
આજે 13 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમરનાથ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે…યાત્રાના 10મા દિવસે, 19,020 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા…. અત્યાર સુધીમાં 1.83 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા મંદિરના દર્શન કરી ચૂક્યા છે…7,049 યાત્રાળુઓનું 12મું ગ્રુપ જમ્મુથી ભગવતી નગર બેઝ કેમ્પ માટે રવાના થયું….યાત્રાળુઓની સુરક્ષા માટે 581 અલગ અલગ સુરક્ષા કંપનીઓ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ..
જમ્મુ કાશ્મીરના કુલગામમાં અમરનાથ યાત્રાળુઓના કાફલાની ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ હતી…આ અકસ્માતમાં 10થી વધુ યાત્રિકો ઘાયલ થયા…તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા…બાલતાલ તરફ જઈ રહેલા કાફલાની ત્રણ બસોનો તાચલુ ક્રોસિંગ પાસે અકસ્માત થયો હતો.
કેરળના મુખ્યપ્રધાન પી વિજયનના સરકારી નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી…થમ્પાનૂર પોલીસ સ્ટેશનને ઇ મેઇલ દ્વારા CM આવાસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી..જેના પછી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તાત્કાલિક ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી CM આવાસની તપાસ કરવામાં આવી હતી..તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું..
દિલ્લીના વસંત વિહારમાં રફ્તારનો કહેર જોવા મળ્યો. અહીં પૂરપાટ ઝડપે આવતી ઑડી કારે ફૂટપાથ સૂતા પાંચ લોકોને કચડી નાંખ્યા હતા. અકસ્માતમાં તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. શિવા કેમ્પ સામે રસ્તાની કિનારે ફૂટપાથ પર અમુક લોકો પોતાના પરિવાર સાથે સૂતા હતા. ત્યારે કાર પૂરપાટ ઝડપે આવી અને આ લોકોને કચડી દીધા. પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી. અકસ્માત સમયે તે દારૂના નશામાં હતો..
તામિલનાડુના તિરૂવલ્લૂર પાસે ડીઝલ લઈને જઈ રહેલી માલગાડીમાં ભીષણ આગ લાગી. ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં. આગ એટલી ભયાનક છે કે, આકાશ આખું કાળા ડિબાંગ ધુમાડાથી ભરાઈ ગયું હતું. આ માલગાડીમાં ડીઝલ ભરેલું હતું અને આ માલગાડી મનાલીથી તુરૂપતિ જઈ રહી હતી. આ દુર્ઘટનાના પગલે અનેક ટ્રેનો રદ કરવામાં આવી.
બિહારમાં મતદાર યાદી સુધારણા દરમિયાન ચૂંટણી પંચે ચોંકાવનારા દાવા કર્યા છે….અહેવાલ અનુસાર બિહારમાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો પણ બની ગયા હતા મતદારો…ઘરે-ઘરે જઈને જઈને દસ્તાવેજ ભેગા કરી રહેલા BLOને મોટી સંખ્યામાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદે આવેલા લોકો મળ્યા…
મોરબી શહેરમાં ચપ્પલ ચોર ટોળકીનો આતંક..બુકાનીધારી શખ્સો પગરખાં ચોરી થયા ફરાર..ઘર બહારથી પગરખાંની ચોરી CCTVમાં કેદ..ઉમા ટાઉનશિપના એપાર્ટમેન્ટ બહારનો બનાવ..અનોખી ચોરીનો બનાવ શહેરમાં ચર્ચાનો વિષય..ચોરીના દ્રશ્યો વાયરલ થતાં વિસ્તારમાં રમૂજ ફેલાઈ.
વિસાદવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ યથાવત.. બંને એકબીજાને રાજીનામું આપવાનો અને ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે… તે વચ્ચે હવે આ શાબ્દિક જંગ કવિતા સ્વરૂપે પણ જોવા મળી રહ્યો છે… કાંતિ અમૃતિયાએ ઇટાલિયા વિરૂદ્ધ એક કવિતા લખીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે.
સુરત ખાડીપૂરની સમસ્યાના નિરાકરણની કામગીરીનો પ્રારંભ..અલથાણના કાંકરા બ્રિજ પાસે ખાડી પહોળી કરવાની કામગીરી..110 મીટર પહોળી ખાડી અચાનક જ 50થી 60 મીટર થઈ ગઈ..JCB વડે સાંકળી થઈ ગયેલી ખાડી પહોળી કરવાની કામગીરી કરાઈ..બમરોલી અને અલથાણના ખાડી પાસે કાદવ-કીચડનું સામ્રાજ્ય.
