આજે 28 ઓક્ટોબર 2026ને બુધવારના સમાચારઃ કેન્દ્રના ધોરણે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવા માંગ | ઓપરેશન ગંગાજળ અંતર્ગત બે અધિકારીને સરકારી ખુરશી પરથી ઉઠાડીને ઘરે બેસાડી દીધા. | મોરબીના રવાપર રોડ પર અસામાજિક તત્વોએ બ્રેજા કારને લગાવી આગ. | વડોદરાના માંડવી વિસ્તારની દલા પટેલની પોળમાં સામુહિક આપઘાત. | બોટાદ નજીક ઓખા-ભાવનગર ટ્રેનને ઉથલાવવાના કાવત્રામાં અળવ ગામના 2 આરોપીને જન્મટીપની સજા. | વડોદરાના સાવલીના ભાદરવા ગામે બે ગાયની લડાઇમાં 55 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત. | ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ ઉપર થયેલ 34 લાખની લૂંટ અને અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો. | અમદાવાદ RTOનો સપાટો, એગ્રીગેટર સર્વિસીઝ વ્હાઇટ નંબર પ્લેટવાળા બાઇકને સવા લાખ રુપિયાનો દંડ, OLA, UBER અને રેપિડોને ફટકારી નોટિસ. | પંચમહાલમાં રૂ. 57,200 ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો. | મહેમદાવાદ તાલુકાના કેશરા ગામની મુવાડી પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત, 2 મહિલાના મોત. | વીજ તાર તૂટ્યો હોવાના કારણે શેરડીના ખેતરમાં આગ લાગી હોવાનો સૂત્રાપાડાના મટાણાના ખેડૂતનો આક્ષેપ.
કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે 3 ટકા મોઘવારી ભથ્થાની જાહેરાત કરાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈથી 60 ટકા થી વધારી 63 ટકા કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના પગાર ધોરણોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરેલ હોવાથી, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલા ભથ્થું જાહેર કરવામાં આવે તેવી માંગ રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાતે કરી છે.
મોરબીમાં અસમાજિક તત્વોની કરતૂત. મોરબીના રવાપર રોડ પર આવેલ અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલ સુઝુકી બ્રેજા કાર ને આગ લગાવી. બે અજાણ્યા ઈસમોએ જવલનશીલ પદાર્થ છાંટી કાર માં આગ લગાવી. આગ લગાવનારા અજાણ્યા ઇસમોને શોધી કાઢવા પોલીસ મથકે અરજી કરાઇ. સીસીટીવી ને આધારે પોલીસ દ્વારા આ ઇસમોની શોધખોળ શરૂ કરી.
વડોદરામાં માતાએ બે સંતાનો સાથે સામુહિક આપઘાત કર્યો. 47 વર્ષીય માતાએ પુત્ર અને પુત્રી સાથે આપઘાત કરી લીધો. માંડવી વિસ્તારની દલા પટેલની પોળમાં કરૂણાંતિકા સર્જાઇ. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોળમાં ઘટનાસ્થળે પહોંચ્યા. સામુહિક આપઘાતનાં કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી.
બોટાદ કોર્ટનો ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કેસમાં ચુકાદો. ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં 2 આરોપીને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. 25 સપ્ટેમ્બર 2024ની રાત્રે કુંડલી પાસે બની હતી ઘટના. ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકી ટ્રેન ઉથલાવવાનો કરાયો હતો પ્રયાસ. ઓખા-ભાવનગર ટ્રેનને ઉથલાવી મુસાફરોને લૂંટવાનું રચ્યુ હતુ કાવતરું. રાણપુર તાલુકાના અળવ ગામના 2 આરોપીને જન્મટીપ સજા ફરમાવાઈ છે. 55 દસ્તાવેજી પુરાવા અને 15 સાક્ષી બાદ કોર્ટનો ચુકાદો.
દેશને નશા મુક્ત બનાવવાના ભાગરૂપે ગુજરાતમાં વ્યાપક જન જાગૃતિ અને ડ્રાઈવનું આયોજન. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા રાજ્યમાં જન જાગૃતિ અને ડ્રાઈવ કરવામાં આવી. 572 જેટલા જન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને 213 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરાયું. 25 મેડિકલ સ્ટોરમાં ગેરરીતિ પકડાતાં નોટિસ આપવામાં આવી. સબસ્ક્રીપ્શન વગર દવાઓનું વેચાણ કરાતું હોવાનું ધ્યાને આવતાં કાર્યવાહી કરવામાં આવી.
