આજે 30 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડાપ્રધાન મોદી 4 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ સાણંદની મુલાકાત લેશે અને સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવાના છે. દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો વડાપ્રધાન મોદી પ્રારંભ કરાવશે. સીજી સેમિકન્ડક્ટર કંપનીમાં એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીની શરૂઆત થશે.
ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત પર ગેનીબેને સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ અત્યારે સૌથી મોટો પ્રશ્ન ખેડૂતો માટે વીજ કનેકશનનો છે. બનાસકાંઠા અને વાવ થરાદના ખેડૂતોની પ્રથમ માગ વીજ કનેક્શનની છે. એક-દોઢ વર્ષથી ખેડૂતોને વીજ કનેક્શન મળ્યા નથી. જિલ્લામાં એક વર્ષથી તમામ ખેડૂતોએ એસ્ટીમેન્ટ ભરી દીધા છે.
મળતીયાઓ પાસેથી ટપક સિંચાઈના સાધનો પણ ખરીદી લીધા છે. અધિકારીઓએ કમિશન લઈ લીધા, છતાં વીજ કનેક્શન નથી આપ્યા.
અમદાવાદ : ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરતા ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી શંકાસ્પદ ગાંજો જપ્ત કર્યો છે. અંદાજે 500 ગ્રામ થાઈલેન્ડનો ગાંજો જપ્ત કરાયો છે. પાર્સલના રુટિન ચેકિંગ દરમિયાન વુડન બ્લોક્સ મળી આવ્યા છે. 2 પોલિથીન બેગમાં પ્રતિબંધિત ગાંજો મંગાવાયો હોવાનું સામે આવ્યું છે.
નવસારીઃ ભૂવા પડવાને મુદ્દે મેયરનું વિવાદાસ્પદ નિવેદન આપ્યુ. મેયરે ભૂૂવા પડવાની ભવિષ્યવાણી કરી અને જણાવ્યુ કે અગાઉથી જ કહુ છુ શહેરમાં ભુવા તો પડવાના જ છે. ડ્રેનેજની કામગીરીના કારણે જમીન પોચી થઈ હોવાનો મેયર દાવો કર્યો. અમદાવાદ, મુંબઈ અને દિલ્લી સાથે નવસારીની સરખામણી કરી. અન્ય મહાનગરોમાં ભૂવા પડતા હોય તો આપણી તો નવી મનપા છે. મીડિયા જગાડવાનો પ્રયત્ન કરે તો આવેશમાં ન આવવા મેયરે સલાહ આપી.
હાલ તો મેયરના નફ્ફટાઈભર્યા નિવેદનની ગણતરીની કલાકોમાં જ રસ્તો ધોવાયો. પ્રથમ વરસાદમાં જ તીધરા રોડ પર ટેમ્પો ગરકાવ થયો. ત્યારે શહેરમાં રસ્તાની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે.
ગુજરાતમાં વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસનો મોરચો. નવસારી મનપાની સામાન્ય સભામાં શાસક પક્ષ પર પક્ષપાતના આરોપ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. તો બીજી તરફ જામનગરમાં કોંગ્રેસના આગેવાનોએ રેલી યોજી. ખેડૂતોની વિવિધ સમસ્યા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી. વિરોધ કરનારા 15થી વધુ કોંગેસી કાર્યકરોની અટકાયત. તો બીજી તરફ વાવ-થરાદ જિલ્લામાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે રેલી યોજી વિરોધ નોંધાવ્યો. તો ડીસા આખોલ ચાર રસ્તા પર કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરીને ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર ચુકવવા માગણી કરી.
જૂનાગઢ: ઐતિહાસિક શીતળા કુંડની દુર્દશાનો વિવાદ વકર્યો છે. ઉપવાસ પર બેઠેલા સ્થાનિકોને શહેર કોંગ્રેસના હોદ્દેદારો મળ્યા. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ધારાસભ્ય પર પ્રહાર કરતા કહ્યુ કે MLAએ 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવ્યાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે જિલ્લા આયોજનમાં તપાસ કરતા ગ્રાન્ટ મંજૂર નથી થઈ. ધારાસભ્ય સંજય કોરડીયાએ ખોટી હૈયાધારણા આપ્યાનો આક્ષેપ કરાયો છે. મનપા, ભાજપ પદાધિકારીઓની ઓફીસના ઘેરાવની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.
