
આજે 30 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
મુંબઈમાં બાળકોને બંધક બનાવનાર રોહિત આર્ય સામેના આરોપો અંગે મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે એક નિવેદન બહાર પાડ્યું છે. મહારાષ્ટ્ર સરકારના સચિવ રણજીત સિંહ દેઓલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા મોનિટર પ્રોજેક્ટ માટે રોહિત આર્યને રૂપિયા 2 કરોડ ચૂકવવા માટે કોઈ કરાર થયો ન હતો. તેમણે આ અંગે સ્વૈચ્છિક સેવા આપી અને તેમને આ કાર્ય માટે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેઓ માઝી શાળા સુંદર શાળા કાર્યક્રમ લાગુ કરવા માટે, સરકાર સાથે ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ તે કાર્યક્રમ સફળ થયો નથી. રોહિત પર મહારાષ્ટ્ર સરકારનું કોઈ બાકી લેણું નથી.
અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારોના સ્ટંટ કરતા વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી. ફિલ્મ કલાકારોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યા બાદ, ટ્રાફિક પોલીસે ગુજરાતી ફિલ્મ કલાકારો પાસે માફી મંગાવી હતી. કલાકાર ટીકુ તલસાણિયા સહિતના કલાકારોએ માંગી માફી. ટ્રાફિક પોલીસે, તેમના સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ કર્યો. બાઇક સ્ટંટને કારણે કલાકારો પર થઈ છે કાર્યવાહી.
ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખે રાજ્યના પ્રવાસનો કાર્યક્રમ હાલ પુરતો પડતો મૂક્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા આગામી 2 નવેમ્બરથી રાજ્યનો પ્રવાસ ખેડવાના હતા. હવે એ પ્રવાસ હાલ પુરતો રદ કરી દીધો છે. હવામાન વિભાગની આગાહી અને હાલની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય. આણંદ, ખેડા, નડિયાદ અને સાણંદ સહિત અનેક વિસ્તારમાં કરવાના હતા પ્રવાસ. આગામી દિવસોમાં નવા કાર્યક્રમની થશે જાહેરાત.
બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાન અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બોટાદ જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદને પગલે ખેતરોમાં થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરવામાં આવી. જિલ્લામાં ત્રણ દિવસથી કમોસમી વરસાદથી ખેડૂતોને કપાસ મગફળી જેવા પાકના પાથરામાં વરસાદથી ભારે નુકસાન થયું છે, ત્યારે સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ છે. બોટાદ જિલ્લામાં ખેડૂતોને સહાય પેકેજમાં સમાવેશ નહીં કરી છેલ્લા બે વર્ષથી અન્યાય કર્યો છે ત્યારે નુકસાનીના વળતરની માંગ કરવામાં આવી છે. જો બે મહિનામાં ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ફાયરિંગનો ઘટના બની છે. સીજી રોડ ઉપર સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ થયું હતું. ભૂલથી ફાયરિંગ થતા બીજા ગાર્ડના પગમાં ગોળી વાગી હતી. નવરંગપુરા પોલીસે ભૂલથી ફાયરિંગ કરનાર ગાર્ડની અટકાયત કરી છે. પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ.30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ ફલેગ ઓફ આપી કરવામાં આવ્યું. આ સાથે એકતા નગરમાં હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે.
આ નવી 9 મીટર લાંબી એસી મિનિ ઈ-બસો એક વખત ચાર્જ કર્યા પછી 180 કિલોમીટર સુધી દોડી શકે છે. બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ખાસ લિફ્ટિંગ સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે, જેથી તેઓ આરામદાયક રીતે ચઢી અને ઉતરી શકશે. ઉપરાંત, મહિલાઓ માટે અલગથી ચાર પિન્ક બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો આનંદ લઈ શકે.
કાયદો અને ન્યાય વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન કૌશિક વેકરિયાએ, આજે કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજી હતી. આ બેઠકમાં કૌશીક વેકરિયાએ વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ પહેલને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે, મંત્રીશ્રીએ કચેરીના ઉપયોગ હેતુ વધારાના 35 કોમ્પ્યુટર તુરંત ફાળવવા અંગે પણ જરૂરી સૂચના આપી છે.
