
આજે 31 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જુનાગઢમાં AAPના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે બોલાચાલી સર્જાઇ.. AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો. AAP કોર્પોરેટરનો આરોપ છે કે પોલીસે પ્રાંત કચેરીમાં જવા ન દીધા અને ધક્કા મારીને કચેરીની બહાર કાઢ્યા. સાથે જ ઉમેદવારી નોંધાવવા જતી વખતે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો.
સોશિયલ મીડિયાના માધ્યમથી એકાઉન્ટને નોકરીએ રાખવો વેપારીને પડ્યું ભારે. સુરતના વરાછામાં ફેટાવાળાને ત્યાં પાર્ટ ટાઇમ એકાઉન્ટન્ટ તરીકે જોડાયેલા યુવકે વેપારીનું જ એકાઉન્ટ સાફ કરી નાખ્યું હતું. વેપારીના ઓનલાઈન બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી 17.73 લાખ પત્ની અને માતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. સમગ્ર મામલે વેપારીને જાણ થતાં પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. એક મહિના બાદ આરોપીને ઝડપી પાડવામાં કાપોદ્રા પોલીસને સફળતા મળી છે.
આ કથિત ઓડિયો ક્લિપને પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળીયાએ નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી. તેમણે કહ્યું કે નરેશ પટેલ દાયકાઓથી જાહેરજીવનમાં સક્રિય છે અને તેમના ચરિત્ર અંગે કોઈ શંકા ન થઈ શકે તેમને બદનામ કરીને રૂપિયા પડાવવાનું આ ષડયંત્ર છે જેની તપાસ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે, કે ,સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓનલાઇન એપ્લિકેશન દ્વારા જુગાર રમવા માટે ગેમિંગ એપનું પ્રમોશન કરી યુવાઓને ગેરમાર્ગે દોરતા હતા. સાયબર ક્રાઈમ અને પોલીસે ચારેય વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હાથ ધરી તપાસ.
અમદાવાદઃ નારોલ વિસ્તારમાંથી નકલી પોલીસ ઝડપાઈ. નયન પરમાર અને ગૌરાંગ ભીલની ધરપકડ કરવામાં આવી. SOGનાં હેડ કોન્સ્ટેબલનાં આઈકાર્ડ સાથે ધરપકડ કરાઇ. પોલીસની ઓળખ આપી પૈસા પડાવવાની ફિરાકમાં હતા બન્ને શખ્સો. આઈકાર્ડ બનાવનાર નરેશ પરાડિયા ફરાર, SOGએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.
NIA આતંકવાદી લિંક કેસમાં એક મોટા દરોડા પાડી રહી છે. એજન્સીએ પશ્ચિમ બંગાળ, દિલ્હી, આસામ, રાજસ્થાન, હરિયાણા, યુપી અને મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં દરોડા પાડ્યા છે.
અમદાવાદઃ કોરોના મુદ્દે સિવિલ હોસ્પિટલ સજ્જ કરવામાં આવી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન અંગે મોકડ્રિલ યોજાઈ. 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવી છે.
ટુ -વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ બતાવી રહ્યું છે. એટલું જ નહીં ટુ -વ્હીલર ટેસ્ટ આપવા માટે સીધી 7મી જુલાઈની એપોઈન્ટમેન્ટ મળી રહી છે. RTOમાં ટુ-વ્હીલરની ડ્રાઈવિંગ ટેસ્ટ માટે રોજના 275 લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. ઉનાળાના વેકેસન હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ RTOના સર્વરમાં ખામી આવી જતા કામ અટકી રહ્યું છે. પરીક્ષા આપવા માટેનું કોમ્પ્યુટર એપ પણ બંધ થઈ જતું હોય છે. જેના કારણે અરજદારો તથા RTOમાં કામ કરતા કર્મચારીઓને હાલાકી થઈ રહી છે. ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી છે.
નવસારી: ચીખલીમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો. કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં ઘટના બની. દીપડાના આંતકથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ વન વિભાગને ઘટનાની જાણ કરી.
સુરત: એકાઉન્ટન્ટે વેપારી સાથે 17.13 લાખની છેતરપિંડી કરી છે. વેપારીના એકાઉન્ટમાંથી પૈસા પત્ની અને માતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા. ત્રણ મહિનાની અંદર એકાઉન્ટન્ટે વેપારીનું એકાઉન્ટ ખાલી કર્યું. એકાઉન્ટન્ટને નોકરીએ રાખવો વેપારીને ભારે પડ્યો. વેપારીને ઉચાપતની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી.
માફિયા મુખ્તાર અંસારીના પુત્ર અને મઉ સદર બેઠકના ધારાસભ્ય અબ્બાસ અંસારીના નફરતભર્યા ભાષણ કેસમાં આજે મઉની જિલ્લા અને સત્ર અદાલતમાં ચુકાદો સંભળાવવામાં આવશે. ધારાસભ્ય અબ્બાસ અંસારીને નફરતભર્યા ભાષણ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. સજા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
રાજ્યભરના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 જૂન સુધી વિવિધ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે દ. ગુજરાત, દ. સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ છે. ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું અનુમાન છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદના એંધાણ છે.
રાજકોટ: રખડતા શ્વાને લીધો વધુ એક માસૂમનો ભોગ લેવાયો. શાપરમાં 5 વર્ષના બાળક પર 4થી 5 રખડતા શ્વાને હુમલો કર્યો. રખડતા શ્વાનોના હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું. મૂળ બિહારનો પરિવાર મજૂર કામ અર્થે રાજકોટ આવ્યો હતો.
સુરત: મોટા વરાછામાં તેજ રફ્તાર કારનો કહેર જોવા મળ્યો. કાર ચાલકે દંપત્તિને ટક્કર મારતા ઈજા પહોંચી. કાર ચાલક નશામાં ધૂત હોવાનો લોકોનો આરોપ છે. સુદામા ચોકમાં અકસ્માત બાદ લોકો એકઠાં થયા. લોકોએ કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો. ઉતરાણ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી.
દ્વારકા: દરિયાકિનારેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત્ છે. ગોજીનેશ ગામના દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળ્યો. 13.29 કિલો ચરસનો જથ્થો પોલીસે જપ્ત કર્યો. 6.61 કરોડથી વધુનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો. કલ્યાણપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.
Published On - 7:30 am, Sat, 31 May 25