ગંભીરા બ્રિજ બાદ મહીસાગરનું તંત્ર જાગ્યું..34 વર્ષ જૂના તાંત્રોલી પુલને બંધ કરાયો..ભારે વાહનોની અવરજવર માટે પુલ બંધ કરાયો..જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું કાઢી ફરમાવ્યો પ્રતિબંધ..TV9 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર..પુલને નવો બનાવવાની સ્થાનિકોની માગ.
બનાસકાંઠામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ..ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી..પાલનપુર, ડીસા, દાંતીવાડા સહિતના વિસ્તારો જળમગ્ન..ડીસામાં ધોધમાર વરસાદથી ઘરોમાં ભરાયા પાણી..વણઝારા વાસમાં લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન.
વડોદરાની એસ એસ જી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ રોગથી એક જ મહિનામાં 11 ના મોત થયા છે. ચાંદીપુરમ કેસનો હાહાકાર યથાવત રહેવા પામ્યો છે. છેલ્લા 1 મહિનામાં 20 કેસ એસ. એસ. જી માં આવ્યા હતા. 20 પૈકી 11 ના શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી મોત થયા છે. હજુ 3 બાળકો પીડિયાટ્રીક વિભાગમાં દાખલ છે. 6 બાળ દર્દીઓ સાજા થયા છે.
સોમનાથ નજીક આવેલ લાટી ગામના સમુદ્ર કિનારે કન્ટેનર તણાઈ આવ્યું છે. ગામ લોકોને દરિયામાં વિશાળ વસ્તુ તરતી હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરાઈ હતી. ગીર સોમનાથ એસ.ઓ.જી, તેમજ કસ્ટમ સહિતની એજન્સી દરિયાકાંઠે પહોચી હતી. દરિયામા તરી રહેલ કન્ટેનરને કિનારા પર લાવવા માટે કવાયત હાથ ધરી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સ્થિત મંદિરને ખસેડવા સુપ્રિટેન્ડેન્ટ અંધશ્રદ્ધાના માર્ગે ચાલ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત થઈ રહેલ માહિતી અનુસાર, PM રૂમ સામે આવેલ ખોડિયાર માતા મંદિરને, અન્યત્ર ખસેડવા સુપ્રિટેન્ડેન્ટે અન્ય રસ્તો અપનાવ્યો છે. મંદિરના પૂજારી અને સ્થાનિકોને સાથે રાખી માતાજીની રજા લેવા પહોચ્યા હતા. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોશીએ દાણા જોવડાવવાનો રસ્તો અપનાવ્યો. વેણ અને વધાવો કરાવી મંદિર ખસેડવા કર્યો પ્રયત્ન. ક્લાસ 1 અધિકારી અને ડોક્ટર આવી રીતે અંધશ્રદ્ધામાં માનતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. જો કે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીને વેણ-વધાવાનો રસ્તો અપનાવવામાં પણ મળી નિષ્ફળતા. માતાજીએ મંદિર ખસેડવા મંજૂરી ના આપી. વર્ષો જૂનું મંદિર સિવિલ હોસ્પિટલ બની એ પહેલાનો હોવાથી લોકોની આસ્થા જોડાયેલી છે.
સુરત શહેરમાં ઘોડાની નાળ વેચનારા સામે પ્રાણી ક્રૂરતાની પહેલી ફરિયાદ નોંધાઈ છે. ઘોડાના પગમાંથી નાળ કાઢીને તેનું વેચાણ કરનાર સામે ખટોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. ઘોડા પર અત્યાચાર કરતા હોવાથી બે શખ્સને બે ઘોડા સાથે ખટોદરા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. ઘોડે સવાર ફૈઝાન ઉર્ફે લક્કી નાયિમુદ્દીન પઠાણ અને ઘોડા માલિક પીરવા શંકર સાહુનાઓની વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. પ્રયાસ જીવદયા સંસ્થા દ્વારા પોલીસ સ્ટેશનમાં ઘોડા માટે તાત્કાલિક વેટેનરી ડૉક્ટર અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટના નામાંકિત ફાઇનાન્સર અને બિલ્ડરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં રહેતા મૂળ ભંગડાના વતની ફાઇનાન્સર બીશુભાઈ વાળાએ આપઘાત કર્યો છે. વહેલી સવારે સરધારના ભંગડા ગામે જાતે રિવોલ્વરમાંથી ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા થોડા સમયથી નર્વસ રહેતા હોઈ બીમારીના કારણે કંટાળી જીવન ટૂંકાવી લીધાનું પ્રાથમિક અનુમાન છે. બનાવના પગલે આજીડેમ પોલીસ મથકનો કાફલો તેમજ સરધાર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યા તેમના મિત્રવતુળના અનેક લોકો ઉમટી પડ્યા હતા.
