24 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાંથી ચોમાસાની વિદાય શરૂ, જતાં જતાં વીજળીના કડાકા સાથે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન

આજે 24 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાંથી ચોમાસાની વિદાય શરૂ, જતાં જતાં વીજળીના કડાકા સાથે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન
| Edited By: | Updated on: Sep 24, 2026 | 8:33 AM

LIVE NEWS & UPDATES

  • 24 Sep 2026 08:33 AM (IST)

    ચીન: હાંગશાઉના રેસિડેન્શિયલ ટાવરમાં ભયાનક આગ

    ચીનના હાંગશાઉ શહેરમાં રેસિડેન્શિયલ ટાવરમાં ભયાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઈ-બાઈકમાં થયેલા સ્પાર્ક બાદ બિલ્ડિંગમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝડપી બચાવ કામગીરીને કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

  • 24 Sep 2026 08:04 AM (IST)

    અમેરિકા: 11 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અમેરિકાની મુલાકાતે

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 વર્ષ બાદ અમેરિકા પહોંચ્યા છે. જિનપિંગના સ્વાગત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને ખુદ એરપોર્ટ પર પહોંચીને તેમનું સ્વાગત કર્યું હતું. જિનપિંગ ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મુલાકાત દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે વેપાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઈરાન અને તાઈવાન સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ મુદ્દાઓને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા છે.

  • 24 Sep 2026 07:53 AM (IST)

    વીજળીના કડાકા સાથે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન

    ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાએ વાપસીનો પ્રારંભ કરી દીધો છે. જો કે હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે વરસાદની ભારે અછત. વિદાય વચ્ચે પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી વરસી શકે છે સામાન્ય વરસાદ.

આજે 24 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:50 am, Thu, 24 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.