બે ગાયની લડાઇમાં 55 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત. વડોદરાના સાવલી તાલુકાનાં ભાદરવા ગામે બની ઘટના. દેવીસિંહ વાઘેલાને ગાયની લડાઇમાં થઇ ગંભીર ઇજાઓ. ગંભીર ઇજાગ્રસ્તનું ટૂંકી સારવાર બાદ થયુ મોત.
ઉત્તર પ્રદેશના રામપુરના સિંઘનખેડા ગામમાં, જૌહર નગરમાં આવેલ જૌહર યુનિવર્સિટી પરિસર ‘મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ’ના કબજા હેઠળ છે. આ ટ્રસ્ટની સ્થાપના સમાજવાદી પાર્ટીના નેતા, ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી મોહમ્મદ આઝમ ખાને કરી હતી અને તેઓ જ તેનું સંચાલન કરે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગના એક કેસના સંબંધમાં, આઝમ ખાન સાથે સંકળાયેલી રામપુર સ્થિત ‘મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી’ની જમીન અને ઈમારતોને કામચલાઉ ધોરણે જપ્ત (અટેચ) કરી છે. આ સંપત્તિનું બજાર મૂલ્ય અંદાજે 1170 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કર્યો છે. સોશિયલ મીડિયા ‘X’ પરની એક પોસ્ટમાં તેમણે લોકોને અનુમાન લગાવવા કહ્યું કે, MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી છે, સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો કે આ મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ચાર મુખ્ય રાજ્યોની 28 MLC બેઠકોના પરિણામોના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી અને પોતાની પોસ્ટમાં એક ‘સ્માઈલી’ ઈમોજી પણ સામેલ કર્યું હતું.
ઓઢવમાં થયેલી 34 લાખની લૂંટ અને અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો. અપહરણ અને લૂંટ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પ્રિતમ ગોહિલની ધરપકડ કરી. લૂંટનું કાવતરું ઘડી સાગરીતોને ટીપ આપી હતી. લૂંટ માટે સાગરીતને 5 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. વિશ્વજીત ગોસ્વામી અને મહિપાલની નામના આરોપીની સંડોવણી હોવાની કબૂલાત. ઝડપાયેલો આરોપી સાબરમતીના લૂંટ અને મારામારીના ગુનામાં પણ વોન્ટેડ હતો. આરોપી સામે અગાઉ હત્યા સહિતના ગુનાઓ નોંધાયેલા છે. 21 ઓક્ટોબરે રાજેન્દ્ર પાર્ક રામરાજ્ય બ્રિજ પર લૂંટ થઈ હતી. GST અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદીને રોક્યો હતો.
સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ ફરિયાદી અને સાહેદનું અપહરણ કર્યું હતું. રોકડ રૂપિયા અને ત્રણ મોબાઇલ ફોન લૂંટી લીધા હતા.
પાટણની પોકસો કોર્ટે શિક્ષકને ફટકારી સજા. વિદ્યાર્થીની સાથે છેડતી મામલે શિક્ષકને ફટકારી સજા. 4 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો. પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થિનીને બોલાવી હતી શિક્ષકના ઘરે. એકલતાનો લાભ લઈ શિક્ષકે વિદ્યાર્થિનીને છેડતી કરવાનો કર્યો હતો પ્રયાસ. સતર્કતા દાખવી વિદ્યાર્થીની શિક્ષકની ચુંગાલમાંથી ભાગી ગઈ. વિદ્યાર્થીની તેની મિત્રના ફોનથી માતા પિતાને જાણ કરી હતી. B ડિવિઝન પોલીસ મથકે પોક્સો હેઠળ નોંધી હતી ફરિયાદ. આરોપી શિક્ષક રણજીત ચૌધરીને પોક્સો કોર્ટે. ગુરુ અને શિષ્યના સંબંધને ટાંકિને ફટકારી સજા.
