આજે 31 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટ ખાતે અકસ્માતે ગોળી છુટતા પીએસઆઈ અને ત્યાં રહેલ મહિલા પુજા પરમારને ઈજા પહોચી હતી. PSI પોતાની રિવોલ્વર સાફ કરતા હતા તે સમયે મિસ ફાયર થયું હતું. બનાવ સંદર્ભે PSI સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી સોંપવામાં આવી છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. 22-23 બેન્ચમાં સીધી ભરતીના PSI હતા પંડ્યા. છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. છેલ્લા 15 દિવસથી સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા હતા. PSIની સાથે તેમના ફ્લેટમાં હાજર પૂજા પરમાર નામની મહિલાને પણ ઇજા પહોંચી છે. બંને વચ્ચે શું સંબંધ છે તે બાબતે તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તપાસ અન્વયે FSLની પણ મદદ લેવામાં આવી છે. સર્વિસ રિવોલ્વર અને ફુટેલ કાર્તુઝ કબજે કરવામાં આવ્યા છે.
અમદાવાદના બાપુનગરમાં પેરોલ પર છૂટેલા 4 શખ્સએ આતંક મચાવ્યો છે. પેરોલ પર છૂટેલા આરોપીઓએ સ્થાનિકો પાસે ખંડણી માંગી છે. રૂપિયા ન આપતા ઉશ્કેરાયેલા શખ્સે વાહનોમાં તોડફોડ કરી હતી. ભાજપ કોર્પોરેટરની ઓફિસમાં પણ આરોપીએ મચાવ્યો ઉત્પાત. કોર્પોરેટરના બોર્ડ અને તિજોરીના કાચ તોડી મચાવી લૂંટ. બાપુનગર પોલીસે 4 શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ખોખરા પોલીસ મથકમાં પાન મસાલા ખાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. PI બી.પી.સાવલિયાએ, પોલીસ સ્ટેશનમાં ગંદકી રોકવા લીધો આકરો નિર્ણય. પોલીસ સ્ટેશનની દરેક દિવાલ પર લગાવાઈ કડક સૂચના. નિયમ તોડનાર પોલીસકર્મીઓ પાસેથી હવે વસૂલાશે દંડ. શિસ્તભંગ બદલ અત્યાર સુધી 5 પોલીસકર્મીઓને ફટકારાયો દંડ. સ્વચ્છતા અને વ્યસન મુક્તિ માટે કરાયો આ અનોખો પ્રયાસ.
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ. મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઝડપાઈ મહેફિલ. પોલીસે સ્થળ પરથી ચાર શખ્સની કરી ધરપકડ. 77 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.
સાબરકાંઠાના ખેડબ્રહ્માથી અસારવા વાયા હિંમતનગર રેલવે ટ્રેન સેવા શરુ કરાઈ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લીલી ઝંડી ફરકાવતા ખેડબ્રહ્માથી ટ્રેન શરુ કરાઈ છે. નવી બ્રોડગેજ ઈલેક્ટ્રિક રેલવે લાઈન નિર્માણ કરાયા બાદ ટ્રેન શરુ કરાઈ. મોટી સંખ્યામાં ટ્રેનમાં મુસાફરોની ભીડ ઉમટી પડી હતી. પીએમ મોદીએ ઝંડી ફરકાવતા મુસાફરોને લઈ પ્રથમ ટ્રેન ખેડબ્રહ્માથી અસારવા જવા રવાના થઈ હતી. સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ખેડબ્ર્હામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પીએમ મોદીએ વાવ-થરાદથી સંબોધન કરતા વર્ચ્યુઅલ સંબોધનનો સ્થાનિકોએ લાભ લીધો હતો.
ખેડબ્રહ્મા અમદાવાદ બ્રોડગેજ રેલવે સેવા આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વની બની રહેશે. નાના અંબાજીના યાત્રાળુઓને મોટો લાભ નવી રેલ સેવાથી મળશે.
સાબરકાંઠાના વડાલીમાં ધરોઈ ડેમના પાણીમાં દીપડો ફસાયો હતો. વન વિભાગે સ્થાનિકોની મદદથી દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. ધરોઈ ડેમના ઊંડા પાણીમાં દીપડો તરતો હોવાનું જોવા મળ્યું. પાણીની સપાટી પર દીપડો ખૂબ જ લાચાર હાલતમાં ફસાયો હતો. દીપડાને હોડીની મદદથી સુરક્ષિત રીતે કાંઠા પર લવાયો હતો. રેસ્ક્યુ બાદ દીપડાને સાબરમતી નદીની કોતરોમાં છોડી દેવાયો છે.
