સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 9 સેમી દૂર છે. સિઝનમાં પ્રથમવાર જીવાદોરી છલોછલ થઇ છે. ડેમના 5 દરવાજા ખોલાયા છે. 42 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 4 ઇંચ વરસાદથી જૂનાગઢમાં જળબંબાકાર છે, તો સુરેન્દ્રનગરના વસ્તડી કોઝવે પર ફરી વળતા 40 ગામનો સંપર્ક તૂટ્યો છે. ફરીવાર વડોદરાના હાલ બેહાલ થયા છે. વિશ્વામિત્રીની સપાટી વધતા તંત્ર એલર્ટ પર છે. 300 લોકોનું સ્થળાંતર કરાવામાં આવ્યુ છે. NDRFની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે. શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા મનપા પાપે પ્રજા પરેશાન છે. રસ્તા પર પડેલા ખાડામાં પિતા-પુત્ર પડ્યા હતા. જે પછી સ્થાનિકોએ તેંમને બહાર કાઢ્યા, બેરિકેડિંગના અભાવે દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યુ છે.
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ અને પવનના કારણે તારાજી સર્જાઈ છે. ભારે પવનના કારણે વીજ પુરવઠાને અસર પહોંચી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 300 સ્થળે વીજ પુરવઠો બંધ થયાની ફરિયાદ વીજ વિભાગને મળી છે. ભારે પવનના કારણે 50થી વધુ વીજપોલ અને TC ક્ષત્રિગ્રસ્ત થયા છે. લખતર અને મૂળી વિસ્તારના 10 થી વધુ ગામોમાં 72 કલાકથી વીજળીનો પુરવઠો ખોરવાયો છે. વીજળીના અભાવે ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે. 72 કલાક બાદ પણ વીજ પુરવઠો પૂર્વવત ન થતા વીજ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
જૂનાગઢ: જોષીપુરા અંડરપાસ હજુ પાણી-પાણી છે. વરસાદે વિરામ લીધાના 14 કલાક બાદ પણ પાણી ન ઓસર્યા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. રોજ મોટી સંખ્યામાં અહીંથી વાહનો પસાર થાય છે. દર વર્ષે ચોમાસામાં અહીં પાણી ભરાતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.
અમદાવાદ: નવરાત્રિના આયોજનને લઇ વિવાદ સર્જાયો છે. AMCના મેદાનોમાં થતા ગરબા આયોજન સામે HCમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે AMCના એસ્ટેટ વિભાગ સામે આક્ષેપ લગાવ્યા છે કે સર્ક્યુલરનું ઉલ્લંઘન કરી મેદાન આપી દીધા છે. નવરાત્રિ માટે નિયમ વિરૂદ્ધ મેદાન અપાયા છે. સ્ટેન્ડિંગ કમિટીએ હરાજી વિના અન્ય વ્યક્તિને મેદાન ફાળવ્યા છે. AMCના મેદાન પર આયોજન માટે 2 મહિના પહેલા અરજી જરૂરી છે.
સરકારે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર મગફળી, અડદ અને સોયાબીનના પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્યમાં મગફળી, અડદ અને સોયાબીનનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયુ છે. 3 ઓક્ટોબરથી 31 સુધી મગફળી, સોયાબીન અને અડદનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે. લાભ પાંચમ બાદ 90 દિવસ સુધી સરકાર ખરીદી કરશે. ઇસમૃધ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે. 150થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી થશે.
CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણાં કરશે. આવતીકાલ સુધીમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાશે. CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણાં કરશે. CM આવતીકાલે કેવડીયા કોલોનીની મુલાકાતે જશે.
રાજ્યમાં વરસાદને લઇ અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રિની શરૂઆતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. 3થી 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાશે. મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયા વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગમાં વરસાદી ઝાપટું પડી શકે છે. 8થી 10 ઓક્ટોબર દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 8થી 10 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 10થી 14 ઓક્ટોબર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે. વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધી સાયક્લોન ચક્રવાકમાં પરિવર્તિત થઇ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં રહેશે.