અમદાવાદ RTOએ ઑનલાઇન એગ્રીગેટર સર્વિસીઝ સામે તવાઈ બોલાવી છે. ગુજરાતમાં પ્રથમ વખત એગ્રીગેટર પર ચાલતા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. OLA, UBER અને રેપિડોને અમદાવાદ RTO એ નોટિસ ફટકારી. એગ્રીગેટર કંપની સાથે જોડાયેલાં હોવા છતાંય ટ્રાન્સ્પોર્ટ રજિસ્ટ્રેશન નહિં. એગ્રીગેટર સાથે સંકળાયેલાં 31 વાહનોને RTO દ્વારા ડીટેઇન કર્યા. 10 ટુ વ્હીલર અને 21 ફોર વ્હીલર ડીટેઇન કરાયા અને 5 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. વ્હાઇટ નંબર પ્લેટવાળા બાઇકને સવા લાખ રુપિયા દંડ ફટકારાયો છે. અન્ય રાજ્યમાં રજિસ્ટર થયેલાં 21 ફોર વ્હીલર અમદાવાદમાં ચાલતાં હોવાનો ખુલાસો થયો છે. કંપનીઓને નોટિસ આપીને કઇ સર્વિસ માટે માન્યતા છે એનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘી નાં નમૂના લીધા. તહેવાર સમયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ થયો એક્ટિવ. 57,200 ની કિંમતનો શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરાયો. ગોધરાનાં કિશોરકુમાર હેમનાની પેઢીમાં ફૂડ વિભાગની તપાસ. શંકાસ્પદ ઘી નાં 3 નમૂના પૃથક્કરણ માટે લેબમાં મોકલાયા. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ થશે કાર્યવાહી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં ગુજરાત સરકારની વિદેશમાં રોકાણકારોને રીઝવવાની કવાયત તેજ. ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનો સિંગાપોર અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આમંત્રણ. ગુજરાતમાં વિદેશી રોકાણ અને ઔદ્યોગિક સહયોગ વધારવા પર ભાર. સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગની તકો પર ચર્ચા. વિદેશી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે બેઠકો યોજી ગુજરાતમાં ઉપલબ્ધ ઔદ્યોગિક તકોની રજૂઆત. ગુજરાતમાં નવી ટેકનોલોજી, રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો
અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી દોડશે ભારતીય રેલવેની ટ્રેનો. અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 તૈયાર થઈ ગયા છે. બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે પરંપરાગત ટ્રેનો દોડાવવાની દેશની પ્રથમ વ્યવસ્થા કરાઈ છે. નવા પ્લેટફોર્મ અને બ્રોડગેજ રેલવે લાઇનનું નિર્માણ પૂર્ણ કરી દેવાયું છે. પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12નું CRS દ્વારા સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ થયું. સુરક્ષા મંજૂરી અને જરૂરી પ્રક્રિયા બાદ ટ્રેનોનું સંચાલન શરૂ થશે. એક્સપ્રેસ, વંદે ભારત અને લોકલ ટ્રેનોને નવા પ્લેટફોર્મનો લાભ મળશે. જુલાઈ 2022થી બંધ પ્લેટફોર્મ નંબર 10 ફરી શરૂ કરવાની દિશામાં પ્રગતિ. અમદાવાદ–કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનનું કામ પણ મહત્વપૂર્ણ તબક્કે.
અસારવા–સાબરમતી A કેબિન વચ્ચે નવી બ્રોડગેજ બાયપાસ લાઇનનું પણ નિરીક્ષણ
ખેડાના મહેમદાવાદનાં કેશરા નજીક ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાઓનાં કરુણ મોત થયા છે. અમદાવાદ–ડાકોર હાઈવે પર આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાઓએ જીવ ગુમાવ્યા. મહેમદાવાદ તાલુકાના કેશરા ગામની મુવાડી પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અમદાવાદ–ડાકોર રોડ પર આઈસર વાહને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઈક પર સવાર બે મહિલાઓનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં. રોડ પર ખાડા પૂરવાની કામગીરી દરમિયાન ડિવાઈડર કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માત સર્જાયો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે આસપાસના લોકોનાં ટોળેટોળાં એકઠાં થયા. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી.