આજે ગુરૂવાર સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના બાર કલાકમા, 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવા તાલુકામાં સવા ત્રણ ઈંચ જેટલો નોંધાયો છે. ભરૂચના હાંસોટમાં પોણા ત્રણ ઈંચ, ભાવનગરના તળાજામાં અઢી ઈંચ વરસદા વરસ્યો છે. ડાંગના સુબિરમાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમરેલીની ચલાલા નગરપાલિકામાં ફરીવાર ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ છે.
કુલ 24 નગરપાલિકા સદસ્યમાંથી 20 સદસ્યો દ્વારા અવિશ્વાસ મુકતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ધારાસભ્ય જે વી કાકડીયાના ચલાલા હોમ ટાઉનમાં આવેલ નગરપાલિકામા ધમાસાણ ચાલી રહી છે. પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ માળવીયા વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત બહુમતીએ પસાર થઈ છે. ભ્રષ્ટાચાર, વહીવટી અજ્ઞાન, સંકલનનો અભાવ, વાણી વર્તન જેવા ગંભીર આક્ષેપો કર્યા છે.
અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની કરી ધરપકડ.
અલગ અલગ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓની કરી ધરપકડ. ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કર્યો હતો. બાંગ્લાદેશીઓને સરદારનગર જેએફસી સેન્ટરમાં મોકલવામાં આવશે. અલગ અલગ એજન્સીઓ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામને પરત બાંગ્લાદેશ મોકલવામાં આવશે.
આજથી 2 દિવસ માટે ગુજરાત મુલાકાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ ખાતે આગમન થયું છે. પીએમ મોદી, વડોદરાથી કાર દ્વારા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોચશે. જ્યાં આવતીકાલ 31મી ઓક્ટોબરના રોજ એકતા દિવસ નિમિત્તે યોજાનાર પરેડની સલામી જીલશે.
અમદાવાદના વિવાદીત પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને કોર્ટે દોષીત ઠરાવીને 4 વર્ષની સજા ફટકારી છે. સાણંદની ચેખલા ગામની જમીન વિવાદ મામલે રમણ પટેલને કોર્ટે દોષિત ઠેરવ્યા. 1 લાખ ફરિયાદી અને 40 હજાર સરકારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. રમણ પટેલ પર IPC કલમ 406, 467 ,468 ,471 અને 120B મુજબ નોંધાયો હતો ગુનો. ચેખલા ગામની જમીન સર્વે નંબર 738 અને 743 બનાવટી દસ્તાવેજના આધારે પચાવી પાડી હતી.
વેચાણ ના થઈ શકે તેવી જમીન હેતુફેર કરી નકલી દસ્તાવેજ બનાવ્યા હતા. સાણંદ મામલતદારના ખોટા બનાવટી હુકમો કરી જમીનના દસ્તાવેજ બનાવ્યા. બે ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચવાનો રચ્યો હતો કારસો.
તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ રિપોર્ટ આપ્યો છે. સમિતિ સમક્ષ શાળાએ પૂરતા દસ્તાવેજ રજૂ નથી કર્યા. પ્રાથમિક વિભાગની મંજૂરી ખોખરા વિસ્તારની હાલની શાળામાં નથી. પ્રાથમિક વિભાગની મંજૂરી અન્ય જગ્યાએ છે. શાળાએ 2 કરોડથી વધુની રકમ સ્ટેશનરી મારફતે ઉઘરાણી કરી છે. સ્થળ ફેરફાર અંગે કોઈ પરવાનગી નથી લીધી. શાળાને સરકાર હસ્તગત લેવા અથવા અન્ય ટ્રસ્ટને વહીવટ સોંપવા ભલામણ કરી છે. ફી બાબતે પણ વાલીઓને ગેરમાર્ગે દોર્યા છે. જો પોલીસ ફરિયાદ દાખલ કરવાની થાય તો પણ તૈયારી છે.