મનપા પૌરાણિક શીતળા કુંડનું નવીનીકરણ કરાવે તેવી લોકોની માગ છે.
સુરતમાં કાપોદ્રામાં આવેલા હીરાના કારખાનામાં મેનેજર પર હિચકારો હુમલો થયો. રત્નકલાકારોએ મેનેજર પર હુમલો કર્યો. શિસ્ત અને પંચિંગ અંગે કહેતા રત્નકલાકારો ઉશ્કેરાયા છે. મેનેજર પર હુમલાની ઘટના CCTVમાં કેદ કરાઈ છે. ભોગ બનનાર મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે ઉશ્કેરાયેલા રત્નકલાકારોએ પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે મેનેજરને વોશરૂમમાં બોલાવી પછી ઘેરીને માર માર્યો અને અપશબ્દો કહ્યા.
હવામાન નિષ્ણાત ચિરાગ શાહની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું જામતા હજુ એક અઠવાડિયાનો સમય લાગશે. અમદાવાદ, આણંદ, ખેડામાં ઓછા વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં 80થી 82 ટકા વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતમાં પણ 15થી 20 ટકા વરસાદી ઘટની શક્યતા છે. હવામાન નિષ્ણાત ચિરાગ શાહનો દાવો છે કે હાલ ગુજરાતમાં જે વરસાદી માહોલ છે તે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો છે. બરાબર ચોમાસું જામતા હજુ એક અઠવાડિયાનો સમય લાગશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરતા વરસાદની શક્યતા છે. પરંતુ, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને વરસાદી ઘટનો સામનો કરવો પડી શકે છે.
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. કેટલાક ખેડૂતો ત્રણ-ત્રણ વખત બિયારણ વાવી ચૂક્યા છે, છતાં પૂરતો વરસાદ ન પડતા બિયારણ સુકાઈ જવાની ભીતિ ઉભી થઈ છે. બીજી છોટાઉદેપુર જિલ્લા ના તરફ નાલેજ તળાવમાં પાણી હોવા છતાં કેનાલો સૂકી પડેલી હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે. એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ મોંઘા, બિયારણ ખાતર મોંઘુ ડીઝલ થતા ખેડૂતો ની હાલત કફોડી બની છે
છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું ગણાતું તળાવ. એટલે બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું તળાવ. પરંતુ, આ તળાવ હાલ સૂકુંભઠ બન્યું છે. છોટાઉદેપુરમાં કુલ 11 જેટલાં સિંચાઈ તળાવો આવેલા છે. જેમાં કુંદનપુરનું તળાવ જ સૌથી મોટું છે. 20 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેવી આ તળાવની ક્ષમતા છે. પરંતુ, ચિંતાનજક વાત એ છે કે હાલ આ તળાવમાં પાણીનું ટીપું પણ નથી.
સુરતમાં ચોરી, લૂંટ અને છેતરપીંડીના બનાવોએ માજા મુકી છે. જાણે પોલીસનો ડર ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. આવી જ એક ચોરીની ઘટના સુરતમાં બની છે. મહીધરપુરા વિસ્તારમાં આવેલી જવેલર્સની ફેકટરીમાં બે વર્ષ અગાઉ એક કારીગર તરીકે કામ કરતો. ત્યારબાદ 25 દિવસ પહેલા ફરીથી ફેકટરીમાં ચોરી કરવાના ઈરાદે કામે લાગ્યો હતો. 25 દિવસ અગાઉ જ કામ પર આવેલા કારીગરે જ રૂ.30 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પુછપરછ હાથ ધરી છે.
જામનગર: ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ. ખેડૂતોની વિવિધ સમસ્યાના મુદ્દે રેલી યોજી વિરોધ કર્યોં. સાત રસ્તા સર્કલથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. વીજ પોલ નાખતી ખાનગી કંપનીઓ મનમાની કરતી હોવાનો આક્ષેપ કરાયો. વિરોધ કરનારા 15થી વધુ કોંગેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી.
