31 ઓક્ટોબરના મહત્વના સમાચાર : PM મોદી કેવડીયા સ્થિત SoU ખાતે પહોંચ્યા, સરદાર પટેલને PM મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી

આજે 31 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

31 ઓક્ટોબરના મહત્વના સમાચાર :  PM મોદી કેવડીયા સ્થિત SoU ખાતે પહોંચ્યા, સરદાર પટેલને PM મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી
| Edited By: | Updated on: Oct 31, 2026 | 9:46 AM

LIVE NEWS & UPDATES

  • 31 Oct 2026 09:46 AM (IST)

    નર્મદા: PM મોદીની ઉપસ્થિતિમાં સાંજે યોજાશે ભવ્ય એકતા પરેડ, 10 હજાર સુરક્ષાકર્મીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર

    નર્મદાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સાંજે ભવ્ય એકતા પરેડનું આયોજન કરવામાં આવશે. આ પરેડમાં અંદાજે 10 હજાર સુરક્ષા કર્મચારીઓ ભાગ લેશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ‘નક્સલમુક્ત ભારત’ની થીમ પર કરવામાં આવી રહી છે. પરેડમાં ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળોએ મેળવેલી સિદ્ધિઓ અને તેમના યોગદાનને વિશેષ રીતે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા દળોના શૌર્યની ઝલક પણ પરેડમાં જોવા મળશે. દેશની સુરક્ષા માટે સમર્પિત જવાનોના સાહસ અને બલિદાનને આ કાર્યક્રમ દ્વારા બિરદાવવામાં આવશે.

  • 31 Oct 2026 08:06 AM (IST)

    વડોદરા: CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

    વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડમાં સેંકડો યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ યુવાનો સાથે ‘રન ફોર યુનિટી’માં ભાગ લીધો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો.


  • 31 Oct 2026 08:03 AM (IST)

    વડોદરા: ડભોઈમાં Dy CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એકતા દિવસની ઉજવણી

    વડોદરાના ડભોઈમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ‘રન ફોર યુનિટી’માં ભાગ લીધો હતો અને ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના સંકલ્પ લેવડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાઓને એકત્ર કરીને ભારતને એક રાખવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું. સરદાર પટેલના આદર્શોને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે સૌને સંકલ્પ કરાવ્યો હતો કે, આવનારી પેઢી એકતાની ભાવના સાથે દેશના વિકાસની દોડમાં સહભાગી બને.

  • 31 Oct 2026 07:56 AM (IST)

    આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, રાષ્ટ્રપતિ મુર્મુ અને ગૃહમંત્રી શાહે શ્રદ્ધાંજલિ આપી

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી.

આજે 31 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:55 am, Sat, 31 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.