અમદાવાદના સ્પોર્ટ્સ ગુડ્સ અને એસેસરીઝના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીની સ્પોર્ટ્સ ગુડ્સ અને એસેસરીઝના ચીફ ઓપરેટિંગ ઓફિસર દ્વારા ઠગાઈ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. ગ્રાહકોના 22 લાખ રૂપિયાની બારોબાર ઉચાપત કરી. હિમાંશુ સિસોદિયા નામના વેપારીએ નોંધાવી ફરિયાદ. EOWમાં દિલ્હીના રિતેશ જૈન સામે નોંધાયો ગુનો.
ગીર સોમનાથના સુત્રાપાડાના મટાણા ગામે ખેડૂતનાં ખેતરમાં ભીષણ આગ લાગી. ખેડૂતનાં શેરડીના ખેતરમાં લાગી આગ. ખેડૂતનો આરોપ, વીજ તાર તૂટ્યો હોવાના કારણે આગ લાગી. પાંચ વીઘા શેરડીનો પાક બળીને ખાખ. પાક બળી જવાને કારણે ખેડૂતને મોટા પ્રમાણમાં નુકશાન.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર, છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટ અધિકારીની હકાલપટ્ટી કરવાની ઝુંબેશ ચલાવી રહી છે. આ કામગીરીને લોકો સરકારના ઓપરેશન ગંગાજળનુ નામ આપ્યું છે. ઓપરેશન ગંગાજળ હેઠળ રાજ્ય સરકારે વધુ 2 અધિકારીઓની હકાલપટ્ટી કરી છે. 1.બોટાદ જિલ્લા રાણપુર તાલુકા વિકાસ અધિકારી એચ. એફ. ભુવાત્રાને હાંકી કાઢ્યા છે. તો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકા વિકાસ અધિકારી એમ બી રાવને પણ ઘરે બેસાડી દીધા છે. આ બન્ને અધિકારી સામે ગેરરીતિની ફરિયાદ બાદ ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરી બાદ નિર્ણય લેવાયો છે.
સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુનિવર્સલ રેસિડેન્સીમાં લિફ્ટ ખોટકાતાં બે યુવકો ફસાયા. બિલ્ડિંગના ચોથા માળે લિફ્ટ અચાનક અટકી જતાં અંદર સવાર બંને યુવાનોના જીવ તાળવે ચોંટ્યા. મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી. ફાયર જવાનોએ આધુનિક સ્પ્રેડર ટૂલનો ઉપયોગ કરી માત્ર 7 મિનિટમાં લિફ્ટનો દરવાજો તોડી નાખ્યો. લિફ્ટમાં ફસાયેલા દીપ પટેલ અને રુદ્ર નામના બંને યુવાનોને કોઈપણ ઈજા વિના હેમખેમ બહાર કઢાયા. બંને યુવકો સહીસલામત બચી જતાં પરિજનોએ રાહતનો શ્વાસ લીધો અને ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી.
કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદિપસિહ પુરીને ભાજપે મધ્યપ્રદેશમાંથી રાજ્યસભામાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે હરદિપસિંહ પુરીનુ નામ પણ જાહેર કરી દીધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરદિપસિહ પુરી ઉત્તર પ્રદેશમાંથી રાજયસભાના સભ્ય હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વોર્ડ નંબર 9માં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી ન મળતાં સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાણીની સમસ્યાથી ત્રસ્ત 100થી વધુ મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. લાંબા સમયથી પાણી ન મળવાને કારણે સ્થાનિક રહેવાસીઓને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓના વિરોધ બાદ તંત્ર દ્વારા વહેલી તકે પાણી પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, જો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો મહિલાઓ બેડાં સાથે પાલિકા કચેરીએ આવીને ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 અને 31 ઓક્ટોબરની ગુજરાત મુલાકાતને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડી નજીક બનાસ ડેરી દ્વારા અંદાજે ₹325 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ કેન્દ્રમાં ઉચ્ચ ગુણવત્તાનાં વાછરડાં પેદા કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવશે. ભીલડીથી એકસાથે 52.29 લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ પહોંચાડવાની તૈયારી છે. વડાપ્રધાનની મુલાકાતને પગલે બનાસકાંઠા સહિત સમગ્ર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડીને માવાના કોલ્ડ સ્ટોરેજમાંથી 40 હજાર કિલો શંકાસ્પદ માવાનો જથ્થો સીલ કર્યો છે. AMCની ટીમે કોલ્ડ સ્ટોરેજમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં અલગ-અલગ વેપારીઓનો માવો સંગ્રહિત કરવામાં આવતો હતો. તંત્ર દ્વારા માવાના નમૂના લેવામાં આવ્યા છે અને તેમાં અખાદ્ય પદાર્થો કે ભેળસેળ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત માવો કેટલા સમયથી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો અને મીઠાઈમાં ઉપયોગ માટે તેની ગુણવત્તા યોગ્ય છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે. વેપારીઓ સુધી માવો પહોંચે તે પહેલાં તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. બીજી તરફ, પેકેજ્ડ પ્રોડક્ટ પર એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત હોવા છતાં સીલ કરાયેલા માવાના જથ્થા પર એક્સપાયરી ડેટ ન હોવાને કારણે સવાલો ઊભા થયા છે. તપાસના અહેવાલ બાદ માવાની ગુણવત્તા અને નિયમોના ભંગ અંગે વધુ કાર્યવાહી થઈ શકે છે.
