જૂનાગઢના દેડકિયાળી ગામે બે દિવસ પહેલા 6 વર્ષની બાળકી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાયો છે. બાળકીના મોત બાદ વન વિભાગે દીપડાને પકડવા માટે ગામ આસપાસ 8 જેટલા પાંજરા ગોઠવ્યા હતા, જેમાં આજે વહેલી સવારે દીપડો ફસાઈ ગયો હતો.
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત અર્નવ પડ્યું નબળું પડ્યું છે. જોકે ભારે પવનને પગલે ઓડિશામાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. તો હજુ પણ ભારે વરસાદ, અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટના બનવાની શક્યતા છે. અત્યાર સુધીમાં, 8,082 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.. તો અનેક પુલો પર 4 ફૂટ સુધી પાણી ભરાયાના અહેવાલો મળી રહ્યા છે. તો આંધ્રપ્રદેશમાં વાવાઝોડાને પગલે વિવિધ ઘટનામાં 4ના મોત નિપજ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસે આજે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. કોંગ્રેસના રાજ્ય એકમો રાજ્ય ચૂંટણી પંચની કચેરીઓ તરફ માર્ચ યોજશે અને જ્ઞાનેશ કુમારની ધરપકડ તથા પદ પરથી હટાવવાની માગ કરશે. કોંગ્રેસે તેમના રાજીનામાની પણ માગ કરી છે.
10 દિવસના આતિથ્ય બાદ આજે રાજ્યભરમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર એલર્ટ છે. અમદાવાદમાં 1200થી વધુ પંડાલોમાં વિસર્જન થશે, જ્યારે રિવરફ્રન્ટ સહિત વિવિધ સ્થળોએ 48 કુંડ અને શહેરમાં કુલ 150 સ્થળોએ 15 ફૂટના કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે.
આજે 25 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:38 am, Fri, 25 September 26