આજે 29 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
દિવાળીના તહેવાર પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નિર્ણય લેવાયો છે. ભેળસેળયુક્ત મીઠાઈ અથવા ફરસાણ ગ્રાહકો સરળતાથી જાતે જ તપાસી શકે તે માટે રેપીડ કીટ ફરજિયાત રાખવા નિર્ણય લેવાયો છે. રૂપિયા 5 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા તમામ વેપારીઓએ રેપીડ કીટ રાખવી ફરજીયાત રહેશે. માવાનું ઉત્પાદન કરતા તમામ એકમોએ ફરજિયાત રેપિડ કીટ રાખવી પડશે. 350 વેપારીઓએ રેપીડ કીટ વસાવી હોવાનું સામે આવ્યું. આવા તમામ એકમો એ લોકો જાતે જ સ્થળ પર ચેકિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી પડશે.
રાજ્યમાં કથિત વીજ સંકટ મામલે AMC નો મોટો નિર્ણય. આ વર્ષે ફક્ત 7 સ્થળો પર જ લાઈટ ડેકોરેશન કરવામાં આવશે. રિવરફ્રન્ટ પરના 6 બ્રિજ અને ભદ્રકાળી મંદિરે જ લાઇટિંગ કરવામાં આવશે. અન્ય એકેય સ્થળો પર AMC ડેકોરેશન લાઇટિંગ કરશે નહીં. લાઇટિંગના સમયમાં પણ મોટો કાપ મૂકવામાં આવશે. ગત વર્ષે સાંજે 7 થી પરોઢિયે 6 સુધી લાઈટ ચાલુ રાખવામાં આવતી હતી. આ વર્ષે સાંજે 7 થી મધરાત 1 વાગ્યા સુધી જ ડેકોરેશનની લાઈટ ચાલુ રાખવામાં આવશે.દિવાળી અને નવા વર્ષે આખી રાત ડેકોરેશન લાઈટ ચાલુ રાખવામાં આવશે.
કર્ણાટક સરકારે દૂધના ભાવમાં પ્રતિ લિટરે, રૂપિયા 8નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા ભાવ 1લી નવેમ્બરથી અમલમાં આવશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી લાખો ખેડૂત પરિવારો કે જેઓ પશુપાલક છે તેમને લાભ થશે.
વડોદરામાં સામૂહિક આપઘાતના મામલે પોલીસે કેટલાક ખુલાસા કર્યાં છે. વડોદરાની નરસિંહજીની પોળમાં સામુહિક આપઘાત અંગે Acp જી. બી. બાભણીયાએ વિગતો જાહેર કરી છે. પોસ્ટમોર્ટમમાં ફાંસો ખાઈ મોત થયાનું સામે આવ્યું છે. મૃતકો પાસેથી અલગ અલગ 3 સ્યુસાઈડ નોટ મળી આવી છે. આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ છે. અંદાજિત 33 લાખનું દેવું સામે આવ્યું. કારના બે હપ્તા પણ બાકી હતા. મકાન વેચી દેવું ચૂકતે કરવાની હિલચાલ કરતા હતા. હોસ્પિટલ પણ સારી રીતે ચાલતું ન હતું. મૃતક આરતી સોનીએ સ્યુસાઈડ નોટ જાતે લખી છે. જૈની અને નીલકંઠ સોનીની સ્યુસાઈડ નોટ પણ કબ્જે કરી છે. બે સંતાનોએ હોસ્પિટલ સારી રીતે ચાલે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. આરતી સોનીના માતા, પિતા, ભાઇ અને પતિનું અવસાન થતા ડિપ્રેશનમાં હતા. સંતાનો આર્થિક સંકળામણથી ડિપ્રેશનમાં હતા. મૃતકોના મોબાઈલ FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
વરસાદને લઈ હવામાન વિભાગની અગાહી. વેસ્ટર્ન ડીસ્ટર્બન સક્રિય થતાં વરસાદની કરાઈ આગાહી. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી. આગામી 2 દિવસ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ.
ગાંધીનગરના સાદરામાં વાતાવરણ માં પલટા સાથે પડ્યો કમોસમી વરસાદ. માવઠાની આગાહી પ્રમાણે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદને કારણે ખેતીમાં નુકસાનની ભીતિ
અમદાવાદ સ્પેશિયલ POCSO કોર્ટે બે કેસમાં સંભળાવી મહત્વની સજા. 69 વર્ષીય વૃદ્ધ આરોપી સુરેશ મનવરને 7 વર્ષની સજા ફટકારી છે. બાળકીને ઘરે બોલાવી દુષ્કર્મના પ્રયાસના કેસમાં સજા કરી છે. 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપી ભાસ્કર વાઘમારેને કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા. આરોપીએ સગીરાને સાપુતારા લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર, 2026 ની સાંજે એકતાનગર પહોંચશે. અહીં તેઓ નર્મદા ઘાટ ખાતે યોજાતી નર્મદા આરતીમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ₹ 15.10 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટને અપગ્રેડ કરવામાં આવ્યો છે.
અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, “ભાજપ એક ‘ફ્લોપ શો’ બની ગયો છે. વારાણસીમાં, ભાજપ શરૂઆતની મતગણતરીમાં હારી ગયો અને ત્યારબાદ પુનઃગણતરીમાં પણ હારી ગયો, એટલે કે મતોની ગણતરી બે વાર કરવામાં આવી, અને બંને વખતે ભાજપ તથા તેના સાથી પક્ષોને પરાજયનો સામનો કરવો પડ્યો. આ ‘ડબલ એન્જિન’ માટે ‘ડબલ હાર’ સમાન છે.
અમદાવાદ ડ્રગ્સ કેસમાં PMLA અંતર્ગત EDના દરોડા. મુંબઈ અને ગુજરાતમાં 11 સ્થળોએ ED ટીમના દરોડા. ડ્રગ્સ કેસના આરોપી નવીન ચીચકર મામલે PMLA અંતર્ગત ED ની તપાસ. EDની તપાસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો. નવીન ચીચકર કોકેઈન, હાઇડ્રોપોનિક ગાંજો, LSD તેમજ કેનાબીસ એડિબલના વેપાર સાથે સંકળાયેલો છે. ડ્રગ્સના રૂપિયાની વિદેશમાં હવાલા અને ક્રિપ્ટોકરન્સી થકી હેરફેર કરતો હોવાનું સામે આવ્યું
નવીન સામેની NCB ની તપાસમાં જાન્યુઆરી 2025 ઓટ્રેલિયાનું પાર્સલ મળ્યું. NCBની તપાસમાં પાર્સલમાંથી 200 ગ્રામ દક્ષિણ અમેરિકાનું કોકેઈન મળી આવ્યું. જેના આધારે NCB ની ટીમ ડ્રગ્સ કેસમાં સંદોળવાયેલા નવીન ચીચકર સુધી પહોંચી. નવીન મલેશિયાથી ડિપોર્ટ થતા તેની ભારતમાં ધરપકડ કરવામાં આવી. જે પછી નવીનના ભાઈ ધીરજની પણ ધરપકડ કરી લેવામાં આવી.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને સવલત માટે PM મોદી દ્વારા મોટી ભેટ મળશે. 31 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદી એકતાનગર રેલવે સ્ટેશન પાસે IRCTCની ભવ્ય નવી હોટેલનું ઉદ્ઘાટન કરશે. આશરે બે એકરમાં ફેલાયેલી ₹.52.50 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન હોટેલ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે. 127 આધુનિક રૂમ, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ, કેફેટેરિયા અને ભવ્ય બેન્ક્વેટ હોલથી સજ્જ બન્યું નવું નજરાણું. રેલવે મુસાફરોને થશે સીધો ફાયદો. એકતાનગર રેલવે સ્ટેશનની બિલકુલ નજીક હોવાથી દેશ-વિદેશથી ટ્રેન મારફતે આવતા પ્રવાસીઓને સીધો લાભ મળશે. રોજગારી અને વેપારને વેગ જેમાં હોટેલ સંચાલન, હાઉસકીપિંગ અને કેટરિંગ ક્ષેત્રે સ્થાનિક યુવાનો માટે પ્રત્યક્ષ રોજગારીની વિશાળ તકો સર્જાશે. વિશાળ કોન્ફરન્સ સુવિધાઓને કારણે એકતાનગર હવે બિઝનેસ મીટિંગ્સ અને કોર્પોરેટ ઈવેન્ટ્સનું પ્રમુખ કેન્દ્ર બનશે. 3 કરોડથી વધુ પ્રવાસીઓનો વિશ્વાસ, રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નાઇટ સ્ટે અને લોકલ ઈકોનોમીને મળશે મોટું પ્રોત્સાહન.
