ગુજરાતમાં પથ્થલગડી ચળવળ ચલાવવા માટે આવેલા ઝારખંડના ખૂંટી જિલ્લાના બે સહિત ત્રણ નકસલવાદી ઝડપાયા,નકસલી પ્રવૃત્તિની સામગ્રી તથા મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા

|

Jul 25, 2020 | 3:20 AM

ગુજરાત ATSની ટીમે તાપી જિલ્લાના વ્યારા ખાતેથી 3 નક્સલીની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ ઝારખંડના રહેવાસી છે અને ગુજરાતના વ્યારામાં આદિવાસી વિસ્તારોમાં સતીપતી સંપ્રદાય પથ્થલગડી વિચારધારાઓનો પ્રચાર કરી હિંસક વાતાવરણ ઉભું કરી સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરતા હતા. પોલીસને તેમની પાસેથી નક્સલી પત્રિકાઓ અને લેપટોપ મળી આવ્યા છે. ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી […]

ગુજરાતમાં પથ્થલગડી ચળવળ ચલાવવા માટે આવેલા ઝારખંડના ખૂંટી જિલ્લાના બે સહિત ત્રણ નકસલવાદી ઝડપાયા,નકસલી પ્રવૃત્તિની સામગ્રી તથા મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા
http://tv9gujarati.in/gujarat-ma-patth…y-pan-madi-aavyu/ ‎

Follow us on

ગુજરાત ATSની ટીમે તાપી જિલ્લાના વ્યારા ખાતેથી 3 નક્સલીની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ ઝારખંડના રહેવાસી છે અને ગુજરાતના વ્યારામાં આદિવાસી વિસ્તારોમાં સતીપતી સંપ્રદાય પથ્થલગડી વિચારધારાઓનો પ્રચાર કરી હિંસક વાતાવરણ ઉભું કરી સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરતા હતા. પોલીસને તેમની પાસેથી નક્સલી પત્રિકાઓ અને લેપટોપ મળી આવ્યા છે.

ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે તાપી જિલ્લાના વ્યારામાં મૂળ ઝારખંડના અને સતીપતી સંપ્રદાયના પથ્થલગડી ચળવળના અનુયાયીઓ આદિવાસી વિસ્તારમાં ઉશ્કેરણી કરી હિંસક કૃત્ય થાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેના આધારે વ્યારામાં ATSની ટીમે દરોડો પાડી સામુ ઓરૈયા, બિરસા ઓરૈયા અને બબીતા કછપની ધરપકડ કરી હતી. આરોપીઓ ઝારખંડમાં અલગ અલગ ગુનાઓમાં ફરાર છે.

ઝડપાયેલા આરોપીઓ સતીપતી સંપ્રદાયના અનુયાયીઓમાં હિંસક ઉશ્કેરણી કરે છે. ATSની ટીમે ઘરમાં તપાસ કરતા નકસલી પ્રવૃત્તિની સામગ્રી મળી આવી હતી. મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા હતા જેમાં તપાસ કરતા ગુજરાતમાં બિરસા અને સામુ પથ્થલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે પૈસા એકત્રિત કરવામાં આવ્યા હતા. પથ્થલગડી આંદોલન પદ્ધતિ અપનાવી અને સ્થાનિક આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરતા હતા. ATSની ટીમે ત્રણેયની વધુ પૂછપરછ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Published On - 3:01 am, Sat, 25 July 20

Next Article