મહેસાણા જિલ્લામાં ક્ષય (ટીબી) રોગના પ્રમાણમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે. વર્ષ 2025માં 1355 દર્દીઓ સામે 2026ની શરૂઆતમાં જ 1241 કેસ નોંધાયા છે. ટીબી રોગને નાથવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન કરાયો તૈયાર. જિલ્લાના600 ગામોમાંથી 146 ગામો બન્યા સંપૂર્ણ ક્ષય રોગ મુક્ત. ક્ષય રોગમાં 1લાખ વ્યક્તિએ 3.4 નું મરણ નોંધાયું છે.
સાબરકાંઠાના હિંમતનગરના દલપુરમાં દિવાલ ધરાશાયી થતા એક નુ મોત, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બાજુના મકાનમાં ખોદકામ ચાલુ હતુ તે સમયે દીવાલ થઈ ધરાશાઈ. દિવાલ ધરાશાયી થતાં ત્રણ લોકો દબાયા હતા. સ્થાનિક લોકો દ્વારા દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા. સારવાર દરમિયાન મકાન માલિક આધેડ પુરુષનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં બે શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ કલેકટરે બદલીનો ગંજીપો ચીપ્યો છે. ચૂંટણીના પડઘમ વચ્ચે વહીવટી તંત્રને એક્શન મોડમાં લાવવા માટે જિલ્લા કલેકટરે એકસાથે 29 નાયબ મામલતદારોની કરી બદલી કરી છે. એકસાથે સામૂહિક બદલીના આદેશથી વહીવટી આલમમાં ફફડાટ વ્યાપ્યો છે. ક્લાર્કમાંથી નાયબ મામલતદાર બનેલા 29 અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખી કલેકટરનો આદેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ તમામ અધિકારીઓ તાજેતરમાં જ ક્લાર્કમાંથી નાયબ મામલતદાર તરીકે બઢતી પામ્યા હતા. ચૂંટણી પહેલા થયેલી આ સામૂહિક બદલીઓને પગલે સરકારી કચેરીઓમાં ભારે ફફડાટ અને ચર્ચાઓ જોવા મળી રહી છે.
અરવલ્લીમાં મોડાસાના હજીરા વિસ્તારમાં પાર્ક કરેલ 5 વાહનોમાં આગ લાગવાની ઘટના બની છે. હજીરા વિસ્તારમાં ગેરેજ આગળ પાર્ક કરેલ ત્રણ કાર સહીત 5 વાહનમાં આગ લાગી હતી. મોડાસા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. મોડાસા ટાઉન પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી.
ઈરાનના ઈસ્ફહાન શહેરમાં અમેરિકાએ વિધ્વંસક એરસ્ટ્રાઈક કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં હથિયાર ડેપો અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું જણાવાય છે. આ હુમલામાં 2000 પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ઈરાનના અંડરગ્રાઉન્ડ સુરક્ષા ઠેકાણાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે. ઘટનાના પગલે વિસ્તારમાં તણાવ વધ્યો છે અને બંકર બસ્ટર બોમ્બના ઉપયોગને કારણે સંભવિત યુદ્ધ વધુ ભીષણ બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
ઈરાનના ઈસ્ફહાનમાં અમેરિકાએ વિધ્વંસક હુમલો કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેમાં હથિયાર ડેપો અને સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ બનાવાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ભીષણ હુમલામાં 2000 પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે ઈરાનના અંડરગ્રાઉન્ડ સુરક્ષા ઠેકાણાઓને પણ ભારે નુકસાન પહોંચ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ વિસ્તારમાં તણાવ વધ્યો છે અને યુદ્ધ વધુ ભીષણ બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
બોટાદના રાણપુર બસ સ્ટેશન નજીક રાત્રિના સમયે એક નશેડી બેફામ બની જતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. નશાની હાલતમાં તેણે રસ્તા પર જતા લોકો પાછળ પથ્થર લઈને દોડધામ કરી અને બેલ્ટ કાઢીને હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ નશેડીને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસની ગાડી સમયસર ન પહોંચતા હોમગાર્ડ જવાનો બાઈક પર સ્થળે પહોંચ્યા હતા. નશેડી જવાનોને ગાળો ભાંડતો રહ્યો, જેને બાદમાં કાબૂમાં લઈને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.