રાજકોટના રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને આપેલા જામીનના ચુકાદાને ફરિયાદી પક્ષે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખતાં અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન યથાવત્ રહ્યા છે. નોંધનીય છે કે, અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈને આ મામલો ચર્ચામાં રહ્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જિયો પ્લેટફોર્મ્સના શેરનું ₹1,358ના ભાવે લિસ્ટિંગ થયું છે, જે IPOની ₹1,119 પ્રતિ શેરની ઇશ્યૂ પ્રાઇસ કરતાં આશરે 21 ટકા વધુ છે. લિસ્ટિંગ સાથે જિયો પ્લેટફોર્મ્સે શેરબજારમાં મજબૂત શરૂઆત કરી છે. માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે કંપની દેશની બીજી સૌથી મોટી કંપની બની છે. IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને લિસ્ટિંગના ભાવે સારો પ્રીમિયમ મળ્યો છે.
અમદાવાદમાં ખારીકટ કેનાલમાંથી અંદાજે બે દિવસની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક આશંકા મુજબ, જન્મ બાદ બાળકીને કેનાલમાં ફેંકી દેવામાં આવી હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બાળકીનો મૃતદેહ કેનાલમાં કોણ અને કયા સંજોગોમાં ફેંકી ગયું તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. બાળકીની ઓળખ અને ઘટનાની હકીકત જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળની સ્થિતિની ખેતી અને ખેતમજૂરોની રોજીરોટી પર ગંભીર અસર જોવા મળી રહી છે. વરસાદની અછતને કારણે ખેતીકામ ઠપ્પ થતાં ખેતમજૂરોની મુશ્કેલીઓ વધી છે. ખેતી આધારિત રોજગારી પર નિર્ભર પરિવારો સામે હવે પરિવારનું ગુજરાન ચલાવવાનું સંકટ ઊભું થયું છે. ખેતરોમાં કામ ન મળતાં મજૂરોની આવક બંધ થઈ રહી છે, જેના કારણે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની છે. રોજગારીની તકો ઘટતાં અનેક ખેતમજૂર પરિવારોને અન્ય વિસ્તારોમાં કામની શોધમાં સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. આમ, દુષ્કાળની અસર માત્ર ખેડૂતો પૂરતી સીમિત ન રહેતાં ખેતમજૂરોના જીવનનિર્વાહ પર પણ પડી રહી છે. હવે આ પરિવારોને રોજગારી મળી રહે તે માટે યોગ્ય સહાય અને વૈકલ્પિક કામની તકો ઊભી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
મહેસાણાના બહુચરાજી મંદિરમાં આજથી દાનપેટીમાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન જમા થયેલી રકમની ગણતરી શરૂ કરવામાં આવી છે. આ ગણતરીની પ્રક્રિયા આગામી 10 દિવસ સુધી ચાલશે. દાનની રકમની ગણતરી માટે નાયબ કલેક્ટર, મામલતદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. ગણતરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. કર્મચારીઓને મોબાઇલ ફોન, પર્સ કે રોકડ રકમ સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, વધુ ખિસ્સાંવાળાં કપડાં કે મોજાં પહેરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. દાનની રકમની ગણતરી દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષા અને સલામતીનાં વિશેષ પગલાં લેવામાં આવ્યાં છે.