ગાંધીનગરના પીડિયાટ્રિક ડોક્ટરનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ગઈકાલે બપોરે દીકરીના ગૌરીવ્રતના જવેરા પધરાવતા કેનાલમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના પીડિયાટ્રિક ડોક્ટર 6 વર્ષની દીકરીના ગૌરીવ્રતના જવેરા પાણીમાં પધરાવવા ગયા હતા. જ્યાં કેનાલમાં પગ લપસતા, 39 વર્ષીય ડોક્ટર નીરવ બહ્મભટ્ટનું મૃત્યુ થયું હતું. પિતાને ડૂબતા જોઈ દીકરી એ બૂમો પાડતા આસપાસના વાહન ચાલકોએ કેનાલમાં પડી ડોક્ટરને બહાર કાઢ્યા હતા. જે બાદ ડોક્ટરને અડાલજ chc સેન્ટર લઈ જવાયા હતા પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક ડોક્ટર નીરવ બ્રહ્મભટ્ટ વાવોલમાં રહેતા હતા અને તેમના પત્ની પણ તબીબ છે.
દાહોદ જિલ્લાની ઝાલોદ સબજેલમા કેદીએ આપધાત કર્યો છે. કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતું. બેરેકમા ચાદરની દોરી બનાવી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ છે. નકલી નોટ કેસના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ. બેરેકમા ફાંસો ખાતા ઉચ્ચ અધિકારીઓ સબજેલ ખાતા દોડી આવ્યા છે.
ગાંધી-સરદારની પ્રેરણા અને દાતાઓના દાનથી બનેલ VS હોસ્પિટલમાં ડિમોલિશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ભયજનક ઇમારતને તોડવા હાઇકોર્ટે મંજૂરી આપતા કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રસૂતિ ગૃહ બિલ્ડિંગને તોડવામાં આવી રહ્યું છે. મુખ્ય બિલ્ડિંગ અને હેરિટેજ બિલ્ડિંગ સિવાયનો ભાગ તોડી પડાશે. SVP હોસ્પિટલ બની ત્યારબાદ જ VS હોસ્પિટલ બંધ કરવાનું હતું આયોજન. વિપક્ષે VS હોસ્પિટલ બચાવોનું આંદોલન પણ શરૂ કર્યું હતું. મામલો હાઇકોર્ટમાં જતા તત્કાલીન મ્યુનિ કમિશનરે 500 બેડની હોસ્પિટલ ચાલુ રાખવા બાંહેધરી આપી હતી.
મોરબીમાં ઘર બહાર પડેલ બુટ ચપ્પલ ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. ફ્લેટની બહાર પડેલ બુટ ચપ્પલ ચોરી કરતા બુકાનીધારી ઇસમો CCTV માં કેદ થયા છે. બંને ઇસમો જાણે બ્રાન્ડ જોઈને જુતા ચોરી કરતા હોય તેવા દૃશ્યો CCTV માં કેદ થયા છે. ઉમા ટાઉનશિપ માં આવેલ ફ્લેટમાં બન્યો બનાવ. જો કે જુતા ચોરીનો બનાવ હોવાથી આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ અનોખા ચોરને લઈને સમગ્ર વિસ્તારમાં રમુજ ફેલાઈ છે.