અમદાવાદ: સાંતેજ ફોક રાસ ગરબા દરમિયાન યુવક પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આરોપી ભાવિક ગજ્જરે આગોતરા જામીન માટે અરજી કરી છે. રિચી રીચ પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જર સામે સાંતેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. જોકે, ફરિયાદ નોંધાયા બાદથી ભાવિક ગજ્જર પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ફરિયાદ થયા બાદ ભાવિક ગજ્જરે સોશિયલ મીડિયા પર બે અલગ-અલગ વીડિયો પણ પોસ્ટ કર્યા હતા. હવે આગોતરા જામીન અરજીને પગલે આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
સુરતમાં પહેલા માળેથી પટકાયેલા યુવકનું ચાર દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવક અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ દુર્ઘટનામાં યુવકની આંખ અને ખોપડીમાંથી લોખંડનો સળિયો આરપાર નીકળી ગયો હતો, જેના કારણે તેની હાલત ગંભીર બની હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાર દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. જોકે, સારવાર દરમિયાન યુવકે દમ તોડી દેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર વિભાગ સતર્ક બન્યું છે. શહેરમાં ફટાકડાનું વેચાણ કરતા એકમો, સ્ટોલ અને દુકાનોમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ તપાસ દરમિયાન ફાયર સેફ્ટીનાં સાધનો ઉપલબ્ધ છે કે નહીં અને નિર્ધારિત સુરક્ષા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. તહેવાર દરમિયાન ફટાકડાના વેચાણ અને સંગ્રહને કારણે આગની દુર્ઘટના ન સર્જાય તેમજ નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગે ફટાકડા વેચતા વેપારીઓને સુરક્ષાનાં તમામ નિયમોનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. દિવાળીના તહેવાર દરમિયાન આગની સંભવિત ઘટનાઓને રોકવા માટે વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.
અમદાવાદ: રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે રાજ્ય સરકારે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટીમાં મિતેશ ભટ્ટ, જીગ્નેશ પટેલ અને મનુ રાવલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી યોગ્ય લાયકાત અને મેરીટના આધારે થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કમિટીને સોંપવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને નિયમો અનુસાર ભરતી થાય તે માટે કમિટી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે. રાજ્ય સરકારે આ કમિટીની નિમણૂક એક વર્ષના કાર્યકાળ માટે કરી છે.
વાવ-થરાદ જિલ્લામાં પશુપાલકોને રાહત આપવા માટે થરાદ અને રાહ તાલુકામાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. આ કેન્દ્રો પરથી પશુપાલકોને માત્ર રૂ. 2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવામાં આવશે. એક પશુ દીઠ દરરોજ 4 કિલોની મર્યાદા મુજબ 15 દિવસનો ઘાસચારો વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, એક પશુપાલક વધુમાં વધુ પાંચ પશુ માટે જ ઘાસચારો મેળવી શકશે. પશુપાલકોને સસ્તા ભાવે ઘાસચારો ઉપલબ્ધ થતાં પશુઓના નિભાવ ખર્ચમાં રાહત મળવાની આશા છે. ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ થતાં સ્થાનિક પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વ્યવસ્થાથી ઘાસચારાની અછતનો સામનો કરી રહેલા પશુપાલકોને મદદ મળશે.
મહેસાણા જિલ્લાના થાંગણા ગામે પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે યુવક પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો, જ્યાં પ્રેમિકાના પરિવારજનોએ તેને પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ ધોકા સહિતનાં હથિયારોથી યુવકને માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકની હત્યા પાછળના સંજોગો અને ઘટનામાં સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
તાપી જિલ્લાના રાનવેરી ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ઘરેથી કામ માટે નીકળેલા એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કરતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે વન વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે, જ્યારે ટ્રેપ કેમેરાની મદદથી દીપડાની હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ, વન વિભાગ દ્વારા ગામલોકોને સાવચેત રહેવા અને ખાસ કરીને ઘરની બહાર નીકળતી વખતે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઘટના બાદ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી જાહેર થતાં ડેરીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી 6 નવેમ્બરના રોજ બંને પદ માટે ચૂંટણી યોજાશે. સાબર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત અઢી વર્ષની હોય છે. હાલમાં શામળ પટેલ ચેરમેન અને ઋતુરાજ પટેલ વાઇસ ચેરમેન તરીકે કાર્યરત છે. હવે અઢી વર્ષની મુદત પૂર્ણ થવાની પ્રક્રિયા વચ્ચે બંને પદ પર ફરીથી આ જ નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે કે નવા ચહેરાઓને તક મળશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. ચૂંટણીની જાહેરાત થતાં જ ડેરીના રાજકારણમાં હલચલ વધી છે અને 6 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં શું પરિણામ આવશે તેના પર સૌની નજર મંડાઈ છે.
વડોદરાના નરસિંહજીની પોળ વિસ્તારમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક માતા અને બંને સંતાન ‘ઝેપ્સ હેલ્થ કેર’ કંપનીના માલિક પરિવારનાં સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પરિવારના ત્રણેય સભ્યોએ આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા ઘટનાના વિવિધ પાસાઓની તપાસ કરી આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાનની આગાહી મુજબ, 29 અને 30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 30 ઓક્ટોબરે તાપી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હળવો વરસાદ વરસી શકે છે. બીજી તરફ, રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જોકે મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. त्यामुळे આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.
Published On - 7:49 am, Thu, 29 October 26