31 જાન્યુઆરીના મહત્વના સમાચાર : કચ્છના છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે આતંરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઈ

આજે 31 જાન્યુઆરીને શનિવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

31 જાન્યુઆરીના મહત્વના સમાચાર : કચ્છના છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે આતંરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઈ
| Edited By: | Updated on: Jan 31, 2026 | 1:37 PM

LIVE NEWS & UPDATES

  • 31 Jan 2026 01:37 PM (IST)

    અમદાવાદ : વટવા પોલીસે 1.70 કરોડની એમ્બરગ્રીસ પકડી

    અમદાવાદ : વટવા પોલીસે 1.70 કરોડની એમ્બરગ્રીસ પકડી. મહુવાનો એક શખ્સ એમ્બરગ્રીસ વેચવા આવ્યો હતો. પોલીસે બાતમી આધારે એમ્બરગ્રીસ જથ્થો પકડી પાડ્યો. પોલીસે 1 કિલો 718 ગ્રામ એમ્બર ગ્રીસ કબજે કરી જેની કિંમત આશરે 1.70 કરોડ છે. વટવા પોલીસે ખરીદનારની શોધખોળ શરૂ કરી.

  • 31 Jan 2026 12:54 PM (IST)

    કચ્છના છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યનો રામસર સાઇટમાં સમાવેશ

    કચ્છના છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે આતંરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઈ. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટની સંખ્યા વધીને પાંચ થઈ. છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. પાંચ રામસર સાઇટ, 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ સહિત દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો 21 ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે. જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબુત બનાવે છે.


  • 31 Jan 2026 12:40 PM (IST)

    મહીસાગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ

    મહીસાગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ ખાબક્યો. સવારથી વાદળછાયા વાતાવરણ સાથે છૂટોછવાયો વરસાદ વરસ્યો. જિલ્લામાં સવારથી જ વાદળો ઘેરાયા. કાળા ડીંબાગ વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા વધી. જો માવઠું થાય તો ખેતીપાકોને મોટું નુકસાન થઇ શકે છે. ઘઉં, બાજરી, મકાઈ, મગફળીને નુકસાન થશે. ઘાસચારાના પાકો, ફળાઉ પાકોને નુકસાન થઈ શકે છે.

  • 31 Jan 2026 12:37 PM (IST)

    વડોદરાઃ ધારાસભ્ય કેયુર રોકડીયા બન્યા રોષનો ભોગ

    વડોદરાઃ ધારાસભ્ય કેયુર રોકડીયા રોષનો ભોગ બન્યા . સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો. ધારાસભ્ય બસો ચાલુ થવાના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. બસો ચાલુ થવાના નામે એક જ બસ ચાલુ કરાતા વિરોધ થયો. ધારાસભ્ય કેયુર રોકડિયાએ બે હાથ જોડી લોકોની માગી માફી.

  • 31 Jan 2026 11:58 AM (IST)

    રાજકોટ: જંગલેશ્વર વિસ્તારના અસરગ્રસ્તોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

    રાજકોટ: જંગલેશ્વર વિસ્તારના અસરગ્રસ્તોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. ડિમોલિશન મુદ્દે સરકારી વકીલે અસરકારક પગલાં ન ભર્યા હોવાની દલીલ કરી. હાઈકોર્ટે 2 ફેબ્રુઆરી સુધી સ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો. વધુ સૂનાવણી 2 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

  • 31 Jan 2026 11:15 AM (IST)

    સુરતઃ વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં જોવા મળ્યું ગાઢ ધુમ્મસ

    સુરતઃ વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. હાઇવે પર વાહનચાલકોને ધુમ્મ્સના કારણે ડ્રાઈવિંગ કરવું મુશ્કેલ બન્યુ છે. રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ. દિલ્હી-શિમલા જેવો માહોલ સુરતમાં થયો. વિઝિબિલિટી ડાઉન થતા વાહનચાલકો પરેશાન થયા છે.

  • 31 Jan 2026 10:27 AM (IST)

    મોરબીઃ મનપાની ઢોર પકડનારી ટીમને ધમકી

    મોરબીઃ મનપાની ઢોર પકડનારી ટીમને ધમકી મળી છે. બે ઈસમો ધમકી આપીને ઢોર છોડાવી ગયા. મનપાની ઢોર પકડ પાર્ટીએ ઢોર પકડ્યા હતા. રાજુ રાતડિયા અને વિજય રાતડિયા સામે ગુનો નોંધાયો. ઢોર જઈને જતાં વાહનોમાંથી ઢોર ઉતારી લીધા. બંને ઈસમો ઈમકી આપીને ઢોર છોડાવી ગયા.

  • 31 Jan 2026 10:03 AM (IST)

    મોરબીઃ વાંકાનેર ટોલનાકે ખુલ્લી દાદાગીરીના વીડિયો વાયરલ

    મોરબીઃ વાંકાનેર ટોલનાકે ખુલ્લી દાદાગીરીના વીડિયો સામે આવ્યો છે. અનેક ટ્રકને ટોલ ભર્યા વગર દાદાગીરીથી પસાર કરાવાયા. જયરાજસિંહ નામના વ્યકિત સામે ગુનો નોંધાયો. ટોલ પ્લાઝાના સ્ટાફને ધમકી આપીને બેરીકેડ તોડ્યા.