ભરૂચના વાવલી વિસ્તારમાં નહેર ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સતાવી રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં આશરે 15 એકર જમીનમાં ઊભો પાક નિષ્ફળ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાણીના નિકાલ માટે ખેડૂતોએ ક્યારી બનાવી પાણી વાળવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોના આક્ષેપ મુજબ, નહેરના રિપેરિંગ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના કારણે નહેર ઓવરફ્લો થઈ અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. હવે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો દ્વારા તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં નવા સમીકરણો રચાઈ રહ્યાં હોવાની ચર્ચા તેજ બની છે. રાજકોટના નેતાઓ ભરત બોઘરા અને નીતિન ભારદ્વાજ દિલ્હીમાં ભાજપના પ્રદેશ નેતા સી.આર. પાટીલ સાથે મુલાકાત દરમિયાન એકસાથે જોવા મળ્યા હતા. એક સમયે એકબીજાની સામે હોવાનું મનાતા બંને નેતાઓની આ મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. નીતિન ભારદ્વાજને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના માનવામાં આવે છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ ભારદ્વાજ રાજકીય રીતે સાઇડલાઇન થયા હોવાની ચર્ચા હતી. આ ઉપરાંત સી.આર. પાટીલ જૂથ સાથે પણ તેમના કોલ્ડવોરની ચર્ચાઓ સામે આવી હતી. જોકે, મહાનગરપાલિકાની ચૂંટણીના સમયથી નીતિન ભારદ્વાજ ફરી સક્રિય થયા હોવાનું જોવા મળ્યું છે. હવે દિલ્હીમાં સી.આર. પાટીલ સાથેની મુલાકાત અને ભરત બોઘરા સાથેની હાજરીને પગલે રાજકોટના રાજકારણમાં નવા સમીકરણો રચાઈ રહ્યાં હોવાની અટકળો શરૂ થઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં આ મુલાકાતની રાજકીય અસરો શું રહેશે, તેના પર સૌની નજર રહેશે.
ગુજરાતના વાતાવરણમાં આગામી 24 કલાક બાદ પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આગાહી મુજબ, 29 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. હવામાનમાં થનારા આ ફેરફારને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જોકે, વરસાદની તીવ્રતા અને અસર અંગે હવામાન વિભાગની આગામી આગાહી પર નજર રહેશે.
જૂનાગઢ શહેરમાં શંકાસ્પદ ઘીના જથ્થા ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ઝાંઝરડાની ચિત્રકૂટ સોસાયટીમાં આવેલા પૂજા એપાર્ટમેન્ટની એક દુકાનમાંથી SOG પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 55 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી શ્રી કાઠ્યાવાડ, વ્રજ મટુકી અને કેશવ નામની બ્રાન્ડના ઘી સહિત કુલ રૂ. 13 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે અને શંકાસ્પદ ઘીના નમૂનાઓ FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. બે દિવસ અગાઉ દોલતપરા નજીકથી પણ 500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તારણ મુજબ, બંને સ્થળેથી ઝડપાયેલા શંકાસ્પદ ઘીનો જથ્થો એક જ માલિકનો હોવાની આશંકા છે. હવે તપાસમાં ઘીની ગુણવત્તા અને તેના સ્રોત અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
વર્ષ 2026નું પ્રથમ શક્તિશાળી વાવાઝોડું ‘અર્નબ’ દરિયાકાંઠે ટકરાતાં જ ભારે પવન અને વરસાદે તબાહી મચાવી હતી. લેન્ડફોલ દરમિયાન 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની ગંભીર અસરને પગલે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 50 ટ્રેનો અને 21 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. બીજી તરફ, ‘અર્નબ’ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશથી લઈને ઉત્તરપ્રદેશ સુધી જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવતાં જનજીવન અને વાહનવ્યવહારને અસર પહોંચી છે.
Published On - 7:42 am, Wed, 28 October 26