મહિલા કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી
મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ સિઝનના વાવેતર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં 2 લાખ 87 હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થતું હોય છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 43 હજાર હેક્ટર જેટલું જ વાવેતર થઈ શક્યું છે, જે મોટે ભાગે પિયત આધારિત છે…ગત વર્ષે જૂન મહિના સુધીમાં 17 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષે અત્યાર સુધી માત્ર 2.77 ટકા વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે કન્ટીજન્સી પ્લાન જાહેર કર્યો. જેમાં 5 જુલાઈ સુધીમાં વરસાદ થાય તો અડદ કે ઘાસચારો અને જો વધુ મોડો વરસાદ થાય તો દિવેલા જેવા પાકોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી. તેમજ ઉભા પાકને ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિથી સિંચાઈ કરવા અપીલ કરવામાં આવી.
મોરબી: જેતપર ગામે ખેડૂત આંદોલનનો 13મો દિવસ છે. ખેડૂત આંદોલન અંગે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપનિલ ખરે એ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ખેડૂતોની માગણીનેે લઈને સરકાર હકારાત્મક છે. વળતરના પ્રશ્નો અંગે સરકારનું હકારાત્મક વલણ છે. જે નીતિઓ છે તેમા કેવી રીતે સુધારા કરી શકાય તે અંગે ચર્ચા ચાલી રહી છે. આંદોલનકારીઓ સરકાસ સાથે ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ લાવશે. સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે. સરકારે વિવિધ રાજ્ય સરકારના જીઆર સાથે ખેડૂતોને પત્ર આપ્યો છે. કોઈપણ ડ્રાફ્ટ નક્કી કરવો હોય તે માટે અંતમ ચર્ચા જરૂરી છે. વહીવટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સમજાવવા પ્રયાસ હાથ ધરાયા છે.
મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન, કૃષિમંત્રી અને ઉર્જામંત્રીએ ગઈકાલે પણ વીડિયો કોન્ફરન્સ કરી ખેડૂતોના હિતમાં ચર્ચા કરી હતી. અને આ મુદ્દે સરકારનું વલણ હકારાત્મક છે. પણ, સાથે જ ખેડૂતો આ અંગે સરકાર સાથે ચર્ચા કરે તે પણ જરૂરી છે.
આણંદના ચરોતર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સોમાસાની સિઝનને 15 દિવસ વિત્યા છતાં હજુ મેઘરાજા મહેરનબાન નથી થયા. જેના કારણે ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગરના ધરૂવાડિયા સુકાઈ રહ્યા છે..ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો સમયસર વરસાદ નહીં થાય તો ડાંગરના ધરૂવાડિયા સંપૂર્ણ પણે સુકાઈ જશે અને ખેડૂતોને વાવણી પહેલા જ મોટો ફટકો પડશે.
બોટાદ: શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન થયુ છે. પાળીયાદ રોડ અને ભાવનગર રોડ પર વરસાદ વરસ્યો. સાળંગપુર અને ગઢડામાં પણ સાર્વત્રિક વરસાદ થયો. સિઝનના પહેલા વરસાદથી ગરમી અને બફારામાંથી રાહત મળી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર: ખેડૂત આંદોલન મુદ્દે સરકારની બેઠકોનો દોર યથાવત છે. ઉર્જા, કૃષિ અને નાણાં વિભાગના અધિકારીઓ-મંત્રીઓ વચ્ચે મહત્વની બેઠક ચાલી રહી છે.
વિજપોલ મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા ચર્ચા કરવામાં આવી રહી છે. જમીન વળતર મુદ્દે સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. કેન્દ્રની વળતર નીતિ રાજ્યમાં લાગુ કરવાની ચર્ચા છે.જો ખેડૂતોને રાહત આપવા વચગાળાના નિર્ણયની તૈયારી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે.
ખેડૂત આંદોલનને લઈને સરકાર સક્રિય મોડમાં છે. વળતર મુદ્દે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ટૂંક સમયમાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવી શકે છે.
રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગની આગાહે કરી છે. 6 જુલાઈ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી મેઘ મહેર થશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાએ યલો એલર્ટ જાહેર કરાયુ છે. સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની શક્યતાએ એલર્ટ જાહેર કરાયુ છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ 40થી 50 કિ.મી. પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
અમદાવાદઃ શીલજની આનંદ નિકેતન સ્કૂલને ₹10 હજારનો દંડ ફટકાર્યો. શાળાએ વેબસાઈટ અને નોટિસ બોર્ડ પર FRC ઓર્ડર ના મુકતા દંડ કરાયો છે. વાલીએ DEOને ફરિયાદ કરતા સમગ્ર બાબત સામે આવી હતી. વાલીઓને FRCના ઓર્ડર આપવામાં પણ શાળાએ ઈનકાર કર્યાનું સામે આવ્યું છે. શહેર DEOએ તપાસના આદેશ આપતા શાળાને જવાબ રજૂ કરવા રૂબરૂ બોલાવ્યા હતા. શાળા એડમિનિસ્ટ્રેટર વેબસાઈટ પર FRC ઓર્ડર બતાવવામાં નિષ્ફળ રહેતા કાર્યવાહી કરવામાં આવી. FRCનો ઓર્ડર શાળાઓએ વેબસાઈટ પર મૂકવો ફરજિયાત છે.
મોરબી જિલ્લાના જેતપર વિસ્તારમાં ખેતરોમાંથી પસાર થનારી વીજલાઇન અને વીજ ટાવર મુદ્દે ખેડૂતોનું આંદોલન સતત 13મા દિવસે પણ યથાવત રહ્યું છે. ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને અડગ રહ્યા છે અને સરકાર દ્વારા મંત્રણા માટે આપવામાં આવેલા આમંત્રણનો પણ અસ્વીકાર કર્યો છે. આંદોલનને દિવસેને દિવસે વધુ ખેડૂતો અને ગ્રામજનોનું સમર્થન મળી રહ્યું છે.
મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ સિઝનના વાવેતર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે..સામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં ૨ લાખ ૮૭ હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થતું હોય છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૪૩ હજાર હેક્ટર જેટલું જ વાવેતર થઈ શક્યું છે, જે મોટે ભાગે પિયત આધારિત છે. ગત વર્ષે જૂન મહિના સુધીમાં 17 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષે અત્યાર સુધી માત્ર 2.77 ટકા વરસાદ નોંધાયો છે..આ પરિસ્થિતિને પહોંચી વળવા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે કન્ટીજન્સી પ્લાન જાહેર કર્યો. જેમાં ૫ જુલાઈ સુધીમાં વરસાદ થાય તો અડદ કે ઘાસચારો અને જો વધુ મોડો વરસાદ થાય તો દિવેલા જેવા પાકોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી..તેમજ ઉભા પાકને ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિથી સિંચાઈ કરવા અપીલ કરવામાં આવી.
સુરતના રાંદેર વિસ્તારમાં ઝઘડિયા ચોકડી પાસે વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં એક કાર ખાબકી જવાની ઘટના બની છે. સર્કલ પર વળાંક લેતી વખતે પાણી ભરાયેલા ખાડાનો અંદાજ ન આવતા કારચાલકે કાબૂ ગુમાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલાં પાલિકાએ અહીં ખોદકામ કર્યું હતું, પરંતુ સમયસર કામગીરી પૂર્ણ ન થતાં વરસાદ પડતાં લોકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે.
નવસારીઃ શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો. જૂન માસ પુરો થયો છતાં વાવણી લાયક વરસાદ ન પડ્યો. ડાંગર રોપણી માટે યોગ્ય વરસાદની ખેડૂતો કોગડોળે રાહ જોઇ રહ્યા છે.
નવી મુંબઈમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાવાને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં હાલાકી સર્જાઈ છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ચોમાસાનું આગમન રાહતરૂપ બન્યું છે. વિધિવત વરસાદ શરૂ થતાં ખેતીકાર્યોને વેગ મળશે તેવી આશા સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરાના જાબુવા બાયપાસ પાસે આવેલી દુકાનોમાં અસામાજિક તત્વોએ મારામારી બાદ હથિયારો સાથે ફરી હુમલો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાથી વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ડાયલ 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ આરોપીઓની અટકાયત કર્યા વિના જ પોલીસ પરત ફરી હતી. હવે સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી પર સૌની નજર છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારોમાં કડાકા-ભડાકા, વીજ ગર્જના અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો, ખેડૂતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
Published On - 7:46 am, Tue, 30 June 26