સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો પરીક્ષાની તારીખોનું એલાન કેમ ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. […]

ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માગ સાથે ડિજીટલ અભિયાન શરૂ, હેશટેગ સાથે હજારો ટ્વીટ થતા ટ્રેન્ડમાં આવ્યો મુદ્દો, ચૂંટણીનો બહિષ્કાર કરવાની યુવાનોએ આપી ચીમકી

Follow us on

ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે કે જેમાં સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો પરીક્ષાની તારીખોનું એલાન કેમ ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. આ મુદ્દો ટ્વિટર પર હેશટેગ ટ્રેન્ડિંગમાં આવી ગયો અને  26 હજારથી વધુ ટ્વિટ નોંધાઈ ગઈ. આ સાથે જ યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

#પહેલા રોજગારી પછી ચૂંટણી હૅશટૅગ સાથે ગુજરાતના યુવાનો સીધો સંદેશ સરકારને અપાયો છે કે, જ્યાં સુધી સરકાર યુવાનોના બેરોજગારી અને જે સરકારી ભરતી પ્રક્રિયા અટકી પડી છે એના મુદ્દાનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી ચૂંટણી કરવાનો પણ એને કોઈ હક નથી. જો એવું થશે તો ચૂંટણીનો બહિષ્કાર થશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

દિનેશ બાંભણિયાએ આ મુદ્દે જણાવ્યું કે, જે યુવાનો ભરતી માટે રાહ જોઈ રહ્યાં છે તેઓ આ હેશટેગ પર ટ્વિટ કરે. આ પહેલા પણ યુવાનોએ આંદોલન માટે ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો ત્યારે ફરી એકવાર વિદ્યાર્થીઓ નવા હેશટેગ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવ્યાં છે. આજના હેશટેગ એના માટે છે કે જો ચૂંટણીની તારીખ જાહેર થઈ શકતી હોઈ તો પરીક્ષાની તારીખ કેમ જાહેર ના થઈ શકે. સરકાર બેરોજગારીનું પહેલા વિચારે પછી ચૂંટણીનું વિચારે. જો સરકારને ગુજરાતના બેરોજગારોની ચિંતા હશે તો કંઇક નિર્ણય લેશે. બાકી સમજી લેવાનું કે સરકારને બેરોજગારોની નહીં, ફકત પોતાના મત અને ચૂંટણીની ચિંતા જ છે.

Next Article