RTE માં પ્રવેશ ન આપવો પડે એ માટે માઇનોરીટ તરીકે હોવાની ઓળખ શાળાએ પ્રસ્થાપિત કરી છે. જો કે હકીકતમાં શાળા પાસે માઇનોરીટ સર્ટિ નથી. અત્યાર સુધી 3 થી 4 વાર લેખિતમાં દસ્તાવેજ રજૂ કરવા જણાવ્યું. જોકે શાળા દ્વારા જમા ન કરાવ્યા. અનેકવાર લેખિતમાં જાણ કરવામાં આવી જોકે દસ્તાવેજ ન આપ્યાં.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ સામે આવ્યો છે. જિલ્લામાં ખેતી પાકોમાં નુકસાનીને લઈને અધિક કલેકટર એ.કે ગૌતમે કહ્યું કે, રાજકોટ જિલ્લા કલેકટરના આદેશ બાદ ખેતીવાડી અધિકારીઓ દ્વારા ટીમ બનાવવામાં આવી છે. જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 71 ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે. જિલ્લામાં 5,21,999 હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. જિલ્લામાં કમોસમી વરસાદના કારણે 2,35,492 હેકટરમાં નુકશાન થયું છે. એક ગ્રામ સેવક દ્વારા 10 જેટલા ગામડાઓના ખેતરે જઈને સર્વે કરવામાં આવશે. આવતીકાલથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે અને દસ દિવસ દરમિયાન પૂરી કરવામાં આવશે. જે સર્વે કરવામાં આવશે તેનો ડેટા કૃષિ પ્રગતિ એપ પર અપલોડ કરવામાં આવશે. જિલ્લાના ગામડાઓમાં અધિકારીઓ દ્વારા અને ગ્રામ સેવકો દ્વારા ફિઝિકલ ચકાસણી પણ કરવામાં આવશે.
આગાહીકાર અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. 4થી 8 નવેમ્બરે ફરીથી વાતાવરણમાં પલટો આવશે. હાલનું વાતાવરણ 2 નવેમ્બર સુધી યથાવત્ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
સુરતઃ બાળકનું અપહરણ કરનાર ઝડપાયો. ઉધના વિસ્તારમાંથી 3 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકને ફોસલાવીને અપહરણ કરી લઈ ગયો હતો. બાળકના અપહરણની ઘટના CCTVમાં કેદ થઇ. CCTV ફૂટેજના આધારે આરોપી ઝડપાયો.
ભાવનગર જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો. સવારે 8 થી 10 વચ્ચે મહુવામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. તળાજા પંથકમાં એક ઇંચ વરસાદ નોંધાયો. સિહોર પંથકમાં અડધો ઇંચ વરસાદ થયો.
સુરતઃ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા.વરસાદના કારણે વાહનચાલકોને ભારે હાલાકી થઇ રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે છ વર્ષ બાદ મુલાકાત થઇ છે.આ ચર્ચા બાદ, ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ચીન પર ટેરિફ 57 ટકાથી ઘટાડીને 47 ટકા કર્યો છે.
રાજકોટઃ જસદણ APMCમાં જણસીની આવક બંધ થઇ છે. કમોસમી વરસાદના કારણે આવક બંધ કરાઈ. મગફળી અને સોયાબીનની આવક બંધ કરવામાં આવી છે. આગામી સૂચના ના મળે ત્યાં સુધી આવક બંધ રહેશે. કમોસમી વરસાદથી જણસી પલળે નહીં તે માટે નિર્ણય લેવાયો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી-જેટપુર નેશનલ હાઇવે પર કેટલાક નબીરાઓ જીવના જોખમે સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોમાં યુવાનો બાઈક પર સુઈને બેફામ રીતે સ્ટન્ટ કરતા દેખાઈ રહ્યા છે. રસ્તા પર આવી રીતે જાહેરમાં સ્ટન્ટ કરીને તેમણે પોતાની સાથે સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા છે. હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જોકે ટીવી9 ગુજરાતી આ વાયરલ થયેલા વિડિયોની પુષ્ટિ કરતું નથી.
અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે ભારે વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર, અમરેલી શહેર, જાફરાબાદ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો. ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ કમોસમીનો કેર જોવા મળ્યો. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મૂશળધાર માવઠું જોવા મળ્યુ.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કપરાડા, વલસાડ, ધરમપુર અને પારડી તાલુકામાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી સાંજે 5 વાગ્યે વડોદરા એરપોર્ટ આવશે. એકતાનગર ખાતે કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. રૂ.1,220 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરાશે. સરદાર પટેલની પ્રતિમાની પદપૂજા કરી એકતા પરેડમાં હાજર રહેશે. મ્યુઝિયમ ઓફ રૉયલ કિંગ્ડમ ઑફ ઈન્ડિયાનો શિલાન્યાસ કરશે. 5.5 એકર વિસ્તારમાં રૂ.367.25 કરોડના ખર્ચે મ્યુઝિયમ તૈયાર થશે.
અમરેલીના ધાતરવડી નદીમાં બનેલી દુર્ઘટનામાં એક વધુ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. બે દિવસ પહેલા ચાર યુવાનો નદીમાં ડૂબી ગયા હતા, જેમાંથી અત્યાર સુધી ત્રણના મૃતદેહ મળી ચૂક્યા છે, જ્યારે એક યુવકની શોધખોળ હજી ચાલુ છે. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ. છ વર્ષ પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી.
President of the United States Donald Trump meets Chinese President Xi Jinping in Busan, South Korea.
(Source: US Network Pool via Reuters)#DonaldTrump #XiJinping #TrumpJinpingMeeting #SouthKorea #Trump #Busan #TV9Gujarati pic.twitter.com/jn2KVaeZIT
— Tv9 Gujarati (@tv9gujarati) October 30, 2025
આ દિવાળી વેકેશનમાં 7થી 8 લાખ લોકોએ મા અંબેના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ત્યારે આવેલા લાખો શ્રદ્ધાળુઓએ ભંડારને દાનથી દાન પેટીઓ છલકાવી દીધો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો દ્વારા ભંડારમાં નાખવામાં આવેલા દાનની રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી. રોકડ ઉપરાંત લગભગ 50 લાખ જેટલી કિંમતનું 400 ગ્રામ સોનાનું ગુપ્ત દાન પણ મળયું છે. અને હજી પણ યાત્રિકોનો અવિરતપણે પ્રવાહ મંદિરે જોવા મળી રહ્યો છે. જે આગામી કાર્તકસુદ પૂર્ણિમા એટલે કે દેવદિવાળી સુધી હજી યાત્રિકોનો ધસારો રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
અમદાવાદમાં લોટરી લાગ્યાની લાલચે યુવતીએ 78 હજાર ગુમાવ્યા છે. લોટરીની લાલચમાં યુવતી ઓનલાઈન સાયબર ફ્રોડનો ભોગ બની. લોટરી લાગ્યાની લાલચ આપી આરોપીએ ઓનલાઈન પૈસા પડાવ્યા. એરપોર્ટ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી.
પ્રધાનમંત્રી મોદી કેવડિયામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપવા માટે ગુજરાતના બે દિવસના પ્રવાસે જશે. આજે સાંજે, પ્રધાનમંત્રી એકતા નગરની મુલાકાત લેશે અને ત્યાં ઈ-બસોને લીલી ઝંડી આપશે.
ભારત થાઇલેન્ડમાં અટકાયતમાં રાખેલા આશરે 500 નાગરિકોને પરત લાવવા માટે કામ કરી રહ્યું છે. તે બધા છેલ્લા કેટલાક દિવસોમાં મ્યાનમારથી થાઇલેન્ડમાં પ્રવેશ્યા હતા.
આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આવેલા તીવ્ર ચક્રવાતી વાવાઝોડા મોન્થામાં મૃત્યુઆંક વધીને ત્રણ થયો છે.
Published On - 7:33 am, Thu, 30 October 25