જામનગર પંથકમાં વધુ એક સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે. વેપારી પિતા-પુત્રના બેન્ક એકાઉન્ટમાંથી 6 લાખ 40 હજારની રકમ ઉપાડી લેવામાં આવી છે. કાલાવડના વેપારીને RTO ચાલાનની ફાઇલ સેન્ડ કરી મોબાઈલ હેક કર્યો હતો. રૂપિયા 500 ચાલાનની ASK ફાઇલ પર વેપારીએ ક્લિક કર્યું અને ખાતામાંથી રુપિયા 6.40 લાખ ઉપડી ગયા. કાલાવડમાં બિયારણની દુકાન ચલાવતા રાજકોટના વેપારી પિતા-પુત્ર છેતરપિંડીનો ભોગ બન્યા છે. સાયબર ક્રાઇમ પોલીસે, ચોટીલાના ચાર ચિટરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં જિલ્લામાં ફરી એક વખત વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. બનાસકાંઠાના દાંતીવાડામાં સૌથી વધુ છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. લાંબા સમયના વિરામ બાદ, ગત મોડી રાત્રે દાંતીવાડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. દાંતીવાડા, પાંથાવાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દાંતીવાડામાં 6 ઇંચ વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, સંસદના ઉપલા ગૃહ રાજ્યસભા માટે જાણીતા વકીલ ઉજ્જવલ દેવરાવ નિકમ, કેરળના વરિષ્ઠ સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સી. સદાનંદન માસ્તે, ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને જાણીતા ઇતિહાસકાર અને શિક્ષણવિદ મીનાક્ષી જૈનને નોમિનેટ કર્યા છે.
અમદાવાદ મુંબઈ વચ્ચેનો નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક ભારે ટ્રાફિક જામ થયો હતો. 10 કિમીથી વધુનો ટ્રાફિક જામ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કોસંબા નજીક ટ્રાફિક જામ થયો હતો. કામરેજ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 બ્લોક કરાયો છે. તાપી બ્રીજની મરામતની કામગીરી ને લઈને કામરેજ નજીક હાઇવે એક મહિના માટે બ્લોક કરેલ છે. અમદાવાદ થી મુંબઈ તરફ જતા વાહનોને કીમ એના એક્સપ્રેસ વે પર ડાઇવર્ટ કરવામાં આવી રહ્યો છે. વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે.
AMCના આરોગ્ય વિભાગે અમદાવાદમાં મેકડોનાલ્ડ્સ અને ક્રિષ્ના ડેરીની સીલ કરી છે. પ્રહલાદનગર પાસે આવેલ મેકડોનાલ્ડ્સ સીલ કરવામાં આવ્યું છે. તો ગોતાની ક્રિષ્ના ડેરીમાં અનહાઈજેનિક કન્ડીશનમાં જોવા મળતા સીલ કરાઈ છે. એક અઠવાડિયામાં અમદાવાદમાંથી 85 શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા છે. 528 એકમોમાં ચેકીંગ , 128 એકમોને નોટિસ પાઠવી 5.88 લાખનો દંડ વસૂલાયો છે. ગોતાની ક્રિષ્ના ડેરીમાં અનહાઈજેનિક કન્ડીશનમાં જોવા મળતા સીલ કરાઈ છે.
બનાસકાંઠાના પાલનપુરમાં પાંચ , વડગામમાં ત્રણ અને ડીસામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. પાલનપુર બનાસ ડેરી રોડ પર પાણી ભરાઈ ગયા છે. બનાસ ડેરી નજીક પાણી ભરાવવાથી ટેન્કર અને વાહન ચાલકો અટવાયા હતા. પાલનપુરના નીચાણ વાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાલનપુરમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો હજુ પણ વરસાદ ચાલુ હોવાના સમાચાર મળી રહ્યાં છે.
ભુજના ઝુરા ગામની સીમમાં સોનાવ ડેમના કિનારે ચાલતી જુગાર કલબ પર પશ્ચિમ કચ્છ એલસીબી ત્રાટકી હતી. જુગાર રમતા 5 ખેલીઓ 1.65 લાખના મુદ્દામાલ સાથે પકડાયા જયારે 13 ખેલી નાસી છૂટયા હતા. હરિસિંહ જાડેજા, ઉમર સમેજા અને અકબર શેખ બહારથી ખેલી બોલાવી નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતા હોવાની બાતમી મળી હતી. એકતરફ SMC માંડવી પંથકમાં જુગાર કલબ પર ત્રાટકી ત્યારે બીજી તરફ પશ્ચિમ કચ્છ એલસીબીએ પણ જુગાર કલબ પર દરોડો પાડયો હતો. પાંચેય આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે.
રાજકોટ શહેરના ઘંટેશ્વર 25 વારિયામાં રહેતા જીતેશ જેસિંગભાઈ સોલંકી નામના 38 વર્ષીય વ્યક્તિની હત્યા થઈ છે. જીતેશ સોલંકીના જ ભત્રીજાએ જ છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. હત્યાની જાણ થતા ACP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published On - 7:23 am, Sun, 13 July 25