  • 31 Jan 2026 09:16 AM (IST)

    વડોદરાઃ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત

    વડોદરાઃ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત થયો. ટ્રક સાથે બસ અથડાતા ચાલકનું મોત નિપજ્યું. અમરેલીથી સુરત જતી લકઝરીએ આગળ જતી ટ્રકને ટક્કર મારી. 4 લોકો ગંભીર રીતે ઘાયલ, 14 લોકોને સામાન્ય ઈજા પહોંચી.
    અકસ્માત બાદ એક સાથે 10થી વધુ એમ્બ્યુલન્સ પહોંચી. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી થઈ.

  • 31 Jan 2026 09:14 AM (IST)

    બનાસકાંઠાઃ વડગામના નળાસર ગામમાં હડકવાનો કેસ

    બનાસકાંઠાઃ વડગામના નળાસર ગામમાં હડકવાનો કેસ સામે આવ્યો છે. મજૂરી કામ કરતા યુવકને ત્રણ મહિના પહેલા શ્વાન કરડ્યો હતો. શ્વાન કરડ્યા બાદ યોગ્ય સારવાર ન લેવાતા દેખાયા હડકવાના લક્ષણો જોવા મળ્યા છે. યુવકને અચાનક હડકવા લાગતા ગામમાં ભયનો માહોલ છે. પરિસ્થિતિ ગંભીર બનતા ગામ લોકોએ સાવચેતીના પગલા લીધા. ગામ લોકોએ યુવકને બાંધીને સારવાર માટે ખસેડ્યો. હાલમાં યુવક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. સિવિલમાં પણ સુરક્ષાની દ્રષ્ટિએ બાંધેલી હાલતમાં રખાયો.

  • 31 Jan 2026 09:06 AM (IST)

    સુરતઃ લક્ષ્મી ગ્રુપમાં ચોથા દિવસે પણ ITની રેડ યથાવત

    સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ઇનકમ ટેક્સ વિભાગની કાર્યવાહી ચોથા દિવસે પણ યથાવત ચાલી રહી છે અને આ કાર્યવાહી સુરતની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી બની શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તપાસ દરમિયાન આશરે 8 કરોડ રૂપિયાનાં સોના-ચાંદીના જવેલરી તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે. આ સાથે ચીખલી પાસે વારી એનર્જી ગ્રુપને જમીન આપનાર અનિલ બગદાણાના ઠેકાણે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં જો અન્યના નામે જમીન ખરીદવામાં આવી હોવાનો ખુલાસો થશે તો તેવી મિલકતો સરકાર હસ્તક લેવામાં આવશે. સમગ્ર પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ તપાસ થવાની શક્યતા છે. સાથે જ મોટા પાયે હવાલા મારફતે વિદેશમાં નાણાં મોકલવામાં આવ્યા હોવાની આશંકા વચ્ચે વિદેશી હવાલા કૌભાંડ મોટા પ્રમાણમાં બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 31 Jan 2026 08:32 AM (IST)

    વડોદરાઃ MS યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી મળી દારૂની બોટલો

    વડોદરાઃ MS યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી દારૂની બોટલો મળી. બોયઝ હોસ્ટેલના રૂમમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળ્યો. સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે દરોડા પાડ્યા. હોસ્ટેલની એક રૂમમાંથી 25થી 30 દારૂની ખાલી બોટલો મળી. હોસ્ટેલ રૂમમાંથી મોટી સંખ્યામાં સિગરેટના ખાલી પેકેટ મળ્યા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી.

  • 31 Jan 2026 08:31 AM (IST)

    સાબરકાંઠાઃ રણાસણ નજીક ફેક્ટરીમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ

    સાબરકાંઠાઃ રણાસણ નજીક ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો. 10 જેટલી ફાયર ટીમોએ ભારે જહેમત બાદ આગ બુઝાવી. ફેક્ટરીમાં થયેલા નુક્સાનને લઈને સરવે કરાશે. નાયબ કલેક્ટર, મામલતદાર અને પોલીસે નિરિક્ષણ કર્યું. કાપડની ફેક્ટરીમાં આગ લાગતા આગ વિકરાળ બની હતી.

  • 31 Jan 2026 07:31 AM (IST)

    તુર્કિયેમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

    તુર્કિયેમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે અનેક સ્થળો પર પૂરની સ્થિતિ છે. ઈસ્તંબુલના આજૂબાજૂના વિસ્તારો જળબંબાકારની સ્થિતિ છે. પૂરને કારણે જાનમાલને ભારે નુક્સાન પહોંચ્યુ છે. અનેક પ્રાંતોમાં ઈમરજન્સી જાહેર કરવાની સ્થિતિ છે.

  • 31 Jan 2026 07:30 AM (IST)

    આગામી 3 દિવસ સુધી ભારે બરફ વર્ષાની જ આગાહી

    પહાડી રાજ્યો હાલ બરપથી સફેદ જોવા મળી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરથી લઇને હિમાચલ પ્રદેશ સુધી આગામી ત્રણ સુધી ભારે બરફવર્ષાની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડના અનેક ભાગોમાં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ભારે હિમવર્ષા સહિત વરસાદ અને કાતિલ પવનોનું એલર્ટ આપવામાં આવ્યું.

આજે 31 જાન્યુઆરીને શનિવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:29 am, Sat, 31 January 26