સુપ્રીમ કોર્ટ આજે તિરુપતિ મંદિરના લાડુ બનાવવામાં વપરાતા ઘીમાં પશુ ચરબીની ભેળસેળના મામલામાં હસ્તક્ષેપની માંગ કરતી અનેક PILની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરશે.
સુરત: ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ વિવાદમાં આવ્યા છે. શરદ પાટીલ પાંડેસરા ભેસ્તાનના કોર્પોરેટર છે. તેમના પર બુટલેગર પાસેથી હપ્તો લેતા હોવાનો આરોપ લાગ્યો છે. માથાભારે ઇસમ સાથે મળી દારૂના અડ્ડા પરથી હપ્તા લેતા હોવાનો આક્ષેપ છે. કોર્પોરેટરના સાથીદાર વિરુદ્ધ અનેક ગંભીર ગુના નોંધાયેલા છે.
ભારતીય સિનેમામાં યોગદાન માટે અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થશે.
Union Minister Ashwini Vaishnaw tweets “Honoured to announce that the #DadasahebPhalke Selection Jury has decided to award legendary actor #MithunChakraborty for his iconic contribution to Indian Cinema. To be presented at the 70th #NationalFilmAwards ceremony on October 8″… pic.twitter.com/KGEt32i943
— Tv9 Gujarati (@tv9gujarati) September 30, 2024
રાજકોટઃ જસદણનું આલણસાગર તળાવ ઓવરફ્લો થયુ છે. 31.50 ફુટ પાણી ભરાતા ઓવરફ્લો થયુ છે. તળાવ ઓવરફલો થતા નીચાણવાળા 5 ગામોને એલર્ટ કરાયા છે. જસદણ, બાખલવડ ,આટકોટ, પાંચવડા,જસાપર ગામોને એલર્ટ કરાયા છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો નગરજનોમાં ખુશીનો માહોલ છે.
આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
જૂનાગઢ જિલ્લાનો મુખ્ય ડેમ ઓઝત 2 ડેમ 95 ટકા ભરાયો છે. ઓઝત 2 ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. 5700 ક્યુસેક પાણીની આવક થતા એટલી જ જાવક કરાઈ છે.આ ડેમ ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડે છે. રાત્રે વધુ વરસાદ પડતાં 6 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા.
નવરાત્રી પહેલા સુરત ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા મળી છે. સુરતમાં મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ સપ્લાય કરનાર અનિસખાન ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અનિસ ખાનને મુંબઈથી ઝડપી પાડ્યો. સુરતમાં જુદા જુદા 4 MD ડ્રગ્સના ગુનામાં આરોપી વોન્ટેડ હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુંબઇમાં આરોપીની વોચમાં હતી. સતત વોચમાં રહી મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડ્યો છે.
વડોદરાઃ ઠેર-ઠેર ખાડાને કારણે રાહદારીઓને હાલાકી પડી રહી છે. સંતરામનગરમાં પિતા-પુત્ર ખાડામાં ખાબક્યા હતા. પુત્રને બચાવવા જતા પિતા પણ ખાડામાં પડ્યા હતા. સ્થાનિકોએ પિતા-પુત્રને હેમખેમ બહાર કાઢ્યા હતા. સાઈન બોર્ડ, બેરિકેટ મુક્યા વગર પાલકિએ ખાડા ખોદી નાંખ્યા.
જૂનાગઢઃ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સતત ધોધમાર વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ પાણી-પાણી થયુ છે. ભવનાથ તરફ ન જવા કલેક્ટરે અપીલ કરી છે. વરસાદના કારણે ભવનાથ તરફ ન જવા સૂચના આપી છે. કાળવા નદીમાં પણ પૂરની સ્થિતિ છે.
Published On - 7:35 am, Mon, 30 September 24