પોલીસે 28 માર્ચે મુંબઈના BKC MMRDA ગ્રાઉન્ડ ખાતે ગાયક યો યો હની સિંહના લાઈવ કોન્સર્ટ સંદર્ભે FIR દાખલ કરી છે. આરોપ છે કે કોન્સર્ટ દરમિયાન ગેરકાયદેસર રીતે લેસર લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસના પ્રતિબંધ છતાં, એરપોર્ટ ઝોન નજીક લેસર લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં એક્સપ્રેસ વે પર ફસાઈ ગયેલી મહિલાને પોલીસના ઝડપી અને પ્રશંસનીય કાર્ય દ્વારા બચાવવામાં આવી હતી. મહિલા ભૂલથી ટૂ વ્હિલર લઈને એક્સપ્રેસ વે પર જતી રહી હતી અને પેટ્રોલ પૂરું થઈ જતાં ફસાઈ ગઈ હતી. ગભરાઈ ગયેલે મહિલાએ પોલીસ કંટ્રોલમાં આ પરિસ્થિતિની જાણ કરી. પોલીસ તુરંત દોડીને પેટ્રોલ પૂરા કર્યા અને મહિલાને સુરક્ષિત રીતે એક્સપ્રેસ વેથી બહાર નીકાળી. આ ઘટના દરમિયાન પોલીસની કામગીરીનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે.
બિહારના નાલંદા જિલ્લાના મઘડા વિસ્તારમાં શીતળા માતા મંદિર ખાતે નાસભાગ સર્જાતા 8 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. દુર્ઘટનામાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. ચૈત્ર મહિનાનો અંતિમ મંગળવાર હોવાથી મંદિરમાં ભારે ભીડ ઉમટી હતી, જે બાદ અફરાતફરી સર્જાઈ. મૃતકોમાં તમામ આઠ મહિલાઓ હોવાનું જણાયું છે. મેળો 10 માર્ચથી ચાલુ હતો અને ગંભીર ભીડ વચ્ચે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાઈ હોવાના આક્ષેપો ઊભા થયા છે.
Bihar: A stampede occurred during puja at Maa Sheetla Mandir in Maghra village of Nalanda. Injuries reported, deaths feared. More details awaited.
Visuals from the spot as an ambulance reaches here.#BiharStampede #Nalanda #SheetlaMandir #TV9Gujarati pic.twitter.com/BR8GPMkDhF
— Tv9 Gujarati (@tv9gujarati) March 31, 2026
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ થયો છે. કુઆલાલમ્પુરથી આવતા એક મહિલા મુસાફર પાસેથી 83 લાખ રૂપિયાની કિંમતનું 553.07 ગ્રામ સોનું ઝડપાયું છે. મહિલા મુસાફર એ સોનાને પોતાના શરીરમાં છુપાવીને લાવી રહી હતી, જે 24 કેરેટનું હતું. સોનાની પેસ્ટની કેપ્સ્યુલ કબજે કરી સોનું રિકવર કરવામાં આવ્યું છે. મહિલાને ઝડપી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયાનું સામે આવ્યું છે. ભારતીય જાસૂસી સંસ્થાઓએ તેના મોતની પુષ્ટિ કરી છે, પરંતુ મોત કયા કારણોસર થયું તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. તાહિર આતંકી સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતો હતો અને જૈશની વિવિધ આતંકી ગતિવિધિઓમાં ખૂબ જ સક્રિય માનવામાં આવતો હતો.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિસ્ફોટના કારણે ઘરના દરવાજા તૂટી પડ્યા હતા અને આસપાસના બે મકાનોના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતા. ઘટના બાદ ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલા સનન્વય સુલક એપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઈમ PSI એન.કે. પંડ્યાની સર્વિસ રિવોલ્વરમાંથી અચાનક ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી છૂટી જવાની ઘટના બની હોવાનું જણાવાયું છે. આ ફાયરિંગમાં PSI તેમજ તેમની સાથે રહેલી એક મહિલાને ઇજા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
બનાસકાંઠાના અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પર પથ્થરના પાવડરથી ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક અંબાજીથી બોટાદ જતી હતી ત્યારે અચાનક બ્રેક ફેઈલ થતા ડ્રાઈવરનો કાબૂ ગુમાયો, પરંતુ ઘાટમાં લગાવેલા ક્રેશ બેરિયરના કારણે મોટો દુર્ઘટના ટળી અને ચાલકનો જીવ બચી ગયો. અકસ્માત દરમિયાન ટ્રકની કેબીનનો પાછળનો ભાગ તૂટી જતા પાવડર રસ્તા પર વિખેરાઈ ગયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાત લેશે અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને ₹20,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.
Published On - 7:14 am, Tue, 31 March 26