30 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વિરાટ કોહલીના 27 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયુ બંધ

આજે 30 જાન્યુઆરીને શુક્રવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

30 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વિરાટ કોહલીના 27 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયુ બંધ
| Edited By: | Updated on: Jan 30, 2026 | 10:26 AM

LIVE NEWS & UPDATES

  • 30 Jan 2026 10:26 AM (IST)

    રશિયા: મોસ્કોમાં રેકોર્ડબ્રેક હિમવર્ષાથી હાલાકી

    રશિયા: મોસ્કોમાં રેકોર્ડબ્રેક હિમવર્ષાથી હાલાકી થઇ રહી છે. પાછલા 203 વર્ષમાં જાન્યુઆરીમાં સૌથી ભારે હિમવર્ષા પડી. સરેરાશ બરફવર્ષાથી ત્રણગણો વધુ બરફ ખાબક્યો. છેલ્લા ત્રણ દિવસથી સતત હિમવર્ષા યથાવત છે. રસ્તાઓ પર બરફના થર જામતા વાહન વ્યવહાર ઠપ થયો. ચાર મીટર ઊંચા બરફના થર જોવા મળ્યા.

  • 30 Jan 2026 10:11 AM (IST)

    સુરત: લક્ષ્મી ગ્રુપ પર સતત ત્રીજા દિવસે ITના દરોડા યથાવત

    સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે. ગજેરા પરિવાર સંચાલિત એજ્યુકેશન, રિયલ એસ્ટેટ અને ડાયમંડ કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સહિત મુંબઈની કુલ 30 જગ્યાઓ પર તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે, જ્યાંથી જ્વેલરી, રોકડ રકમ તેમજ જમીન અને શેરબજારમાં કરાયેલા રોકાણોને લગતા મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. ભાગેડુ મેહુલ ચોક્સીની કંપનીનો હિસ્સો ખરીદવાનો સોદો ગજેરા ગ્રુપને ભારે પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુંબઈની ED દ્વારા ચાર્જશીટમાં રાકેશ ગજેરાનું નામ દાખલ થયા બાદ તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની છે. લક્ષ્મી ડાયમંડના ચોપડામાં કરોડોના કાળા કારોબારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈન્કમટેક્સ વિભાગે દસ દિવસ પહેલાં કરચોરી બાબતે નોટિસ ફટકારી હતી અને નોટિસના દસ દિવસમાં વસંત ગજેરા એન્ડ કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે.


  • 30 Jan 2026 09:53 AM (IST)

    8.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર

    ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કચ્છનું નલિયા 8.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડુગાર રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં 11.8 ડિગ્રી જ્યારે ભુજમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને દીવમાં 15.8 ડિગ્રી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં 15.9 ડિગ્રી અને વડોદરામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. ઠંડીના કારણે સવાર અને રાત્રિના સમયે લોકો ગરમ કપડાંનો સહારો લેતા થયા છે.

  • 30 Jan 2026 09:45 AM (IST)

    રાજકોટ: અમદાવાદ જતાં હાઈવે પર કાર ચાલક બેફામ

    રાજકોટ: અમદાવાદ જતાં હાઈવે પર કાર ચાલક બેફામ બન્યો છે. માલિયાસણ નજીક અકસ્માત સર્જાતા વૃદ્ધનું મોત થયુ. અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. 65 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે મોત કરૂણ મોત થયું.
    વૃદ્ધ ખેતરેથી પોતાના ઘરે જઇ રહ્યા હતા તે સમયે ઘટના બની. પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી.

  • 30 Jan 2026 08:45 AM (IST)

    દાહોદ: ખંગોલા ચેકપોસ્ટ પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ

    દાહોદ જિલ્લાના ખંગોલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસે મોટી કાર્યવાહી કરતા દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચંદીગઢથી વડોદરા સુધી ફેલાયેલો વિદેશી દારૂનો કારોબાર કન્ટેનર મારફતે ચલાવવામાં આવી રહ્યો હતો, જેમાં કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી 32 હજારથી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 80 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

  • 30 Jan 2026 08:07 AM (IST)

    ગીર સોમનાથ: તાલાલામાં 2 સગીર કૌટુંબિક બહેનો પર દુષ્કર્મનો કેસ, 2 આરોપી ઝડપાયા

    ગીર સોમનાથ: તાલાલામાં 2 સગીર કૌટુંબિક બહેનો પર દુષ્કર્મના કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપીઓમાં એક સગીર જ્યારે બીજો પુખ્ત વયનો છે. આરોપીઓએ બંને બહેનોને લોભ-લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. પ્રેમજાળમાં ફસાવી બંને સગીરાઓ પર દુષ્કર્મ આચરાયું હતું. બને નરાધમોએ તસવીરો વાયરલ કરવાની ધમકી આપી હતી. પીડિતાની માતાએ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • 30 Jan 2026 07:36 AM (IST)

    સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામોરબી હાઇવે પરથી દારૂ સાથે 2 ઝડપાયા

    સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામોરબી હાઇવે પરથી દારૂ સાથે 2 ઝડપાયા. કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અલગ અલગ બ્રાન્ડની દારૂની 7200 બોટલ જપ્ત કરાઇ. ધ્રાંગધ્રાથી મોરબી તરફ લઇ જવાતો હતો રૂ. 2.95લાખનો દારૂ પકડાયો.

  • 30 Jan 2026 07:35 AM (IST)

    મહેસાણામાં શિક્ષણ વિભાગે 4 શાળાઓને ફટકાર્યો દંડ

    મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓ સામે લાલ આંખ કરી છે. ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, લાયકાત ધરાવતા શિક્ષકો અને સરકાર માન્ય ફીનાં ધોરણો અંગે તપાસ કરાઇ. ગંભીર બેદરકારી દાખવનાર ચાર શાળાઓને શિક્ષણ વિભાગે દંડ ફટકાર્યો છે. ઉત્કર્ષ વિદ્યાલય અને કડીની વિદ્યામંદિર હાઈસ્કૂલને ફી મામલે દંડ કરાયો. ખણુસાની સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, જ્યાં એક વર્ષ અગાઉ વીજ કરંટથી વિદ્યાર્થીનું મોત થયું હતું, ત્યાં હજુ પણ સલામતીના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા દંડ કરાયો હતો.

  • 30 Jan 2026 07:35 AM (IST)

    ડાંગ: દીપડાનાં હુમલામાં વધુ એક માસુમ બાળકીનું મોત

    ડાંગ: દીપડાનાં હુમલામાં વધુ એક માસુમ બાળકીનું મોત થયુ છે. 5 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ. સુબીરના દહેર ગામે 2 દિવસ અગાઉ બાળકીનાં ઘર પાસે જ દીપડાએ હુમલો કર્યો હતો. બૂમાબૂમ કરીને દીપડાની પકડમાંથી બાળકીને છોડાવાઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીની વલસાડમાં સારવાર ચાલી રહી હતી.

  • 30 Jan 2026 07:34 AM (IST)

    વિરાટ કોહલીનું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પરથી ગાયબ

    પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગુરુવાર-શુક્રવારે મોડી રાત્રે અચાનક ગાયબ થઈ ગયું.

આજે 30 જાન્યુઆરીને શુક્રવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:33 am, Fri, 30 January 26